મંત્રીમંડળ

મંત્રીમંડળે માહિતીના આદાન-પ્રદાન માટે ભારત અને વિદેશી નાણાકિય ઈન્ટેલિજન્સ એકમો (એફઆઈયુ) વચ્ચે સુધારેલા મોડલ સમજૂતી કરારને મંજૂરી આપી

Posted On: 06 DEC 2018 9:38PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય મંત્રી મંડળની બેઠકે માહિતીના આદાન-પ્રદાન માટે નાણાકિય ઈન્ટેલિજન્સ એકમો (FIU) – ભારત(FIU-Ind) અને તેના સાથી વિદેશી નાણાકિય ઈન્ટેલિજન્સ એકમો (FIUs)ની વચ્ચે સુધારાયેલ મોડલ સમજૂતી કરારને મંજૂરી આપી દીધી છે. સુધારાયેલ મોડલ એમઓયુને એગમોન્ટ ગ્રુપ સેક્રેટરીએટ પુનરાવર્તિત મોડલ એમઓયુ 2014ના આધારે તૈયાર કરવામાં આવ્યું છે.

પૂર્વભૂમિકા:

વિદેશી FIUsના સંદર્ભમાં FIU-INDના મુખ્ય કાર્યોમાં ફોરેન ફાયનાન્સિયલ ઈન્ટેલિજન્સ એકમો (FIUs) તરફથી આવતી સ્ક્રિનીંગ અને પ્રોસેસિંગ રિક્વેસ્ટ, ફોરેન FIUsને માહિતી પહોંચાડવી, ફોરેન FIU સાથેના સંબંધો સ્થાપિત કરવા અને તેને જાળવી રાખવા તેમજ ફોરેન FIUs સાથે સમજૂતી કરારોને સુવિધા પૂરી પાડવી, તેમનું સંચાલન કરવું અને તે અંગે વાટાઘાટો કરવી. મોટા ભાગના ફોરેન FIUમાં તેમની સાથે કોઇપણ માહિતીનું આદાન-પ્રદાન કરવા માટે સમજુતી કરારો પર હસ્તાક્ષર કરવા જરૂરી હોય છે.

 

RP



(Release ID: 1555121) Visitor Counter : 134