મંત્રીમંડળ

મંત્રીમંડળે પ્રવાસન ક્ષેત્રમાં ભારત અને સાઉદી અરેબિયા વચ્ચેના સમજૂતી કરારોને મંજૂરી આપી

Posted On: 13 FEB 2019 9:08PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે પ્રવાસન ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે ભારત સરકારના પ્રવાસન મંત્રાલય અને કિંગડમ ઑફ સાઉદી અરેબિયાના સાઉદી કમીશન ફોર પ્રવાસન એન્ડ નેશનલ હેરિટેજ વચ્ચેનાં સમજૂતી કરારો પર હસ્તાક્ષર કરવા માટે મંજૂરી આપી દીધી છે.

આ સમજૂતી કરારના મુખ્ય ઉદ્દેશ્યો આ મુજબ છે:

  1. પ્રવાસન વિકાસ, હોટેલ, રીસોર્ટ્સ અને પ્રવાસી રહેવાની સુવિધાઓ, પ્રવાસનને લગતી માહિતી અને આંકડાઓ, બંને દેશોમાં પ્રદર્શન કાર્યક્રમો અને અન્ય પ્રવાસન પ્રવૃત્તિઓ, પ્રવાસન વિકાસ, આયોજના અને રોકાણ; લાયસંસિંગ, પ્રવાસન સુવિધાઓનું અમલીકરણ અને માર્કેટિંગ, કૃષિ પ્રવાસન, રણ પ્રવાસન વગેરેના બંધારણમાં માહિતી અને અનુભવોનું આદાન-પ્રદાન કરવું.
  2. મીડિયા પબ્લિકેશન, પ્રવાસનને લગતી ફિલ્મોનું આદાન-પ્રદાન કરવું અને બંને પક્ષોના દેશમાં નિષ્ણાતો અને પ્રવાસન મીડિયા પ્રતિનિધિઓની મુલાકાતનું આદાન-પ્રદાન કરવું.
  3. બંને પક્ષના દેશોમાં રહેલી પ્રવાસન રોકાણની તકોને ઉપલબ્ધ કરાવવી; પ્રવાસન પ્રોજેક્ટ્સમાં પારસ્પરિક પ્રવાસન રોકાણને પ્રોત્સાહન આપવું.
  4. સંયુક્ત પ્રવાસન કાર્યક્રમોને પ્રોત્સાહન આપવું, બંને પક્ષના દેશોમાં આયોજિત પ્રદર્શનો, કોન્ફરન્સ અને સેમિનારોમાં ભાગ લેવો અને આ રીતે પ્રવાસનનો વિકાસ કરવો અને સંયુક્ત પ્રવાસનના દ્રષ્ટિકોણને સાર્થક કરવો.
  5. બને પક્ષના દેશોમાં તાલીમના ક્ષેત્રમાં અને પ્રવાસન શિક્ષણમાં રહેલી જાહેર અને ખાનગી શિક્ષણની સુવિધાઓને પ્રોત્સાહન આપવું.
  6. પ્રવાસન ક્ષેત્ર અને કન્સલ્ટેશન સેવાઓમાં નવીનીકરણ ધરાવતા અનુભવ અને ટેકનોલોજીનું આદાન-પ્રદાન કરવું.
  7. પ્રવાસનની બાબતોને લગતા આંતરરાષ્ટ્રીય મંચો અને સંસ્થાઓમાં સહયોગ અને સંગઠિત કાર્ય કરવું.

પૂર્વભૂમિકા:

ભારત અને સાઉદી અરેબિયા લાંબા સમયના મજબૂત રાજદ્વારી અને લાંબા આર્થિક સંબંધો ધરાવે છે. વર્તમાન સંબંધોને હવે વધુ મજબૂત બનાવવાની અને આગળ વિકસિત કરવાની ઈચ્છા ધરાવતા બંને પક્ષોએ ભારત સરકારના પ્રવાસન મંત્રાલય અને સાઉદી અરેબિયા કિંગડમના સાઉદી કમીશન ફોર ટુરીઝમ એન્ડ નેશનલ હેરિટેજની વચ્ચે પ્રવાસનના ક્ષેત્રમાં સહયોગને વધુ મજબૂત બનાવવા માટે આ સમજૂતી કરારો પર હસ્તાક્ષર કર્યા છે.

સાઉદી અરેબિયા મધ્યપૂર્વમાં ભારત માટે સક્ષમતા ધરાવતા પ્રવાસીઓને આકર્ષતા અનેક બજારોમાનું એક છે. સાઉદી અરેબિયા સાથેના સમજૂતી કરારો આ સ્રોત બજારમાંથી આવતા પ્રવાસીઓની સંખ્યાને વધારવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવશે.



(Release ID: 1564422) Visitor Counter : 131