મંત્રીમંડળ

મંત્રીમંડળે ભારત અને ઓસ્ટ્રિયા વચ્ચેના સમજૂતી કરારને મંજૂરી આપી

Posted On: 07 MAR 2019 2:20PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ભારતના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તથા ઓસ્ટ્રિયાના પરિવહન, સંશોધન અને તકનિક મંત્રાલય વચ્ચે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે તકનિકી સહકાર અંગેનાં સમજૂતી કરાર (MOU)ને મંજૂરી આપી દીધી છે.

અસરઃ

સમજૂતી કરારનો હેતુ બન્ને દેશો વચ્ચે માર્ગ પરિવહન, માર્ગ/રાજમાર્ગોનો માળખાકીય વિકાસ, સંચાલન અને વહિવટ, માર્ગ સલામતી અને આધુનિક પરિવહન વ્યવસ્થાઓના ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહકાર માટે અસરકારક માળખાનું નિર્માણ કરવાનો છે.

સમજૂતી કરાર ભારત અને ઓસ્ટ્રિયા વચ્ચેના જોડાણોને વધુ મજબૂત કરશે, તેમજ લાંબા સમયથી અસ્તિત્વ ધરાવતા દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપશે અને બન્ને દેશો વચ્ચેના વ્યાપારિક અને પ્રાદેશિક સમન્વયમાં વધારો કરશે.

ફાયદાઓઃ

માર્ગ પરિવહન ક્ષેત્રમાં ભારત-ઓસ્ટ્રિયા વચ્ચેનો દ્વિપક્ષીય સહકાર માર્ગ સુરક્ષામાં વધારાની સાથે-સાથે ક્ષેત્ર માટે આકર્ષક નાણાકીય સંભાવનાઓ એમ બન્ને રીતે ફાયદાકારક બની રહેશે. રીતે પરિવહન ક્ષેત્રમાં પ્રસ્તાવિત આ સમજૂતી કરાર થકી બન્ને દેશો વચ્ચે પહેલેથી અસ્તિત્વ ધરાવતા સારા સંબંધોને પ્રોત્સાહન મળશે અને તે વધુ ગાઢ બનશે.

પૃષ્ઠભૂમિઃ

ભારત 1949માં બન્ને દેશો વચ્ચે દ્વિપક્ષીય જોડાણની સ્થાપનાના સમયથી ઓસ્ટ્રિયા સાથે સારા રાજદ્વારી સંબંધો ધરાવે છે. બન્ને દેશો મૈત્રીપૂર્ણ આર્થિક અને રાજદ્વારી સંબંધોનો ઇતિહાસ ધરાવે છે. ઓસ્ટ્રિયા ઇલેક્ટ્રોનિક ટોલ વ્યવસ્થા, ઇન્ટિલિજન્ટ પરિવહન વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ વ્યવસ્થા, સુરંગ દેખરેખ વ્યવસ્થા, જીયો-મેપિંગ અને ભૂસ્ખન સુરક્ષા પગલાંઓ માટે અત્યાધુનિક તકનિકો ધરાવે છે.

 

 

NP/J.Khunt/GP/RP



(Release ID: 1567921) Visitor Counter : 109