મંત્રીમંડળ

મંત્રીમંડળે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ખાણ, પરિક્ષણ અને સંશોધન કેન્દ્ર માટે થયેલા સમજૂતી કરારને મંજૂરી આપી

Posted On: 16 JAN 2019 4:10PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ડિરેક્ટોરેટ જનરલ ઑફ માઈન્સ એન્ડ સેફ્ટી (DGMS), ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય તથા પ્રકૃતિક સંસાધન, ખાણ અને ઊર્જા વિભાગ, ક્વીન્સલેન્ડ, ઓસ્ટ્રેલિયા સરકાર સાથે ખાણોની સલામતિ, પરિક્ષણ અને સંશોધન કેન્દ્ર (SIMTARS) અંગે થયેલા સમજૂતી કરારને મંજૂરી આપી છે.

અસરઃ

આ સમજૂતી કરારથી DGMS અને SIMTARS વચ્ચે નીચેની બાબતોમાં ભાગીદારી સ્થાપિત કરવામાં મદદ મળશેઃ

  • જોખમ આધારિત સુરક્ષા વ્યવસ્થાપન પ્રણાલી અંગે તાલીમ આપવી
  • સંમેલન, પરિસંવાદો અને અન્ય ટેકનિકલ બેઠકોનું આયોજન કરવું
  • વ્યવસાયોમાં સલામતિ અને સ્વાસ્થ્ય અકાદમી તથા રાષ્ટ્રીય ખાણ આપત્તિ કેન્દ્ર અને
  • DGMSની પ્રયોગશાળના સંશોધન અને વિકાસ વિભાગનું આધુનિકીકરણ

 

અમલીકરણની વ્યૂહરચના

આ સમજૂતી કરારનો અમલ તેના પર કરાયેલા હસ્તાક્ષરની તારીખથી શરૂ થઈ જશે અને ત્રણ વર્ષ માટે અમલમાં રહેશે.

પૂર્વભૂમિકા

ઓસ્ટ્રેલિયામાં ખાણ ક્ષેત્રે અકસ્માતનો દર દુનિયામાં સૌથી નીચો છે. ઓસ્ટ્રેલિયા ખાણ ક્ષેત્રે જોખમ આધારિત સુરક્ષા વ્યવસ્થાના આયોજનોની સંકલ્પના અને અમલીકરણમાં અગ્રણી છે. SIMTARS ખાણ સુરક્ષા વ્યવસ્થાપન પદ્ધતિઓ માટે વિશેષ નિપુણતા ધરાવે છે.



(Release ID: 1560233) Visitor Counter : 162