મંત્રીમંડળ
મંત્રીમંડળે અનિયમિત ફિક્સ્ડ ડિપોઝિટ યોજનાઓ પર પ્રતિબંધ લગાવવા સંબંધિત ખરડા, 2018માં સત્તાવાર સંશોધન કરવાનાં પ્રસ્તાવને મંજૂરી આપી
Posted On:
06 FEB 2019 9:34PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠકમાં નાણાકીય બાબતો પર રચવામાં આવેલી સ્થાયી સમિતિ (એસસીએફ)ની ભલામણનો ધ્યાનમાં રાખીને સરકારની કોઈ પણ સંસ્થા દ્વારા નિયમન ન થતું હોય એવી ડિપોઝિટ યોજનાઓ પર પ્રતિબંધ લગાવવા સાથે સંબંધિત ખરડા, 2018માં સત્તાવાર સંશોધન કરવાનાં પ્રસ્તાવને પોતાની મંજૂરી આપી દીધી છે. નિયંત્રણ ન થયું હોય એવી ફિક્સ્ડ ડિપોઝિટ યોજનાઓ પર પ્રતિબંધ લગાવવા સાથે સંબંધિત ખરડા, 2018ને 18 જુલાઈ, 2018નાં રોજ સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો અને એને એસસીએફને સુપરત કરવામાં આવ્યો હતો, જેણે આ ખરડા પર પોતાનો 17મો અહેવાલ 03 જાન્યુઆરી, 2019નાં રોજ સંસદમાં રજૂ કર્યો હતો. સત્તાવાર સંશોધનોથી આ ખરડો દેશમાં ગેરકાયદેસર રીતે ફિક્સ્ડ ડિપોઝિટ એકત્ર કરવાનાં જોખમને અસરકારક રીતે દૂર કરવા અને આ પ્રકારની યોજનાઓ મારફતે ગરીબો અને ભોળા લોકોની મહેનતની કમાણી પચાવી જતાં લોકોની કામગીરીને અટકાવવાની દ્રષ્ટિએ વધારે મજબૂત થઈ જશે.
મુખ્ય બાબતો:
- આ ખરડામાં પ્રતિબંધ લગાવવાની એક વિસ્તૃત કલમ છે, જે ડિપોઝિટ માટેની રકમ એકત્ર કરનારાઓને સરકારની કોઈ પણ સંસ્થા દ્વારા નિયમન ન થતી હોય એવી ડિપોઝિટ યોજનાનો પ્રચાર-પ્રસાર કરવા, સંચાલન કરવા, જાહેરાત કરવા અથવા ફિક્સ્ડ ડિપોઝિટ એકત્ર કરવાની મનાઈ ફરમાવે છે. આનો ઉદ્દેશ આ ખરડો નિયમન ન થતી હોય એવી ફિક્સ્ડ ડિપોઝિટ યોજના સાથે સંબંધિત કામગીરી પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દેશે. આ અંતર્ગત આ પ્રકારની કામગીરીઓને પ્રત્યક્ષ સ્વરૂપે ગુનો ગણવામાં આવશે, ત્યારે હાલનું કાયદેસર-સહ-નિયમનકારી માળખું ફક્ત વ્યાપક સમયનાં અંતરાલ પછી જ યથાર્ત કે પરોક્ષ સ્વરૂપે લાગુ પડે છે.
- ખરડામાં અપરાધોનાં ત્રણ પ્રકારનું સૂચન કરવામાં આવ્યું છે, જેમાં અનિયમિત હોય એવી ફિક્સ્ડ ડિપોઝિટ યોજના ચલાવવી, નિયમિત ફિક્સ્ડ ડિપોઝિટ યોજનામાં ગોટાળો કરવાનાં ઉદ્દેશ સાથે ડિફોલ્ટ થવું અને અનિયમિત ફિક્સ્ડ ડિપોઝિટ યોજનાઓનાં સંબંધમાં ખોટા ઇરાદા સાથે પ્રલોભન આપવાની બાબતો સામેલ છે.
