મંત્રીમંડળ

મંત્રીમંડળે દેશના સૌથી પહેલા ત્રણ બેંકોના વિલિનીકરણને મંજૂરી આપી, વિજયા બેંક, દેના બેંક અને બેંક ઑફ બરોડાનું વિલિનીકરણ

Posted On: 02 JAN 2019 5:55PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષમાં મંત્રીમંડળે આજે બેંક ઑફ બરોડા, વિજયા બેંક અને દેના બેંકનું વિલિનીકરણ કરવાની દરખાસ્તને મંજૂરી આપી છે. જેમાં બેંક ઑફ બરોડા ટ્રાન્સફરી (જેને નામે મિલકત તબદીલ કરવામાં આવી હોય) બેંક રહેશે. જ્યારે દેના બેંક અને વિજયા બેંક ટ્રાન્સફરર (મિલકતની તબદીલી કરનાર) બેંક રહેશે. આ વિલિનીકરણ ભારતનું સૌથી પહેલું ત્રિપક્ષીય જોડાણ છે અને જોડાણ વડે ભારતની બીજા નંબરની સૌથી મોટી જાહેરક્ષેત્રની બેંક આકાર પામશે.

આ જોડાણ વડે વૈશ્વિક સ્તરે મજબૂત સ્પર્ધાત્મક બેંકની રચના થશે, જેને કદના વ્યાપનો લાભ મળશે અને વિવિધ પ્રકારના આંતરિક સમન્વયનો પણ લાભ મળશે. નેટવર્ક, ઓછા ખર્ચે થાપણો અને ત્રણ બેંકોની પેટા કંપનીઓના જોડાણથી નોંધપાત્ર એકરૂપતાને કારણે જોડાણ થયેલી સંસ્થાના ગ્રાહકોના વ્યાપ, બજારની પહોંચ, કામગીરીની કાર્યક્ષમતા, વિવિધ ઉત્પાદનો અને સેવાઓના સમૂહ તથા ગ્રાહકોને વધુ સારી વ્યવસ્થામાં વધારા ઉપરાંત નોંધપાત્ર પ્રમાણમાં એકરૂપતા પ્રાપ્ત થશે.

વિલિનીકરણના મહત્વના મુદ્દાઃ

  1. વિજયા બેંક અને દેના બેંક ટ્રાન્સફરર (મિલકત હસ્તાંતરિત કરનાર) બેંક રહેશે, જ્યારે બેંક ઑફ બરોડા ટ્રાન્સફરી (જેના નામે મિલકત હસ્તાંતરિક થઈ રહી હોય) બેંક રહેશે.
  2. આ યોજના 01-04-2019થી અમલમાં આવશે.
  3. આ યોજના અમલી બનતાં ટ્રાન્સફરર બેંકોની અસ્કયામતો ટ્રાન્સફરી બેંકને કાર્યરત એકમ તરીકે તબદીલ કરવામાં આવશે, જેમાં તમામ વ્યવસાય, મિલકતો, હક, સ્વામિત્વ, દાવાઓ, પરવાનાઓ, મંજૂરીઓ અને અન્ય વિશેષાધિકારો, તમામ સંપત્તિ અને તમામ ઋણ અને જવાબદારીઓનો સમાવેશ થશે.
  4. ટ્રાન્સફરર બેંકોના તમામ કાયમી અને નિયમિત અધિકારીઓ અને કર્મચારીઓ હવે ટ્રાન્સફરી બેંકમાં અધિકારીઓ અથવા કર્મચારીઓ બનશે અને તે બેંકમાં સેવાઓ આપશે. ટ્રાન્સફરર બેંકોના કર્મચારીઓ/અધિકારીઓને તેમની મૂળ બેંકમાં જે વેતન અને એલાઉન્સ અપાતું હશે તેની તુલનામાં ઓછુ વેતન કે એલાઉન્સ અપાશે નહીં.
  5. ટ્રાન્સફરી બેંકનું બોર્ડ એ બાબતની ખાતરી રાખશે કે તબદીલ કરાયેલ કર્મચારીઓ અને અધિકારીઓના હિતોનું ટ્રાન્સફરર બેંકમાં રક્ષણ થશે.
  6. ટ્રાન્સફરી બેંક, ટ્રાન્સફરર બેંકના શેર હોલ્ડરોને વિનિમયના ગુણોત્તર અનુસાર શેર ઑફર કરશે. ટ્રાન્સફરી બેંક અને ટ્રાન્સફરર બેંકના શેર હોલ્ડરો, શેર વિનિમય ગુણોત્તર અંગે જો કોઈ ફરિયાદ હોય તો તેની નિષ્ણાંત સમિતિ સમક્ષ રજૂઆત કરી શકશે.

