મંત્રીમંડળ

મંત્રીમંડળે વિહુવિષયક સાયબર-ફિઝિકલ પ્રણાલિઓના રાષ્ટ્રીય મિશનને મંજૂરી આપી


15 ટેકનોલોજી નવીનીકરણ કેન્દ્રો, 6 વિનિયોગ નવીનીકરણ કેન્દ્રો અને 4 ટેકનોલોજી આધારિત સંશોધન કેન્દ્રોની સ્થાપના કરવામાં આવશે

પોસ્ટેડ ઓન: 06 DEC 2018 9:14PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે બહુનિષયક સાયબર-ફિઝિકલ પ્રણાલિઓ (NM -ICPS)ના રાષ્ટ્રીય મિશનની સ્થાપના કરવા માટે મંજૂરી આપી છે, તેને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા કુલ રૂ. 3660 કરોડના ખર્ચે પાંચ વર્ષ માટે અમલમાં મૂકવામાં આવશે.

વિગતોઃ

આ મિશન દ્વારા સમાજમાં આવતી પેઢીની વધતી જતી ટેકનોલોજીનીની જરૂરિયાતોનું સમાધાન કરવા માટે પ્રયાસ કરવામાં આવશે અને તેમાં મોખરાના દેશોના પ્રવાહો અને રોડ મેપને ધ્યાનમાં લેવામાં આવશે. મિશન મારફતે કરવામાં આવનારા અમલીકરણમાં વિકાસ પ્રક્રિયા વડે નીચે મુજબના પ્રયાસો હાથ ધરવામાં આવશેઃ

  1. સાયબર ફિઝિકલ સિસ્ટમ (CPS) અને તેની સાથે સંકળાયેલી ટેકનોલોજીની સુગમતા.
  2. ભારતની પરિસ્થિતિને અનુરૂપ રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય મુદ્દાઓને આવરી લેતી સીપીએસ ટેકનોલોજી અપનાવવી.
  3. સીપીએસમાં નેક્સ્ટ આવતી પેઢીનું માનવબળનું સર્જન કરવું.
  4. પરિવર્તનકારી સંશોધનને વેગ આપવો.
  5. સીપીએસમાં ઉદ્યોગસાહસિકતા અને સ્ટાર્ટઅપના વ્યવસ્થાતંત્રને વિકસાવવું
  6. સીપીએસમાં અતિ આધુનિક સંશોધન, ટેકનોલોજી, વિકાસ તથા વિજ્ઞાન, ટકનોલોજી અને એન્જિનિયરીંગની વિદ્યાશાખાઓમાં ઉચ્ચ શિક્ષણને વેગ આપવો.
  7. ભારતને અન્ય પ્રગતિશીલ દેશોની હરોળમાં મૂકવો અને તેના પ્રત્યક્ષ તથા અપ્રત્યક્ષ લાભો પ્રાપ્ત કરવા.

