મંત્રીમંડળ
મંત્રીમંડળને વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતાનાં ક્ષેત્રમાં સહકાર પર ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેની સમજૂતીની જાણ કરવામાં આવી
Posted On:
22 NOV 2018 1:34PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠકને ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતાનાં ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા પર થયેલી સમજૂતીની જાણકારી આપવામાં આવી છે. આ સમજૂતી પર 1 ઓક્ટોબર, 2018નાં રોજ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ઉઝબેકિસ્તાનનાં રાષ્ટ્રપતિ શ્રી શૌકત મિરાયોયેવની હાજરીમાં કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી તથા ભૂવિજ્ઞાન મંત્રી ડૉ. હર્ષવર્ધને ભારત તરફથી અને ઉઝેબકિસ્તાન તરફથી નવીનીકરણ વિકાસ મંત્રી શ્રી ઇબ્રાહિમ અબ્દુરાખમાનોવે હસ્તાક્ષર કર્યા હતા.
લાભ:
આ સમજૂતી પર હસ્તાક્ષર થવાથી બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોમાં નવું પ્રકરણ શરૂ થશે, કારણ કે બંને પક્ષો હવે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પારસ્પરિક રસનાં નોંધપાત્ર સમન્વયથી એકબીજાની ક્ષમતાનો ઉપયોગ કરશે. આ સમજૂતીનો ઉદ્દેશ બંને દેશો વચ્ચે વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતાનાં ક્ષેત્રોમાં સહકારને પ્રોત્સાહન આપવાનો છે. આ સમજૂતી સાથે સંકળાયેલા પક્ષોમાં ભારત અને ઉઝબેકિસ્તાનની વૈજ્ઞાનિક સંસ્થાઓ, અકદામી, સંશોધન અને વિકાસ પ્રયોગશાળાઓ તથા ઉદ્યોગો સામેલ છે. જેમ કે કૃષિ અને ખાદ્ય વિજ્ઞાન તથા ટેકનોલોજી, એન્જિનીયરિંગ વિજ્ઞાન, સૂચના અને સંચાર ટેકનોલોજી, એપ્લાઇડ મેથેમેટિક્સ, ડેટા વિજ્ઞાન અને ટેકનોલોજી, આરોગ્ય અને મેડિકલ ટેકનોલોજી, ધાતુ વિજ્ઞાન, જીવન વિજ્ઞાન અને જૈવપ્રોદ્યોગિકી, ભૌતિક શાસ્ત્ર અને એસ્ટ્રોફિઝિક્સ તથા ઊર્જા, જળ, પર્યાવરણ અને કુદરતી સંસાધનો જેવા ક્ષેત્રોને જોડાણ માટેનાં સંભવિત ક્ષેત્રો તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
J.Khunt/GP/RP
(Release ID: 1553557)