મંત્રીમંડળ

મંત્રીમંડળે ભોપાલને બદલે સિહોર જિલ્લામાં રાષ્ટ્રીય માનસિક સ્વસ્થ્ય સુધારણા સંસ્થાન સ્થાપવા મંજૂરી આપી

Posted On: 03 OCT 2018 6:55PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે તા. 15 -6- 2018ના રોજ લીધેલા નિર્ણયમાં અંશતઃ ફેરફાર કર્યો છે. રાષ્ટ્રીય માનસિક સ્વસ્થ્ય સુધારણા સંસ્થાન (NIMHR)ની સ્થાપના મધ્યપ્રદેશમાં ભોપાલને બદલે સિહોર જિલ્લા (ભોપાલ-સિહોર હાઈવે)માં કરવામાં આવશે.

લાભઃ

સિહોરમાં બનનારી રાષ્ટ્રીય માનસિક સ્વસ્થ્ય સુધારણા સંસ્થાન (NIMHR) આ ક્ષેત્રે કાર્ય કરનારી દેશની પહેલી સંસ્થા બની રહેશે. તે માનસિક આરોગ્યના ક્ષેત્રે માનવ સંસાધન અને ક્ષમતા નિર્માણ માટે ઉત્કૃષ્ટતા તેમજ આ ક્ષેત્રમાં સંસોધન સંસ્થા તરીકે કામ કરશે. આ ઉપરાંત તે માનસિક બીમારીઓથી ગ્રસ્ત વ્યક્તિઓના અસરકારક પુનઃવર્નસ માટેનું પ્રભાવશાળી મૉડલ સૂચવશે.

 

RP



(Release ID: 1548489) Visitor Counter : 131