- ખરડામાં આકરી સજા કરવા અને ઊંચી રકમનો દંડ લગાવવાની જોગવાઈ કરવામાં આવી છે, જેથી લોકોને આ પ્રકારની કામગીરી કરતાં અટકાવી શકાય.
- આ યોજનાઓ કોઈ પણ પ્રકારે ગેરકાયદેસર રીતે જમા રકમ એકત્ર કરવામાં સફળ થાય છે, તો ખરડામાં ફિક્સ્ડ ડિપોઝિટને પરત કરવા કે પુનઃચૂકવણી કરવાની પર્યાપ્ત જોગવાઈ કરવામાં આવી છે,
- ખરડામાં સક્ષમ સત્તામંડળ દ્વારા સંપત્તિઓ/અસ્કયામતો જપ્ત કરવા અને જમા કરનાર થાપણદારોને પુનઃચૂકવણી કરવાનાં ઉદ્દેશ સાથે આ અસ્કયામતોને પ્રાપ્ત કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
- સંપત્તિ જપ્ત કરવા અને થાપણદારોને રોકડ પરત કરવા માટે સ્પષ્ટ સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.
- ખરડામાં એક ઓનલાઇન કેન્દ્રીય ડેટાબેઝ બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે, જેથી દેશમાં ફિક્સ્ડ ડિપોઝિટ સાથે સંબંધિત કામગીરીઓ સાથે સંબંધિત સૂચનાઓને સંગ્રહ કરવાની સાથે તેમને વહેંચણી પણ શકાય.
- ખરડામાં ‘ફિકસ્ડ ડિપોઝિટ એકત્ર કરનાર લોકો’ અને ‘જમા રકમ કે ડિપોઝિટ’ને વ્યાપક રીતે પરિભાષિત કરવામં આવી છે.
- ‘જમા રકમ એકત્ર કરનારાઓ’માં એવી તમામ સંભવિત સંસ્થાઓ (વ્યક્તિઓ સહિત) સામેલ છે, જે ડિપોઝિટની રકમ એકત્ર કરી રહ્યાં છે. એમાં વિશિષ્ટ કંપનીઓ કે સંસ્થાઓ સામેલ નથી, જેની સ્તાપના કાયદા દ્વારા થયેલી છે.
- ‘જમા રકમ કે ડિપોઝિટ’ને એવી રીતે પરિભાષિત કરવામાં આવી છે કે, જમા રકમ એકત્ર કરનાર લોકોને પ્રાપ્ત થતી આવક સ્વરૂપે છળપૂર્વક સામાન્ય જનતા પાસેથી ધનરાશિ એકત્ર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને એની સાથે જ કોઈ સંસ્થા દ્વારા પોતાનાં વ્યવસાય અંતર્ગત સામાન્ય રીતે ધનભંડોળ સ્વીકારવા પર કોઈ અંકુશ મૂકવામાં આવ્યો નથી કે એમાં અવરોધ ઊભો કરવામાં આવ્યો નથી.
- વિસ્તૃત કેન્દ્રીય કાયદો હોવાનાં સંબંધે આ ખરડામાં સરકારી કાયદાઓમાંથી સર્વોત્તમ રીતો અપનાવવામાં આવી છે અને એની સાથે જ કાયદાની જોગવાઈ પર અમલની મુખ્ય જવાબદારી રાજ્ય સરકારોને સુપરત કરવામાં આવી છે.
