મંત્રીમંડળ

મંત્રીમંડળે સંતુલિત વિકાસના લક્ષ્યાંકો પર રાષ્ટ્રીય મોનીટરીંગ રૂપરેખાને મંજૂરી આપી

Posted On: 24 OCT 2018 1:06PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે સંલગ્ન લક્ષ્યોની સાથે સંતુલિત વિકાસના લક્ષ્યાંકો (એસડીજી) પર દેખરેખ રાખવા માટે રાષ્ટ્રીય સંકેતક રૂપરેખા (એનઆઈએફ)ની સમયાન્તરે સમીક્ષા અને સુધારણા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવા માટે મંજૂરી આપી દીધી છે.

ઉચ્ચ સ્તરીય સમિતિની અધ્યક્ષતા ભારતના મુખ્ય સાંખ્યિકીવિદ અને સાંખ્યિકી અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (એમઓએસપીઆઈ)ના સચિવ દ્વારા કરવામાં આવશે. તેમાં સભ્યો તરીકે આંકડા સ્રોત મંત્રાલય અને નીતિ આયોગના સચિવ રહેશે જ્યારે અન્ય સંલગ્ન મંત્રાલયોના સચિવો વિશેષ આમંત્રિતો તરીકે ઉપસ્થિત રહેશે. તેમનું કાર્ય સમયાન્તરે સંકેતોની સુધારણા સહિત રાષ્ટ્રીય સંકેતક રૂપરેખાની સમીક્ષા કરવાનું રહેશે.

લક્ષ્યો:

  • વિકાસાત્મક પડકારોને પહોંચી વળવા માટે વર્તમાન સમયમાં કાર્યરત રાષ્ટ્રીય નીતિઓ, કાર્યક્રમો અને વ્યુહાત્મક કાર્ય યોજનાની અંદર એસડીજીને મુખ્ય પ્રવાહમાં લાવવા માટેના પગલાઓ લેવા.
  • રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે એનઆઈએફના સાંખ્યિકી સંકેતો એએસડીજી પર દેખરેખ રાખવા માટેના મુખ્ય આધારસ્તંભો રહેશે અને તે જુદા-જુદા એસડીજી અંતર્ગત લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવા માટેની નીતિઓના પરિણામોને વૈજ્ઞાનિક રીતે તપાસશે.
  • સાંખ્યિકી સંકેતોના આધારે, એમઓએસપીઆઈ એ એસડીજીના અમલીકરણ પર રાષ્ટ્રીય અહેવાલો બહાર પાડશે. આ અહેવાલો રાષ્ટ્રીય સ્તરે પ્રગતિનું મૂલ્યાંકન, પડકારોને ઓળખી કાઢવામાં અને અનુકરણ માટે સૂચનો આપવામાં મદદ કરશે.
  • ઉચ્ચ સ્તરીય સમિતિએ તેની સુધારણા માટે નિયમિત સમયે રાષ્ટ્રીય સંકેતક રૂપરેખાની સમીક્ષા કરશે.
  • એસડીજીની રાષ્ટ્રીય અને ઉપરાષ્ટ્રીય જાણકારી પહોંચાડવા માટેના ભેદભાવ માટે અને સમયાન્તરે આ સંકેતકો પર એમઓએસપીઆઈને નિયમિતપણે માહિતી પૂરી પાડવા માટે આંકડા સ્રોત મંત્રાલય/ વિભાગો જવાબદાર રહેશે.
  • નજીકની અને અસરકારક દેખરેખ માટે આધુનિક આઈટી સાધનોનો ઉપયોગ કરવામાં આવશે.

મુખ્ય અસરો:

  • એસડીજી એ વિકાસના આર્થિક, સામાજિક અને પર્યાવરણીય આયામોનું સંકલન સાધે છે. તે બદલાતા વિશ્વમાંસૌનો સાથ સૌનો વિકાસના પાયાના ધ્યેયમંત્ર સાથે ગરીબી દુર કરવાની અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવાની દિશામાં અગ્રેસર છે.
  • એસડીજી એ 17 ધ્યેયો અને 169 લક્ષ્યો સાથે તમામ માટે વધુ તકોનું સર્જન કરીને, અસમાનતાને ઘટાડીને, જીવનની ગુણવત્તાના સ્તરને ઉપર ઉઠાવીને, ન્યાયપૂર્ણ સામાજિક વિકાસ અને સંકલનમાં વૃદ્ધિ કરીને, કુદરતી સંસાધનો અને પ્રણાલીના સંકલિત અને સંતુલિત વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપીને સંતુલિત, સંકલિત અને ન્યાયપૂર્ણ આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા તરફ લક્ષ્યિત છે.
  • એનઆઈએફ એ રાષ્ટ્રીય સ્તર પરએસડીજી પર પરિણામ આધારિત દેખરેખ અને માહિતી પહોંચાડવામાં મદદ કરશે.

