પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી આવતીકાલે વિજ્ઞાન અને ટેકનોલોજી માટે શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર એનાયત કરશે

प्रविष्टि तिथि: 27 FEB 2019 6:53PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28 ફેબ્રુઆરી, 2019નાં રોજ નવી દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવનમાં આયોજિત થનારા શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર સમારંભમાં સામેલ થશે.

પ્રધાનમંત્રી વર્ષ 2016, 2017 અને 2018 માટે વિજેતાઓને શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર એનાયત કરશે. તેઓ સમારંભને સંબોધન પણ કરશે.

વિજ્ઞાન અને ઔદ્યોગિક સંશોધન પરિષદનાં સ્થાપક અને નિર્દેશક ડૉ. શાંતિ સ્વરૂપ ભટનાગરનાં નામે આ પુરસ્કાર આપવામાં આવે છે. આ પુરસ્કાર વિજ્ઞાન અને ટેકનોલોજીનાં ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાર્ય માટે એનાયત કરવામાં આવે છે.

 

RP


(रिलीज़ आईडी: 1566581) आगंतुक पटल : 246
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Tamil , Kannada