મંત્રીમંડળ

મંત્રીમંડળે એનએચપીસી લિમિટેડ, નોર્થ ઇસ્ટ ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન, ટીએચડીસી ઇન્ડિયા લિમિટેડ અને એસજેવીએન લિમિટેડમાં 1.1.97ની અસરથી બોર્ડ સ્તરની નીચેના એક્ઝીક્યુટીવના પે સ્કેલને નિયમિત કરવા મંજૂરી આપી

Posted On: 16 JAN 2019 4:07PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે 1.1.1997થી નેશનલ હાયડ્રોઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન લિમિટેડ (એનએચપીસી), નોર્થ ઇસ્ટ ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન (નિપ્કો), ટીએચડીસી ઇન્ડિયા લિમિટેડ (અગાઉ ટેહરી હાયડ્રો ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ) અને સતલુજ જળ વિદ્યુત નિગમ લિમિટેડ (એસજેવીએન)માં બોર્ડ સ્તરથી નીચેના એક્ઝીક્યુટીવ કરતા નીચેના વેતનના નિયમનને પોતાની મંજૂરી આપી દીધી છે. તેને વિદ્યુત મંત્રાલયના તારીખ 04.04.2006 અને 01.09.2006ના આદેશો અનુસાર લાગુ કરવામાં આવ્યા હતા.

અમલીકરણની વ્યૂહરચના

મંજૂરી મળ્યા બાદ વિદ્યુત મંત્રાલયના  તારીખ 04.04.2006 અને 01.09.2006ના આદેશોના અનુસરણમાં હાયડ્રો ક્ષેત્રના કેન્દ્રીય સાર્વજનિક ઉદ્યમો દ્વારા લાગુ કરવામાં આવેલા વેતન ભથ્થાઓને નિયમિત કરવામાં આવશે.

અસર

આ મંજૂરી વડે 01.01.2007ની પહેલા હાયડ્રો ક્ષેત્રના કેન્દ્રીય સાર્વજનિક ઉદ્યમોમાં સામેલ લગભગ 5254 એક્ઝીક્યુટીવને લાભ મળશે. તેનાથી હાયડ્રો ક્ષેત્રના કેન્દ્રીય સાર્વજનિક ઉદ્યમોના એક્ઝીક્યુટીવનું મનોબળ પ્રેરિત અને મજબૂત બનશે.

ખર્ચ

વેતનભથ્થાઓના નિયમન માટે અંદાજે 323 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

પૂર્વભૂમિકા

એનટીપીસી/ ઓઈલ ક્ષેત્રના અનુસાર કારીગરો/એક્ઝીક્યુટીવની કેન્દ્રીયકૃત શ્રેણીઓના વેતન ભથ્થાઓના પુનરાવર્તનના કારણે 01.01.1997થી સંગઠનોની અંદર એનએચપીસી, એનઈઈપીસીઓ, ટીએચડીસીઆઈએલ અને એસજેવીએનએલના એક્ઝીક્યુટીવના વેતન ભથ્થાઓમાં અસમાનતાઓ હતી. કારીગરો અને નિરીક્ષકોના વેતન ભથ્થા ઈ-1 ગ્રેડમાં રહેલા એક્ઝીક્યુટીવના વેતન ભથ્થા કરતા વધારે હતા.

આ પ્રસ્તાવ પર સચિવોની સમિતિ (સીઓએસ) અને મંત્રીમંડળ દ્વારા અગાઉ પણ અનેક વાર વિચાર વિમર્શ કરવામાં આવ્યો છે. ડિસેમ્બર 2013માં મંત્રીમંડળમાં નીચેના નિર્ણયો લેવામાં આવ્યા હતા.

  • વિષમ 01.01.1997થી નિર્ધારિત વિષમતાપૂર્ણ વેતન ભથ્થાઓને નિયમિત નહી કરવામાં આવે.
  • જો કે વસુલી સંબંધિત તકલીફો અને આવી વસુલીથી કર્મચારીઓના નિરુત્સાહી થવાઅંગેની બાબતને ધ્યાનમાં રાખતા 01.01.1997થી મેળવવમાં આવેલા વધારાના વેતનની વસુલાત નહી કરવામાં આવે.
  • 01.01.1997થી નક્કી કરવામાં આવેલ વેતન ભથ્થાઓમાં વિષમતાઓને સરખી કર્યા બાદ વેતન ભથ્થાઓને 01.01.2007 અનુસાર લાગુ કરવામાં આવશે.

આ આદેશથી અસંતુષ્ટ હાયડ્રો ક્ષેત્રના સાર્વજનિક ઉદ્યમોના અનેક કર્મચારી સંઘોએ અનેક ઉચ્ચ અદાલતોમાં અરજીઓ દાખલ કરી હતી. ઉત્તરાખંડ અને મેઘાલયની ઉચ્ચઅદાલતોના નિર્ણયની વિરુદ્ધ 12.04.2017ના રોજ ઉચ્ચ અદાલતમાં એસએલપી દાખલ કરવામાં આવ્યો હતો જેને 08.05.2017ના રોજ નાબૂદ કરી દેવામાં આવ્યો હતો. મેઘાલય અને ઉત્તરાખંડની ઉચ્ચ અદાલતોમાં અપમાનની અરજી દાખલ કરવામાં આવી હતી. વિદ્યુત મંત્રાલયના 04.04.2006 અને 01.09.2006ના આદેશોના અનુસરણમાં એનએચપીસી, એસજેવીએનએલ, એનઈઈપીસીઓ અને ટીએચડીસીઆઈએલ દ્વારા 01.01.1997થી અમલમાં આવેલ વેતન ભથ્થાઓને નિયમિત કરવા માટે મંત્રીમંડળની મંજૂરી માંગ્યા સિવાય વિદ્યુત મંત્રાલયની પાસે અન્ય કોઈ વિકલ્પ ઉપલબ્ધ નહોતો.

 

RP



(Release ID: 1560300) Visitor Counter : 147