મંત્રીમંડળ

મંત્રીમંડળે સ્વદેશ દર્શન યોજના: દેશમાં થીમ-આધારિત પર્યટન સ્થળોનાં એકીકૃત વિકાસને મંજૂરી આપી

Posted On: 19 FEB 2019 8:59PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે નીચેનાં પ્રસ્તાવાનો મંજૂરી આપી છેઃ

  • 14મા નાણાપંચનો સમયગાળો અને ત્યારબાદ સ્વદેશ દર્શન યોજના ચાલુ રહેશે;
  • ડિસેમ્બર, 2019માં પૂર્ણ થઈ રહેલી હાલની 60 યોજનાઓ માટે 2055.96 કરોડ રૂપિયાનું ભંડોળ અને
  • 6 પરિયોજનાઓ માટે 324.09 રૂપિયાનું જરૂરી ભંડોળ જાહેર કરવામાં આવ્યું છે જે સપ્ટેમ્બર, 2020માં પૂર્ણ થશે.

વિગતઃ

સ્વદેશ દર્શન યોજના થીમ આધારિત પર્યટન સ્થળોનો એકીકૃત વિકાસ અને દેશમાં પર્યટન સંબંધિત મૂળભૂત માળખાકિય વિકાસ માટે પર્યટન મંત્રાલયની એક મુખ્ય યોજના છે. આ યોજનાનાં ઉદ્દેશ નીચે મુજબ છેઃ

  1. પર્યટનને આર્થિક પ્રગતિ અને રોજગારી સર્જનનાં મુખ્ય માધ્યમ સ્વરૂપે સ્થાપિત કરવું;
  2. પર્યટકોની સંભાવનાઓ ધરાવતા સ્થળોને આયોજનબદ્ધ અને પ્રાથમિકતાઓ સાથે વિકસાવવા;
  3. ચિન્હિત ક્ષેત્રોમાં આજીવિકાનાં સાધનોનું સર્જન કરવા માટે દેશનાં સાંસ્કૃતિક મૂલ્યો અને વારસાઓને પ્રોત્સાહન આપવું;
  4. સ્થળો/ગંતવ્યોમાં આંતરરાષ્ટ્રીય સ્તરની મૂળભૂત સુવિધાઓનો સતત વિકાસ અને પર્યટન સંબંધિત આકર્ષણને વધારવું;
  5. સમુદાય આધારિત વિકાસ અને ગરીબ સમર્થિત પર્યટન દ્રષ્ટિકોણનું સમર્થન કરવું;
  6. સ્થાનિક સમુદાયો વચ્ચે પગારનાં સ્રોતોમાં વૃદ્ધિ, જીવનનાં સ્તરમાં સુધારો કરવો તથા ક્ષેત્રનાં સંપૂર્ણ વિકાસનાં સંદર્ભમાં પર્યટનનાં મહત્ત્વ વિશે જાગૃતિ લાવવી;
  7. સ્થાનિક સમુદાયોનાં સક્રિય યોગદાનનાં માધ્યમથી રોજગારીનું સર્જન;
  8. રોજગારીનાં સાધનોનું સર્જન કરવા અને આર્થિક વિકાસ માટે પર્યટનની ક્ષમતાઓનો ઉપયોગ કરવો;
  9. થીમ આધારિત સર્કિટોનાં વિકાસનાં માધ્યમથી દેશનાં દરેક ક્ષેત્રમાં હાલની ક્ષમતાઓ અને ઉપલબ્ધ મૂળભૂત સુવિધાઓ, રાષ્ટ્રીય સંસ્કૃતિ અને સશક્તિ વિશિષ્ટતાઓનાં સંદર્ભમાં લાભનો સંપૂર્ણ ઉપયોગ કરવો.

સ્વદેશ દર્શન યોજના મારફતે પર્યટન મંત્રાલય દેશમાં મહત્ત્વપૂર્ણ પર્યટન માળખાનો સતત અને સમાવેશક રીતે વિસ્તાર કરી રહ્યું છે, જેથી ભારતને વિશ્વસ્તરનું પ્રવાસન સ્થળ બનાવી શકાય. આ યોજના અંતર્ગત એવી જાહેર સુવિધાઓ વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે, જેમાં ખાનગી ક્ષેત્ર રોકાણ કરવા તૈયાર નથી, એમાં અંતિમ સ્થાને સુધી સંપર્ક એટલે કે લાસ્ટ માઇલ કનેક્ટિવિટી, ટૂરિસ્ટ રિસેપ્શન સેન્ટર્સ, રોડ પર સુવિધાઓ, ઘન કચરાનું નક્કર વ્યવસ્થાપન, વીજળીની વ્યવસ્થા, લેન્ડસ્કેપિંગ, પાર્કંગ વગેરેની સુવિધા સામેલ છે.

