મંત્રીમંડળ

મંત્રીમંડળને એનએચએમની પ્રગતિ અને એનએચએમની અધિકાર સંપન્ન સમિતિ તથા મિશન સંચાલન જૂથનાં નિર્ણયોની જાણકારી આપવામાં આવી

Posted On: 02 JAN 2019 6:00PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનની પ્રગતિ તથા નવી પહેલો અને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનની અધિકાર સંપન્ન કાર્યક્રમ સમિતિ અને મિશન સંચાલન સમૂહનાં નિર્ણયોની જાણકારી આપવામાં આવી છે.

મુખ્ય વિશેષતાઓ:

એનએચએમ અંતર્ગત છેલ્લાં પાંચ વર્ષ અને વર્ષ 2017-18 દરમિયાન પ્રાપ્ત સફળતાઓ નીચે મુજબ છેઃ

  1. વર્ષ 2014-16 દરમિયાન માતૃત્વ મૃત્યુ પ્રમાણ (એમએમઆર) 2.7 ટકા ઘટીને 130 થયું, જે વર્ષ 2012-13 દરમિયાન 178 હતું.
  2. બાળમૃત્યુ દર (આઈએમઆર) વર્ષ 2011નાં 44ની સરખામણીમાં વર્ષ 2016માં ઘટીને 34 થઈ ગયો. વર્ષ 2015 અને વર્ષ 2018 વચ્ચે બાળમૃત્યુ દરમાં વાર્ષિક ઘટાડાનો દર 8.1 ટકા હતો.
  3. પાંચ વર્ષથી નીચેનાં બાળકોનો મૃત્યુ દર (યુ5એમઆર) વર્ષ 2011માં 55ની સરખામણીમાં ઘટીને વર્ષ 2016માં 39 થઈ ગયો. વર્ષ 2015-16 દરમિયાન યુ5એમઆરનાં વાર્ષિક ઘટાડાનો દર 9.3 ટકા હતો.
  4. વર્ષ 2011માં કુલ પ્રજનન દર (ટીએફઆર) 2.3 ટકાની સરખામણીમાં 2016માં ઘટીને 2.3 ટકા થઈ ગયો. વર્ષ 2011થી વર્ષ 2016 દરમિયાન ટીએફઆરમાં ઘટાડાનો વાર્ષિક ચક્રવૃદ્ધિ દર 1.7 ટકા હતો.

વિવિધ બિમારીઓ સાથે સંબંધિત સ્વાસ્થ્ય સંકેતોમાં સુધારો જોવા મળ્યો છે. ઉદાહરણ તરીકે -

  1. વર્ષ 2016માં મેલેરિયાનાં સંબંધમાં વાર્ષિક પરોપજીવી ઘટનાઓ (Annual Parasite Incidence - એપીઆઈ) 0.84 રહી, જે વર્ષ 2011માં 1.10 હતી. વર્ષ 2017માં મેલેરિયાની બિમારીમાં 30 ટકાનો ઘટાડો થયો હતો અને મેલેરિયાનાં કારણે થતાં મૃત્યુમાં 70 ટકા સુધીનો ઘટાડો થયો હતો.
  2. 1,00,000ની વસતિદીઠ ટીબીનાં દર્દીઓની સંખ્યા વર્ષ 2017માં ઘટીને 204 થઈ હતી, જે વર્ષ 2013માં 234 હતી. વર્ષ 2016માં 211ની સરખામણીમાં વર્ષ 2017માં 1,00,000ની વસતિદીઠ ટીબીની બિમારી ઘટીને 204 થઈ ગઈ. વર્ષ 2017માં ટીબીનાં રોગથી મૃત્યુ થતાં લોકોની સંખ્યા 1,00,000ની વસતિદીઠ ઘટીને 21 થઈ, જે વર્ષ 2016માં 32 હતી.
  3. 1,00,000ની વસતિદીઠ રક્તપિતનાં દર્દીની સંખ્યા એક કરતાં ઓછી કરવાનો રાષ્ટ્રીય લક્ષ્યાંક પ્રાપ્ત કરવામાં આવ્યો છે. વર્ષ 2017માં 554ની સરખામણીમાં રક્તપિતનાં રોગને નાબૂદ કરનાર જિલ્લાઓની સંખ્યા માર્ચ, 2018માં વધીને 571 થઈ ગઈ.
  4. દરેક જિલ્લામાં 10,000ની વસતિદીઠ કાલાજારના દર્દીઓની સંખ્યા ઘટીને 01 થઈ ગઈ છે. 10,000ની વસતિદીઠ એકથી વધારે કાલાજરનાં કેસો ધરાવતાં જિલ્લાઓની સંખ્યા 2017માં ઘટીને 72 થઈ ગઈ, જ્યારે આ સંખ્યા વર્ષ 2016માં 94 હતી.
  5. ચાર મુખ્ય ચેપી રોગો (એસીડી) કેન્સર, ડાયાબીટિસ, લકવા અને હૃદયરોગ તથા ફેંફસાની ગંભીર બિમારીમાં ઘટાડો કરવાનો લક્ષ્યાંક તમાકુનાં સેવનમાં ઘટાડો કરીને પ્રાપ્ત કરવામાં આવ્યો છે. તમાકુનાં સેવનમાં સરેરાશ 6 ટકાનો ઘટાડો થયો છે અને આ સેવન વર્ષ 2016-17માં ઘટીને 28.6 ટકા થઈ ગયું હતું, ત્યારે વર્ષ 2009-10માં તમાકુનાં સેવનની ટકાવારી 34.6 ટકા હતી.

 

RP

 



(Release ID: 1558307) Visitor Counter : 151