અમલીકરણની વ્યૂહરચનાઃ

NM -ICPS એક સર્વગ્રાહી મિશન છે, જે સીપીએસ અને તેની સાથે સંકળાયેલી ટેકનોલોજી અંગે ટેકનોલોજીનો વિકાસ, અમલીકરણનો વિકાસ, માનવસ્રોતોનો વિકાસ તથા કૌશલ્ય વધારવાની, ઉદ્યોગસાહસિકતાની અને સ્ટાર્ટઅપ વિકસાવવાની કામગીરી કરશે. આ મિશનનો ઉદ્દેશ 15 પ્રૌદ્યોગિકી નવીનીકરણ કેન્દ્ર (ટેકનોલોજીકલ ઈનોવેશન હબ - ટીઆઈએચ), 6 વિનિયોગ નવીનીકરણ કેન્દ્રી (એઆઈએચ) અને 4 ટેકનોલોજી આધારિત સંશોધન કેન્દ્ર (ટેકનોલોજી ટ્રાન્સલેશન રિસર્ચ પાર્ક - ટીટીઆરપી)ની સ્થાપના કરવાનો છે. આ તમામ કેન્દ્ર અને ટીટીઆરપીને અકાદમીઓ, ઉદ્યોગો, કેન્દ્ર સરકારના મંત્રાલયો અને રાજ્ય સરકારો સાથે સાંકળીને દેશની પ્રસિદ્ધ શૈક્ષણિક, સંશોધન અને વિકાસની અન્ય સંસ્થાઓમાં કેન્દ્રો અને સ્પૉક મોડેલ વિકસાવવામાં આવશે. અકાદમીઓ, ઉદ્યોગો અને સરકારને યોગ્ય રીતે સાથે મેળવીને વ્યૂહાત્મક અભિગમ અપનાવવાનો પ્રસ્તાવ છે. મિશન ગવર્નીંગ બોર્ડ (એમજીબી), સ્વરૂપે મજબૂત સ્ટીયરીંગ અને મોનિટરીંગ મિકેનિઝમ ગોઠવવામાં આવશે. પરસ્પર મંત્રાલયોને સાંકળતી સંકલન સમિતિઓ (આઈએમસીસી), વૈજ્ઞાનિક સલાહકાર સમિતિ (એસએસી) અને અન્ય પેટા સમિતિઓ મિશનના અમલીકરણને માર્ગદર્શન આપશે તથા તેની દેખરેખ રાખશે. વિવિધ હબ અને ટીટીઆરપીના 4 સુરક્ષિત ક્ષેત્રો રહેશે, જેની સાથે મિશનનું અમલીકરણ આગળ ધપાવાશે. આ ક્ષેત્રોમાં (1) ટેકનોલોજી વિકાસ (2) માનવ સંસાધન વિકાસ અને કૌશલ્ય વિકાસ (3) નવીનીકરણ, ઉદ્યોગસાહસિકતા અને સ્ટાર્ટઅપ વ્યવસ્થા તંત્રનો વિકાસ (4) આંતરરાષ્ટ્રીય સહયોગોનો સમાવેશ થાય છે.

અસરઃ

સીપીએસ ટેકનોલોજી વડે દેશની વૈજ્ઞાનિક, એન્જિનિયરીંગ અને નવીનીકરણ ક્ષમતાઓને આધુનિકતા બક્ષવામાં આવશે અને એ દ્વારા સરકારના અન્ય મિશનોને સહયોગ આપીને ઔદ્યોગિક અને આર્થિક સ્પર્ધાત્મકતા પૂરી પાડવામાં આવશે, જે સાચા અર્થમાં વ્યૂહાત્મક સ્રોત બની રહેશે. ઉભરતી એપ્લિકેશનના કદ, વ્યાપ અને જટિલતાને ધ્યાનમાં લેતા નજીકના ભવિષ્યમાં નવી ટેકનોલોજી ઉભરી આવવાનું ચાલુ રહેશે. આ સૂચિત મિશન વિકાસના એન્જીન તરીકે કામ કરશે અને તે આરોગ્ય, શિક્ષણ, ઊર્જા, પર્યાવરણ, કૃષિ, વ્યૂહાત્મક, સંરક્ષણાત્મક અને ઔદ્યોગિક ક્ષેત્રો, ઈન્ડસ્ટ્રી 4.5, સ્માર્ટ સિટી, સાતત્યપૂર્ણ વિકાસના ધ્યેય (એસડીજી) વગેરે ક્ષેત્રે હાથ ધરાતા રાષ્ટ્રીય પ્રયાસો માટે લાભદાયી બની રહેશે. સીપીએસ એ નવી આવનારી ટેકનોલોજીની સુસંકલિત સિસ્ટમ છે, જેને વિકાસની હરિફાઈને કારણે એક પછી એક દેશો દ્વારા અગ્રતાના ધોરણે અપનાવવામાં આવેલ છે. સીપીએસ મારફતે તમામ ક્ષેત્રોના કૌશલ્યની જરૂરિયાતોમાં ભારે પરિવર્તન આવશે. આધુનિક કૌશલ્યો તથા ઉદ્યોગ અને સમાજની જરૂરિયાતો મુજબના કૌશલ્ય ધરાવતા માનવબળના નિર્માણ દ્વારા રોજગાર નિર્માણની તકોમાં વધારો કરવામાં આવશે. નવીનીકરણ, ઉદ્યોગસાહસિકતા અને સ્ટાર્ટ-અપનું વ્યવસ્થાતંત્ર એ સૂચિત NM -ICPS નો આંતરિક હિસ્સો છે અને તેના દ્વારા સંખ્યાબંધ ટેકનોલોજી વડે સીપીએસ અને તેની સાથે સંકળાયેલા અન્ય ક્ષેત્રોમાં રોજગાર નિર્માણની તકો ઉભી થશે. આ મુજબ એવો અંદાજ મૂકવામાં આવ્યો છે કે ટૂંકા ગાળામાં 40 હજાર જેટલી નોકરીઓ અને લાંબા ગાળે 2 લાખ જેટલી નોકરીઓનું સર્જન કરી શકાશે.