પૃષ્ઠભૂમિઃ

  1. વર્ષ 2014-15નાં બજેટ સંબોધન દરમિયાન નાણામંત્રીએ નીચેની જાહેરાતો કરી હતી, ભારતનાં સમૃદ્ધ સાંસ્કૃતિક, ઐતિહાસિક, ધાર્મિક અને કુદરતી ધરોહરમાં પર્યટન અને રોજગારીનાં સર્જનનાં ઉદ્યોગ સ્વરૂપે વિકાસની અપાર સંભાવનાઓ છે. હું વિશિષ્ટ થીમ પર આધારિત પાંચ પર્યટન સર્કિટોનું સર્જન કરવાનો પ્રસ્તાવ રજૂ કરું છું અને આ ઉદ્દેશ માટે 500 કરોડ રૂપિયાની રકમ અલગથી ફાળવવામાં આવે છે.
  2. આ ઉપરાંત જાન્યુઆરી, 2015માં પર્યટન મંત્રાલયે સ્વદેશ દર્શન યોજના (કેન્દ્રીય ક્ષેત્રની યોજના)ની 5 સર્કિટોનો શુભારંભ થયો હિમાલયન સર્કિટ, પૂર્વોત્તર સર્કિટ, કૃષ્ણા સર્કિટ, બૌદ્ધ સર્કિટ અને દરિયાકિનારાની સર્કિટ. પછી વર્ષ 2015, 2016 અને 2017 દરમિયાન 10 અને થીમેટિક સર્કિટ એટલે કે ડિઝર્ટ સર્કિટ, ટ્રાઇબલ સર્કિટ, ઇકો સર્કિટ, વાઇલ્ડલાઇફ સર્કિટ, ગ્રામીણ સર્કિટ, આધ્યાત્મિક સર્કિટ, રામાયણ સર્કિટ, હેરિટેજ સર્કિટ, તીર્થંકર સર્કિટ અને સૂફી સર્કિટને આ યોજનામાં સામેલ કરવામાં આવી છે. આ રીતે આ થીમેટિક સર્કિટોની સંખ્યા વધીને 15 થઈ ગઈ છે.
  3. રાષ્ટ્રીય ઉત્પાદકતા પરિષદ (એનપીસી) દ્વારા આ યોજનાનું થર્ડ પાર્ટી મૂલ્યાંકન કરવામાં આવ્યું. એનપીસીએ 15 જૂન, 2017નાં રોજ પોતાનો મૂલ્યાંકન અહેવાલ સુપરત કર્યો હતો. મૂલ્યાંકનને આધારે આ યોજનામાં વચગાળાનું સંશોધન કરવામાં આવ્યું. પર્યટન સર્કિટોમાં માર્ગનાં કિનારે સુવિધાઓનાં વિકાસને સ્વદેશ દર્શન યોજનાની પેટાયોજના બનાવવામાં આવી છે.
  4. ખર્ચ નાણાકીય સમિતિ (ઈએફસી)એ 13 ઓક્ટોબર, 2017નાં રોજ પોતાની બેઠકમાં આ યોજના માટે 2017—18થી લઈને 2019-2020 સુધી 5,048 કરોડ રૂપિયાનાં ખર્ચની ભલામણ કરી, જેમાં ચાલુ યોજનાઓ પૂર્ણ કરવા માટે 3,848 કરોડ રૂપિયા અને નવી પરિયોજનાઓ માટે 1,200 કરોડ રૂપિયાનાં બજેટની ફાળવણી સામેલ હતી. ઈએફસીએ ભલામણ કરી હતી કે વર્ષ 2017-2020નાં સમયગાળા માટે નવી પરિયોજનાઓ 2500 કરોડ રૂપિયા સુધી મર્યાદિત હોય.
  5. પર્યટન મંત્રાલયે આ યોજના શરૂ થયા પછી આ અંતર્ગત 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 6,121.69 કરોડ રૂપિયાની 77 યોજનાઓને મંજૂરી આપી દીધી. એનં પર 3,096.14 કરોડ રૂપિયાનાં રકમનો ખર્ચ થયો છે. વર્ષ 2014-15થી લઈને વર્ષ 2017-18થી સુધી સ્વીકૃત આ 77 યોજનાઓમાં 66 યોજનાઓ પર વાસ્તવિક કાર્ય શરૂ થઈ ગયું છે. વર્ષ 2018-19માં સ્વીકૃત 11 યોજનાઓ ટેન્ડર પ્રક્રિયામાં છે અને આ માટે અત્યાર સુધી કોઈ ભંડોળ ફાળવવામાં આવ્યું નથી. 17 પરિયોજનાઓ/પરિયોજનાનાં મહત્ત્વપૂર્ણ ઘટકો પર કાર્ય પૂર્ણ થઈ ગયું છે અને ઓગસ્ટ, 2018થી લઈને જાન્યુઆરી, 2019 સુધી 13 યોજનાઓનું ઉદઘાટન થઈ ગયું છે.

 

RP



(Release ID: 1565371) Visitor Counter : 312