વિલિનીકરણ પછી સંસ્થાની શક્તિઃ

  • જોડાણ કરાયેલી બેંક બદલાયેલા વાતાવરણમાં વૃદ્ધિ પામતા અર્થતંત્રની ધિરાણલક્ષી જરૂરિયાતો સંતોષવા, સ્રોતો ઉભા કરવામાં અને તકલીફો સહન કરવા માટે બહેતર રીતે સુસજ્જ રહેશે.
  • કદના વ્યાપનો લાભ અને વ્યાપક તકોની સ્થિતિને કારણે નફાકારકતામાં વધારો થઈ શકશે અને વ્યાપક પ્રમાણમાં પ્રોડક્ટ ઑફર કરી શકાશે, ટેકનોલોજી અપનાવી શકાશે અને જોડાણ થયેલી સંસ્થા ખર્ચ બાબતે કાર્યક્ષમતા દાખવશે અને રિસ્ક મેનેજમેન્ટમાં સુધારો થશે. આ ઉપરાંત વ્યાપક પહોંચ દ્વારા નાણાંકિય સમાવેશીતામાં વધારો થશે.
  • આ જોડાણથી વૈશ્વિક બેંકો સાથે તુલના થઈ શકે તેવી બેંકનું નિર્માણ થશે અને દેશમાં તથા વિદેશમાં સક્ષમ રીતે સ્પર્ધા કરી શકશે.
  • દેના બેંક જેવી વ્યક્તિગત બેંકની તાકાત એટલે કે પ્રમાણમાં ઓછા દરે CASA થાપણો મેળવવાનો લાભ પ્રાપ્ત થશે. વિજયા બેંકની નફાકારકતા અને વૃદ્ધિ માટે મૂડીની ઉપલબ્ધિ તથા વ્યાપક વૈશ્વિક નેટવર્ક તથા બેંક ઑફ બરોડાની ઑફરો બજારની પહોંચના સંદર્ભમાં લાભદાયી પૂરવાર થશે. સંચાલનની કાર્યક્ષમતા અને વ્યાપક ઉત્પાદનો અને સેવાઓ પ્રસ્તુત કરવાની ક્ષમતામાં વધારો થશે.
  • જોડાણ થયેલી બેંકોને વ્યાપક પ્રતિભાશાળી સમુદાય અને વ્યાપક ડેટા બેઝ પ્રાપ્ત થશે, જેનું વિશ્લેષણ કરીને ઝડપથી ડિજિટાઈઝ થતી બેંકીંગ કામગીરીમાં સ્પર્ધાત્મક લાભ મેળવી શકાશે. ઉત્પાદનો અને સેવાઓનાના વિતરણ ખર્ચમાં ઘટાડાનો લાભ પણ પેટા કંપનીઓ મારફતે મળી શકશે.
  • બેંક સેવાની વધેલી પહોંચને કારણે સામાન્ય લોકોને પણ મોટો લાભ થશે. મજબૂત નેટવર્ક પ્રાપ્ત થશે. વિભિન્ન ઉત્પાદનો અને સેવાઓની પ્રાપ્ત થશે તેમજ સરળતાથી ધિરાણ પ્રાપ્ત થઈ શકશે.

 

RP



(Release ID: 1558308) Visitor Counter : 302