મંત્રીમંડળ

મંત્રીમંડળે ભારત અને રશિયા વચ્ચે માર્ગ પરિવહન અને માર્ગ ઉદ્યોગ ક્ષેત્રે બંને પક્ષો વચ્ચેના સમજૂતી કરારને મંજૂરી આપી

Posted On: 03 OCT 2018 7:00PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે આજે ભારત અને રશિયા વચ્ચે માર્ગ પરિવહન અને માર્ગ ઉદ્યોગ ક્ષેત્રે બંને પક્ષો વચ્ચેના સમજૂતી કરારને મંજૂરી આપી છે. આ સમજૂતી કરાર પર રશિયાના પ્રમુખની આગામી મુલાકાત દરમિયાન હસ્તાક્ષર થશે.

પરિવહન અને ધોરી માર્ગોના ક્ષેત્રે ઔપચારિક મંચ વિકસાવવા અને સુસ્થાપિત કરવા બંને દેશો વચ્ચે માર્ગ પરિવહન અને માર્ગ ઉદ્યોગ ક્ષેત્રે બંને પક્ષો વચ્ચેના સમજૂતી કરાર પર સંયુક્તપણે પરામર્શ થશે અને બંને દેશો તેને આખરી ઓપ આપશે.

માર્ગ પરિવહન અને માર્ગ ઉદ્યોગ ક્ષેત્રે બંને પક્ષો વચ્ચેના સમજૂતી કરારથી પરસ્પર સહયોગને કારણે બંને દેશોને લાભ થશે. રશિયા સાથે વધુ સહયોગ, વિનિમય અને સહયોગને કારણે લાંબા ગાળા માટે અસરકારક અને દ્વિપક્ષી સંબંધો સ્થાપવાની બાબતને વેગ મળશે અને માર્ગ પરિવહન અને માર્ગ ઉદ્યોગ ક્ષેત્રે તથા ઉપરાંત ઈન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ (ITS) બાબતે  સંવાદ અને સહયોગ સ્થપાશે. આ કારણે દેશમાં રોડ ક્ષેત્રે માળખાગત સુવિધાઓના આયોજન અને વહિવટમાં તથા રોડ નેટવર્ક વ્યવસ્થાપન, પરિવહન નીતિ, બાંધકામ માટેની ટેકનોલોજી અને ધોરણો ઘડવામાં તથા ધોરી માર્ગોના સંચાલનમાં  પણ મદદ મળશે અને આ કરાર બંને દેશો વચ્ચે પરસ્પર સંબંધો વિકસાવવામાં પણ સહાયક બનશે.

પૂર્વભૂમિકાઃ

ભારત અને રશિયા લાંબા ગાળાથી સંબંધો ધરાવે છે. અને વ્યુહાત્મક ભાગીદારીના સ્તરે પણ મજબૂત સહયોગ સ્થપાયો છે. રશિયાએ ઉપગ્રહ આધારિત ટોલીંગ સોલ્યુશન્સ વિકસાવ્યાં છે. સમાન પ્રકારે તેમણે ક્રેશ રિપોર્ટીંગ/મોનિટરીંગ સિસ્ટમ બાબતે એડવાન્સ્ડ ઈન્ટેલીજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ પણ અપનાવી છે. ટેકનોલોજી અપનાવવામાં રશિયાના પૂરવાર થયેલા અનુભવને ધ્યાનમાં લેતાં ઘનિષ્ઠ પરામર્શ વડે આવી ઉત્તમ પ્રણાલીમાંથી શિખવાનો પણ લાભ મળશે. ભારત ઝડપભેર પોતાના ધોરીમાર્ગમાં વૃદ્ધિના માર્ગે આગળ વધી રહ્યું છે. માર્ગોની મળખાગત સુવિધાઓનો સંપૂર્ણ ઉપયોગ કરવા માટે ટેકનોલોજી અપનાવવાનુ આવશ્યક બની રહે છે, જેથી પરિવહન ક્ષેત્રે ઉત્પાદકતા અને સલામતિમાં વધારો થઈ શકે. આનાથી સરેરાશ પરિવહન ખર્ચ ઘટાડવામાં પણ મદદ મળશે. ભારત જ્યારે મોટા પાયે ધોરી માર્ગો અને એક્સપ્રેસ-વેની માળખાગત સુવિધાઓ વિસ્તારવાનુ કામકાજ હાથ ધરી રહ્યું છે ત્યારે રશિયાના અનુભવનો લાભ મળશે. બંને દેશો વચ્ચેની આ ભાગીદારી સંચાલનના સ્તરે તથા બંને દેશો જેના સભ્ય હોય તેવી અને તે સાથે સંકળાયેલા આંતરરાષ્ટ્રીય સમૂહો અને મંચો પર પૂરક બાબતોમાં પણ પરામર્શની તક પૂરી પાડશે.

 

RP



(Release ID: 1548486) Visitor Counter : 193