મંત્રીમંડળ

મંત્રીમંડળે આવકવેરા લોકપાલ અને અપ્રત્યક્ષ કર લોકપાલ સંસ્થાનને નાબુદ કરવા માટે મંજૂરી આપી

Posted On: 06 FEB 2019 9:45PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે આવકવેરા લોકપાલ અને અપ્રત્યક્ષ કર લોકપાલ સંસ્થાને નાબૂદ કરવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે.

આ મંજુરી લોકો દ્વારા ફરિયાદ દૂર કરવાની વૈકલ્પિક વ્યવસ્થાને પસંદ કરવાના સંદર્ભમાં આપવામાં આવી છે. વર્તમાન સમયમાં ઉપલબ્ધ ફરિયાદ દૂર કરવાની વ્યવસ્થા, ફરિયાદ તપાસ સંસ્થા કરતા વધુ અસરકારક હોવાથી આવકવેરા ફરિયાદ તપાસ સંસ્થા અને અપ્રત્યક્ષ કર ફરિયાદ તપાસ સંસ્થાને સમાપ્ત કરી દેવામાં આવી છે.

પૃષ્ઠભૂમિ

આવકવેરા તપાસ સંસ્થાની સ્થાપના 2003માં આવકવેરાને લગતી ફરિયાદોને ઉકેલવા માટેના હેતુસર કરવામાં આવી હતી. પરંતુ આ સંસ્થા પોતાના ઉદ્દેશ્યોને પૂર્ણ કરવામાં અસફળ રહી હતી. અત્રે એ નોંધવામાં આવ્યું છે કે નવી ફરિયાદોની સંખ્યા ઘટીને એક આંકડામાં થઇ ગઈ છે. વધુમાં કરદાતાઓ ફરિયાદનો ઉકેલ લાવવા માટે વૈકલ્પિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરવા લાગ્યા જેવી કે સીપીજીઆરએએમએસ (કેન્દ્રીય જાહેર ફરિયાદ નિવારણ અને દેખરેખ સંસ્થાન), આવકવેરા સેવા કેન્દ્રો વગેરે. 2011માં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે અપ્રત્યક્ષ ફરિયાદ તપાસ સંસ્થાની ખાલી કચેરીઓને બંધ કરી દેવામાં આવે.

 

J.Khunt/RP



(Release ID: 1563451) Visitor Counter : 140