લાભઃ

આ મિશન કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગો તથા રાજ્ય સરકારોને સીપીએસ ટેકનોલોજીના અસરકારક ઉપયોગ માટે સહાયરૂપ બનશે અને ઉદ્યોગોને પણ તેમના પ્રોજેક્ટમાં અને યોજનાઓમાં સમાજના હિત માટે સીપીએસ ટેકનોલોજીનો અસરકારક ઉપયોગ કરવા માટે મદદરૂપ થશે.

રાજ્યો/ જિલ્લાઓને આવીર લેવાયા

NM -ICPS દેશ વ્યાપી મિશન છે અને કેન્દ્ર સરકારના મંત્રાલયો, રાજ્ય સરકારો, ઉદ્યોગો અને શિક્ષણ જગત સહિત સમગ્ર ભારતને આવરી લે છે.

પૂર્વ ભૂમિકાઃ

સીપીએસ અને તેની સાથે સંકળાયેલી આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ (એઆઈ) જેવી ટેકનોલોજી, ઈન્ટરનેટ ઑફ થીંગ્ઝ (આઈઓટી), મશીન લર્નિંગ (એમએલ), ડિપ લર્નીંગ (ડીપી), બીગ ડેટા એનાલિટીક્સ, રોબોટિક્સ, ક્વોન્ટમ કોમ્પ્યુટીંગ, ક્વોન્ટમ કોમ્યુનિકેશન, ક્વોન્ટમ એન્ક્રિપ્શન (ક્વોન્ટમ કિ ડિસ્ટ્રીબ્યુશન), ડેટા સાયન્સ અને પ્રિડીક્ટીવ એનાલિટીક્સ, ભૌતિક માળખાગત સુવિધાઓ માટે સાયબર સિક્યોરિટી તથા અન્ય માળખાગત સુવિધાઓનો સમાવેશ થાય છે. તમામ ક્ષેત્રોમાં તેના વિસ્તાર દ્વારા પરિવર્તનકારી ભૂમિકા માનવ પ્રયાસોના લગભગ તમામ ક્ષેત્રોને આવરી લઈને હાથ ધરવામાં આવશે. સરકાર અને ઉદ્યોગો માટે આ ઉભરતી અને પરિવર્તનકારી ટેકનોલોજી માટે સજ્જ રહેવાનું જરૂરી બન્યું છે અને એ દ્વારા સ્પર્ધાત્મક રહીને સામાજિક વિકાસ, રોજગાર નિર્માણ, આર્થિક વૃદ્ધિને સંવર્ધન અને જીવનની એકંદર ગુણવત્તા તથા પર્યાવરણનું સાતત્ય જાળવી રાખવાનું જરૂરી બની રહે છે.

 

RP


(રીલીઝ આઈડી: 1555016) મુલાકાતી સંખ્યા : 330