પૃષ્ઠભૂમિ:
નાણામંત્રીએ બજેટ ભાષણ 20176-17માં જાહેરાત કરી હતી કે, ગેરકાયદેસર રીતે ચાલતી ફિક્સ્ડ ડિપોઝિટ યોજનાઓનાં જોખમનું નિવારણ કરવા માટે એક વ્યાપક કેન્દ્રીય કાયદો બનાવવામાં આવશે, કારણ કે તાજેતરમાં આ પ્રકારની યોજનાઓ મારફતે દેશનાં વિવિધ વિસ્તારોમાં અગણિત લોકોને મોટાં પાયે આર્થિક નુકસાન થવાનાં કિસ્સાઓ સામે આવ્યાં છે. આ પ્રકારની યોજનાઓનો સૌથી વધુ ભોગ ગરીબો અને નાણાકીય દ્રષ્ટિએ નિરક્ષર લોકો બન્યાં છે. એટલું જ નહીં આ પ્રકારની યોજનાઓની જાળ અનેક રાજ્યોમાં ફેલાયેલી છે. રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (આરબીઆઈ) દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી સૂચનાઓ મુજબ જુલાઈ, 2014 અને મે, 2018 વચ્ચેનાં સમયગાળા દરમિયાન બિનસત્તાવાર યોજનાઓનાં 978 કિસ્સાઓ પર વિવિધ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની રાજ્ય સ્તરીય સમન્વય સમિતિ (એસએલસીસી)ની બેઠકોમાં વિચાર કરવામાં આવ્યો છે અને તેમને રાજ્યો સાથે સંબંધિત નિયમનકારો/કાયદાનો અમલ કરતી સંસ્થાઓને સુપરત કરવામાં આવ્યાં છે. ત્યારબાદ નાણાં મંત્રીએ બજેટ ભાષણ 2017-18માં એવી જાહેરાત કરી હતી કે, ગેરકાયદેસર રીતે ચાલતી ફિક્સ્ડ ડિપોઝિટ યોજનાઓનાં જોખમને લગામ લગાવવા માટે ખરડાનાં મુસદ્દાને જાહેર જનતા સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે અને એને અંતિમ સ્વરૂપ આપ્યાં પછી ઝડપથી સંસદમાં રજૂ કરવામાં આવશે.
નિયમન ન થતી હોય એવી ફિક્સ્ડ ડિપોઝિટ યોજનાઓ પર પ્રતિબંધ લગાવવા સાથે સંબંધિત ખરડા, 2018ને 18 જુલાઈ, 2018નાં રોજ સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં આ રીતે દેશભરમાં ગેરકાયદેસર રીતે જમા રકમ એકત્ર કરવાનાં જોખમનો સામનો કરવા માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે – ક) નિયમન ન થતું હોય એવી ફિક્સ્ડ ડોપઝિટ યોજનાઓની કામગીરી પર સંપૂર્ણ પ્રતિબંધ – ખ) નિયમન ન થતું હોય એવી ફિક્સ્ડ ડિપોઝિટ યોજનાનાં પ્રચાર-પ્રસાર અથવા સંચાલન કરવા પર દંડ – ગ) ડિપોઝિટર્સને પુનઃચૂકવણીમાં ડિફોલ્ટ થવા પર આકરો દંડ – ઘ) ફિક્સ્ડ ડિપોઝિટ મેળવતી સંસ્થાઓ ડિફોલ્ટ થવાની સ્થિતિમાં ફિક્સ્ડ ડિપોઝિટની પુનઃચૂકવણી સુનશ્ચિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા એક સક્ષમ સત્તામંડળને અધિકૃત કરવું – ડ) સક્ષમ સત્તામંડને અધિકારો સોંપવા, જેમાં ડોફિલ્ટ કરનાર સંસ્થાઓની અસ્કયામતો કબજે કરવાનો અધિકાર પણ સામેલ છે – ચ) ડિપોઝિટર્સને પુનઃચૂકવણી કરવા અને અધિનિયમ અંતર્ગત ગુનાહિત કાર્યવાહી કરવા માટે અદાલતોને અધિકૃત કરવી – છ) ખરડામાં ફિક્સ્ડ ડિપોઝિટ યોજનાઓની યાદી રજૂ કરવી, જેમાં એક એવી જોગવાઈ હશે, જે અંતર્ગત કેન્દ્ર સરકાર આ યાદીનો નાની કે મોટી કરી શકશે.
RP
(Release ID: 1563048)
Visitor Counter : 248