મંત્રીમંડળ

મંત્રીમંડળે જલપાઇગુડ્ડીમાં કલકત્તા હાઈકોર્ટની સર્કિટ બેન્ચની સ્થાપના કરવાની મંજૂરી આપી


ચાર જિલ્લાઓનું ન્યાયિક ક્ષેત્ર બનશે – દાર્જીલિંગ, કાલિમ્પોંગ, જલપાઇગુડ્ડી અને કૂચબિહાર

Posted On: 06 FEB 2019 9:35PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં જલપાઇગુડ્ડીમાં કલકત્તા હાઈકોર્ટની સર્કિટ બેન્ચની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી હતી. તેચાર જિલ્લા દાર્જિલિંગ, કાલિમ્પોંગ, જલપાઈગુડ્ડી અને કૂચબિહાર માટેનું ન્યાયક્ષેત્ર બનશે.

કલકત્તા હાઈકોર્ટની ફૂલ કોર્ટ મીટિંગમાં 1988માં લેવાયેલા નિર્ણયની પૃષ્ઠભૂમિમાં આ નિર્ણય લેવાયો છે. ઉપરાંત મંત્રીમંડળે 16-6-2006નાં રોજ આયોજિત બેઠકમાં પણ જલપાઈગુડ્ડીમાં કલકતા હાઈકોર્ટની સર્કિટ બેન્ચ સ્થાપિત કરવાની મંજૂરી આપી  હતી અને કલકત્તા હાઈકોર્ટનાં મુખ્ય ન્યાયાધિશનાં નેતૃત્વમાં ન્યાયાધિશોની એક ટીમે 30-08-2018નાં રોજ જલપાઇગુડ્ડીમાં માળખાગત સુવિધા સાથે સંબંધિત પ્રગતિની આકારણી કરવા માટે પ્રસ્તાવિત સ્થળની મુલાકાત લીધી હતી.

 

J.Khunt/RP



(Release ID: 1563448) Visitor Counter : 121