મંત્રીમંડળ

મંત્રીમંડળને ભારત અને પ્રજાસત્તાક કોરિયા વચ્ચે સંયુક્તપણે ટપાલ ટીકિટ બહાર પાડવા માટે થયેલા સમજૂતી કરાર અંગે જાણકારી આપવામાં આવી

પોસ્ટેડ ઓન: 15 APR 2019 12:34PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીમંડળને ભારત અને પ્રજાસત્તાક કોરિયા વચ્ચે ફેબ્રુઆરી, 2019માં થયેલા સમજૂતી કરાર (એમઓયુ)ની જાણકારી આપવામાં આવી હતી.

 

ભારત સરકારનાં સંચાર મંત્રાલયનાં પોસ્ટ વિભાગ તથા પ્રજાસત્તાક કોરિયાની સરકારના વિજ્ઞાન અને આઇસીટી (કોરિયા પોસ્ટ) મંત્રાલય “કોરિયાની ક્વિન હુર હવાંગ-ઓક”ની થીમ પર સંયુક્તપણે ટપાલ ટીકિટ બહાર પાડવા સંમત થયા છે.

 

સંયુક્ત ટપાલ ટીકિટ વર્ષ 2019નાં અંત સુધીમાં પારસ્પરિક રીતે અનુકૂળ તારીખે પ્રસિદ્ધ કરવામાં આવશે.

 

NP/J.Khunt/GP/RP


(રીલીઝ આઈડી: 1570634) મુલાકાતી સંખ્યા : 255