નેશનલ સંકેતક રૂપરેખાનું અમલીકરણ કરવા પર કોઈ પ્રત્યક્ષ નાણાકીય સૂચનો આપવામાં આવ્યા નથી. આમ છતાં, સંલગ્ન મંત્રાલયોએ એસડીજી સંકેતકોની દેખરેખને સુવિધા પૂરી પાડવા માટે તેમની ડેટા સિસ્ટમને રીઅલાઈન અને મજબુત કરવાની જરૂર પડશે.

એસડીજી વડે લોકોના જીવનમાં પરિવર્તન આવવાની સંભાવના છે અને એસડીજીના અમલીકરણમાં પ્રગતિની દેખરેખ એ સંપૂર્ણ રાષ્ટ્ર માટે લાભપ્રદ નીવડશે.

પૂર્વભૂમિકા:

ન્યુ યોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલય ખાતે 2000માં યોજાયેલ મિલેનિયમ સમિટ દરમિયાન મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ્સ’ (એમડીજી) તરીકે ઓળખાતા આઠ વિકાસના લક્ષ્યાંકોનો સ્વીકાર કરવામાં આવ્યો હતો કે જેમાં 2000 થી 2015 સુધીમાં જુદા-જુદા દેશોએ તેમના રાષ્ટ્રીય વિકાસની વ્યૂહરચનાઓને પ્રાપ્ત કરવા માટેનો એક કાચો મુસદ્દો ઘડી કાઢ્યો હતો. એમડીજીમાં આઠ લક્ષ્યો હતા અને તેણે વિવિધ વિકાસના મુદ્દાઓને સંબોધવામાં આવ્ય હતા. એમડીજીના લક્ષ્યાંકો સમગ્ર દેશોમાં અનિયમિતરૂપે પ્રાપ્ત કરવામાં આવ્યા હતા અને એમડીજીની ઉપયોગીતા ચકાસવા માટે અને 2015 પછીના વિશ્વમાં વિકાસાત્મક સહયોગને માર્ગદર્શન આપવા માટેના સંભવિત ઉપાયો શોધવા માટે એક નવીન ચર્ચા શરુ કરવાની જરૂરિયાત અનુભવાઈ હતી.

સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાએ તેના 70માં સત્ર દરમિયાન સંતુલિત વિકાસના લક્ષ્યાંકો (એસડીજી)ને આગામી 15 વર્ષ માટે માન્યતા આપી અને તેનો સ્વીકાર કર્યો હતો. 1લી જાન્યુઆરી, 2016ના રોજથી 17 એસડીજી અમલમાં આવ્યા. જો કે તેમને કાયદાકીય રીતે ગઠિત કરવામાં નથી આવ્યા પરંતુ તેમ છતાં એસડીજી એ વાસ્તવમાં આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ બની ચુક્યા છે અને આગામી પંદર વર્ષમાં દેશોની સ્થાનિક ખર્ચ કરવાની પ્રાથમિકતાનું નવસંસ્કરણ કરવાની ક્ષમતા ધરાવે છે. આ લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવા માટે દેશો એક રાષ્ટ્રીય રૂપરેખાની સ્થાપના કરે અને માલિકી પોતાના હાથમાં લે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. અમલીકરણ અને સફળતા એ દેશોના પોતાની વિકાસાત્મક નીતિઓ, આયોજનો અને કાર્યક્રમો પર નિર્ભર છે. ધ્યેયો અને લક્ષ્યાંકોના અમલીકરણમાં કરવામાં આવેલ પ્રગતિના સંદર્ભમાં રાષ્ટ્રીય સ્તર પર અનુસરણ અને સમીક્ષા માટે દેશો સ્વયં જવાબદાર રહેશે. રાષ્ટ્રીય સ્તર પર એસડીજી અંતર્ગત લેવામાં આવતા પગલાઓ માટે ગુણવત્તા, પહોંચ અને સમયસરની માહિતીની જરૂર પડશે.

GP/RP



(Release ID: 1550583) Visitor Counter : 217