મંત્રીમંડળ
મંત્રીમંડળે ‘એનઆરઆઈ લગ્ન નોંધણીનાં વિધેયક, 2019’ને પ્રસ્તુત કરવા માટે મંજૂરી આપી
Posted On:
13 FEB 2019 9:16PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે એનઆરઆઈ (બિનનિવાસી ભારતીય) લગ્ન નોંધણી વિધેયક, 2019ને પ્રસ્તુત કરવા માટે મંજૂરી આપી દીધી છે. એનો ઉદ્દેશ વધારે જવાબદારી સુનિશ્ચિત કરવાની સાથે-સાથે ભારતીય નાગરિકો, ખાસ કરીને એનઆરઆઈ પતિઓ દ્વારા પોતાની પત્નીઓનું શોષણ કરવાનાં કિસ્સામાં મહિલાઓને વધારે સંરક્ષણ પ્રદાન કરવાનો છે.
વિગતઃ
આ ખરડામાં કાયદાકીય રૂપરેખામાં સંશોધનની જોગવાઈ કરવામાં આવી છે, જેથી તેનાથી દોષિત એનઆરઆઈ જીવનસાથીઓ પર નિયંત્રણ કરી શકાય અને વધારે જવાબદારી સુનિશ્ચિત થઈ શકે તેમજ એનઆરઆઈ સાથે લગ્ન કરનાર ભારતીય નાગરિકોને શોષણ કે દમન સામે રક્ષણ મળી શકે.
ખરડો પસાર થતા બિનનિવાસી ભારતીયો દ્વારા થનારા લગ્નોની નોંધણી ભારત અથવા વિદેશ સ્થિત ભારતીય મિશનો અને પોસ્ટમાં કરાવવી પડશે તથા આ માટે નીચેના કાયદાઓમાં જરૂરી ફેરફારો કરવા પડશેઃ
1. પાસપોર્ટ કાયદો, 1967માં
2. કલમ 86એને સામેલ કરીને ફોજદારી કે દંડ પ્રક્રિયા સંહિતા, 1973માં
વ્યાપક અસર:
ભારતમાં અદાલતી કામગીરી માટે ન્યાયિક સમન્સ ઇશ્યૂ કરવાની એક મુખ્ય સમસ્યા છે, જે માટે આ ખરાડામાં જરૂરી જોગવાઈ કરવામાં આવસે. આ માટે ફોજદારી કે દંડ પ્રક્રિયા સંહિતા, 1973માં સંશોધન કરવામાં આવશે. એટલે આ ખરડાનાં પરિણામ સ્વરૂપે બિનનિવાસી ભારતીયો સાથે લગ્ન કરનાર ભારતીય નાગરિકોને પ્રમાણમાં વધારે રક્ષણ મળશે. સાથે-સાથે આ ખરડો પોતાનાં જીવનસાથીનું શોષણ કે દમન કરતાં બિનનિવાસી ભારતીયોનાં વર્તનને નિયંત્રણમાં લાવશે. આ ખરાડાથી સમગ્ર વિશ્વમાં બિનનિવાસી ભારતીયો સાથે લગ્ન કરી ચૂકેલી ભારતીય મહિલાઓને પણ લાભ થશે.
RP
(Release ID: 1564386)