મંત્રીમંડળ

મંત્રીમંડળે બાહ્ય અવકાશના ઉપયોગના ક્ષેત્રમાં સહયોગ અંગે ભારત અને ફિનલેન્ડ વચ્ચેના સમજૂતી કરારને મંજૂરી આપી

Posted On: 13 FEB 2019 9:28PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય મંત્રીમંડળે બાહ્ય અવકાશના ઉપયોગના ક્ષેત્રમાં સહયોગ અંગે ભારત અને ફિનલેન્ડ વચ્ચેના સમજૂતી કરારને મંજૂરી આપી દીધી છે. આ સમજૂતી કરાર પર 10મી જાન્યુઆરી, 2019ના રોજ નવી દિલ્હી ખાતે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

અસરો:

હસ્તાક્ષર કરવામાં આવેલ સમજૂતી કરાર અંતર્ગત પૃથ્વીની રીમોટ સેન્સીંગ, સેટેલાઈટ કોમ્યુનિકેશન, સેટેલાઈટ નેવિગેશન, અવકાશ વિજ્ઞાન અને બાહ્ય અવકાશ ખેડવાના ક્ષેત્રમાં નવી સંશોધન પ્રવૃત્તિઓ અને અમલીકરણની સંભાવનાઓ શોધવામાં આવશે.

ફિનલેન્ડની સરકાર સાથેના આ સહયોગ વડે માનવતાના કલ્યાણ માટે અવકાશ ટેકનોલોજીના અમલીકરણના ક્ષેત્રમાં સંયુક્ત પ્રવૃત્તિઓ વિકસાવવાની દિશામાં આગળ વધી શકાશે.

વિગતો:

આ સમજૂતી કરાર વડે નીચે મુજબના સક્ષમ સંભાવના ક્ષેત્રોમાં સહયોગની ખાતરી મળશે.

  • પૃથ્વીનું રીમોટ સેન્સીંગ
  • સેટેલાઈટ કોમ્યુનિકેશન અને સેટેલાઈટ આધારિત નેવિગેશન
  • અવકાશ વિજ્ઞાન અને ગ્રહોને લગતું સંશોધન
  • અવકાશી તત્વો અને ગ્રાઉન્ડ સિસ્ટમનો વિકાસ, તપાસ અને અમલીકરણ
  • ભારતીય લોન્ચ વિહિકલના માધ્યમથી ફિનલેન્ડના અવકાશી ઓબ્જેક્ટનું પ્રક્ષેપણ
  • અવકાશ સાથે સંલગ્ન માહિતીની પ્રક્રિયા અને ઉપયોગ
  • અવકાશી ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ પર આધારિત નવીન એપ્લીકેશન અને ઉપાયોનો વિકસ
  • વૃદ્ધિ કરતી નવિન અવકાશી તકો અને ડેટા ઇકો સિસ્ટમ તેમજ બાહ્ય અવકાશના સંતુલિત ઉપયોગ માટે સહયોગ

 

 

આ એમઓયુ અંતર્ગત ભાગ લેનારાઓ અથવા તેમના દ્વારા અધિકૃત કરવા પર અમલીકરણ કરતી એજન્સીઓ જરૂરિયાત પડવાથી તે વિશેષ સહકારી પરિયોજનાઓના વ્યવસ્થાપન માટે પરિયોજના ટીમની સ્થાપના કરી શકે છે જેનાં પર અમલીકરણ કરતી વ્યવસ્થાઓ અંતર્ગત કાર્ય કરવામાં આવશે.

અમલીકરણ વ્યૂહરચનાઓ અને લક્ષ્યાંકો:

  • દરેક પ્રતિસ્પર્ધી આ એમઓયુ અંતર્ગત સહકારી પ્રવૃત્તિઓમાં સાયુજ્ય સ્થાપવા માટેના ઉદ્દેશ્યથી એક-એક કોઓર્ડીનેટરને નામાંકિત કરશે. આ એમઓયુને અમલીકૃત કરવા માટે સુવિધા માટે પ્રતિસ્પર્ધી પારસ્પરિક નિર્ણય  લેવા માટે વારાફરતી ભારત અથવા ફિનલેન્ડમાં બેઠક કરશે અથવા વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી નિર્ણયો લેશે.
  • આ એમઓયુ અંતર્ગત પ્રતિસ્પર્ધી અથવા તેમના દ્વારા અધિકૃત કરવામાં આવેલ અમલીકરણ એજન્સીઓ જરૂરિયાત પડે ત્યારે તે વિશેષ સહકારી પરિયોજનાના વ્યવસ્થાપન માટે પરિયોજના ટીમો સ્થાપિત કરી શકે છે જેના પર કામ અમલીકરણ કરતી વ્યવસ્થાઓ દ્વારા શરુ કરવામાં આવશે.

આ નિર્ણય અવકાશ ક્ષેત્રમાં સહયોગ માટે ફિનલેન્ડની સરકાર દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલ રસને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

 

RP



(Release ID: 1564390) Visitor Counter : 137