મંત્રીમંડળ
મંત્રીમંડળે અંતરિક્ષ વિજ્ઞાન, ટેકનોલોજી તથા એપ્લિકેશનનાં ક્ષેત્રમાં સહયોગ પર ભારત અને અલ્જીરિયા વચ્ચેની સમજૂતીને મંજૂરી આપી
પોસ્ટેડ ઓન:
06 DEC 2018 9:24PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળને અંતરિક્ષ વિજ્ઞાન, ટેકનોલોજી અને એપ્લિકેશનનાં ક્ષેત્રમાં સહયોગ પર ભારત અને અલ્જીરિયા વચ્ચે થયેલી સમજૂતીની જાણકારી આપી હતી. આ સમજૂતી પર બેંગાલુરુમાં 19 સપ્ટેમ્બર, 2018માં હસ્તાક્ષર થયા હતા.
મુખ્ય વિશેષતાઓ:
- આ સમજૂતી પૃથ્વીનાં દૂર સંવેદનશીલ, સેટેલાઇટ, સંચાર, સેટેલાઇટ આધારિત નેવિગેશન, અંતરિક્ષ વિજ્ઞાન અને ઉપગ્રહોની શોધ, અંતરિક્ષ વિજ્ઞાન અને અંતરિક્ષ વ્યવસ્થાઓ તથા ગ્રાઉન્ડ સિસ્ટમ, અંતરિક્ષ ટેકનોલોજી એપ્લિકેશન સહિત અંતરિક્ષ વિજ્ઞાન ટેકનોલોજી અને વિવિધ ઉપયોગિતામાં સહયોગીની સંભાવનાઓમાં સહાયક બનશે.
- આ સમજૂતીથી એક સંયુક્ત કાર્ય સમૂહ બનશે, જે આ સમજૂતીને લાગુ કરવાની સમયમર્યાદા અને ઉપાયો સહિત એક કાર્યયોજના તૈયાર કરશે. કાર્યસમૂહમાં ડીઓએસ/આઈએસઆરક્યૂ તથા અલ્જીરિયાની અંતરિક્ષ એજન્સી (એએસએએલ) સભ્ય હશે.
અસર:
આ સમજૂતીથી ભારત અને અલ્જીરિયા વચ્ચે સહયોગમાં મજબૂતી આવશે અને દૂર સંવેદનશીલ, સેટેલાઇટ, નેવિગેશન, અંતરિક્ષ વિજ્ઞાન તથા બાહ્ય અંતરિક્ષનાં શોધનાં ક્ષેત્રમાં નવી સંશોધન કામગીરીઓ અને ઉપયોગિતાઓની સંભાવનાઓને બળ મળશે. સમજૂતીથી માનવતાનાં લાભ માટે અંતરિક્ષ ટેકનોલોજી એપ્લિકેશનનાં ક્ષેત્રમાં સંયુક્ત કામગીરી વિકસિત થશે. આ રીતે દેશનાં તમામ વર્ગો અને વિસ્તારોને લાભ મળશે.
પૃષ્ઠભૂમિ:
- ભારત અને અલ્જીરિયા અંતરિક્ષનાં ક્ષેત્રમાં વાણિજ્યિક સ્વરૂપે સક્રિય રહ્યાં છે. એનટ્રિક્સ કોર્પોરેશન લિમિટેડ ગ્રાઉન્ડ સ્ટેશનની સ્થાપના માટે અલ્જીરિયાનાં અધિકારીઓ સાથે કામ કરી રહી છે અને 2010-16 દરમિયાન અલ્જીરિયાનાં 3 નાનાં ઉપગ્રહો અને એક નેનો ઉપગ્રહનું પીએસએલવી દ્વારા પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું. અલ્જીરિયાએ રાજદ્વારી માધ્યમો દ્વારા ભારતની સાથે અંતરિક્ષ સહયોગમાં રસ દાખવ્યો છે. ડિસેમ્બર, 2014માં વિદેશ મંત્રાલયે અંતરિક્ષ સહયોગ માટે આંતર સરકારી સમજૂતી (આઇજીએ) કરવા માટે અલ્જીરિયાનાં પ્રસ્તાવ પર વિચાર કરવા માટે ઇસરો/અંતરિક્ષ વિભાગને આગ્રહ કર્યો હતો અને અલ્જીરિયા દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલા સમજૂતીનાં સ્વરૂપને મોકલ્યો હતો.
- ઇસરો અને અલ્જીરિયાની અંતરિક્ષ એજન્સી (એએસએએલ)એ આંતર સરકારી સમજૂતીનાં સ્વરૂપની સમીક્ષા કરી છે અને ઇમેલ મારફતે ટિપ્પણીઓનું આદાન-પ્રદાન કર્યું છે. બંને પક્ષ એજન્સી સ્તરે અંતરિક્ષ સહયોગ સમજૂતી પર સંમત થયા છે.
RP
(રીલીઝ આઈડી: 1555040)
મુલાકાતી સંખ્યા : 240