મંત્રીમંડળ

મંત્રીમંડળે ભારત અને લેબેનોન વચ્ચે ખેતી અને સંલગ્ન ક્ષેત્રોમાં સહયોગ અંગે સમજૂતીના કરારને મંજૂરી આપી

Posted On: 10 OCT 2018 1:38PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠકે ભારત અને લેબેનોન વચ્ચેના ખેતી અને સંલગ્ન ક્ષેત્રોમાં સહયોગ અંગેના સમજૂતી કરારને મંજૂરી આપવામાં આવી છે.

 

બંને દેશો વચ્ચે ખેતી  ક્ષેત્રે થયેલા દ્વિપક્ષી કરાર બંને દેશોને પરસ્પર ઉપયોગી નિવડશે. આ સમજૂતી કરારથી બંને દેશોમાં ઉત્તમ કૃષિ પ્રણાલીઓને પ્રોત્સાહન મળશે  અને ખેડૂતને વધુ સારી ઉત્પાદકતા પ્રાપ્ત કરવામાં મદદ મળશે તેમજ વૈશ્વિક બજારમાં સુધારો થશે.

 

આ સમજૂતી કરારથી ખેતી ક્ષેત્રે ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવામાં મદદ મળશે અને દુનિયાભરનાં બજારો સાથે સંપર્ક વધશે. આ કરાર નવીન તકનિકો તરફ દોરી જશે, જેનાથી ઉત્પાદન અને ઉત્પાદકતા વધશે અને ખાદ્ય સુરક્ષા મજબૂત બનાવવા તરફ દોરી જશે.

 

NP/J.Khunt/GP/RP



(Release ID: 1549203) Visitor Counter : 114