મંત્રીમંડળ
મંત્રીમંડળે સરહિંદ ફીડર નહેરનું રિલાઈનીંગ અને રાજસ્થાન ફીડર નહેરના રિલાઈનીંગ માટે રૂ. 825 કરોડની સહાય મંજૂર કરી
બંને પ્રોજેક્ટથી પંજાબમાં મુક્તસર, ફરીદકોટ અને ફિરોજ઼પુરમાં પાણીના ભરાવાની સમસ્યા નિયંત્રણમાં આવશે
Posted On:
26 SEP 2018 4:08PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષતામાં મંત્રીમંડળે આગામી પાંચ વર્ષમાં (2018-19 થી 2022-23) દરમિયાન અનુક્રમે રૂ. 620.42 કરોડ અને રૂ. 205.758 કરોડની કેન્દ્રિય સહાય રાજસ્થાન ફીડર નહેરના આરડી 119700 થી 447927 સુધીના રિલાઈનીંગ અને સરહિંદ ફીડર નહેરના પંજાબમાં આરડી 179000 થી 496000 સુધીના રિલાઈનીંગ માટે મંજૂરી આપી છે.
અસરઃ
આ બંને પ્રોજેક્ટને કારણે દક્ષિણ પશ્ચિમ પંજાબમાં મુક્તસર, ફરીદકોટ અને ફિરોજ઼પુર જિલ્લાની 84,800 હેક્ટર જમીનમાં પાણીના ભરાવાની સમસ્યાનું સમાધાન થશે.
- આ પ્રોજેક્ટના અમલીકરણને કારણે બંને કેનાલો દ્વારા દક્ષિણ પશ્ચિમ પંજાબમાં પાણીના ભરાવાની સમસ્યા હલ થશે અને પાણીનો પ્રવાહ/પાણીની ઉપલબ્ધિમાં વધારો થશે.
- આ વિસ્તારના ખેડૂતોને રાજસ્થાન ફીડરના રિલાઈનીંગને કારણે 98739 હેક્ટર જમીનને સ્થિરતા/વધુ સારી સિંચાઈનો લાભ મળશે તથા સરહિંદ ફીડરને કારણે 69086 હેક્ટર જમીનને લાભ મળશે.
ખર્ચઃ
- રાજસ્થાન ફીડર અને સરહિંદ ફીડર સીએ માટે આ ભંડોળ નાબાર્ડની વર્તમાન પદ્ધતિ હેઠળ 99 PMKSY-AIBP પ્રોજેક્ટ LTIF હેઠળ પ્રાપ્ત થશે.
- સેન્ટ્રલ વોટર કમિશન દ્વારા હાલની પ્રોજેક્ટ મોનિટરીંગ વ્યવસ્થા ઉપરાંત એક નિષ્ણાંત પ્રોજેક્ટ રિવ્યુ કમિટીની રચના પણ કરવામાં આવશે, જે આ બંને પ્રોજેક્ટસના એકંદર અમલીકરણની કામગીરીની સમિક્ષા કરશે.
- સરહિંદ ફીડર નહેરના રિલાઈનીંગનો મંજૂર થયેલ ખર્ચ રૂ. 671.478 કરોડ છે અને રાજસ્થાન ફીડર નહેરના રિલાઈનીંગનો મંજૂર થયેલ ખર્ચ 2015 પીએલ અનુસાર રૂ. 1305.262 કરોડ છે. કુલ અંદાજીત ખર્ચમાંથી રૂ.826.168 કરોડ કેન્દ્ર સરકારની સહાય તરીકે પૂરાં પાડવામાં આવશે (રૂ. 205.758 કરોડ સરહિંદ ફીડર માટે અને રૂ. 620.41 કરોડ રાજસ્થાન ફીડર માટે).
- સરહિંદ ફીડર પ્રોજેક્ટના રિલાઈનીંગ અને રાજસ્થાન ફીડર પ્રોજેક્ટના રિલાઈનીંગ માટે અનુક્રમે રૂ. 671.478 કરોડ અને રૂ. 1305.267 કરોડના સુધારેલા મૂડી રોકાણ ખર્ચના અંદાજ તા. 6 એપ્રિલ 2016ના રોજ મંજૂર કરવામાં આવ્યા હતા.
- આ પ્રોજેક્ટસની મુલાકાત સેન્ટ્રલ વોટર કમિશનના ચેરમેનના નેતૃત્વ હેઠળની ટીમે વર્ષ 2016માં લીધી હતી અને સેન્ટ્રલ વોટર કમિશનના ભૂતપૂર્વ ચેરમેન શ્રી એ. બી. પંડ્યાના નેતૃત્વમાં ટીમે પણ વર્ષ 2017માં મુલાકાત લીધી હતી. તેમણે સુધારણાના કામો હાથ ધરવા માટે ભલામણ કરી હતી. પંજાબ સરકારે પણ તા. 26-04-2018ના રોજ આ બાબતે નાણાંકિય સંમતિ આપી હતી.
પૂર્વભૂમિકાઃ
સરહિંદ અને રાજસ્થાન ફીડર્સ હરીકે હેડ-વર્ક આગળથી અપસ્ટ્રીમ તરફ આગળ વધે છે અને રાજસ્થાનમાં જતા પહેલાં પંજાબમાં થઈ પસાર થાય છે. આ બંને કેનાલો સરખો કાંઠો ધરાવે છે અને તેમનું બાંધકામ વર્ષ 1960માં ઈંટોથી લાઈન કરીને કરવામાં આવ્યું હતું. આ બંને કેનાલો પંજાબ અને રાજસ્થાનમાં પાણી લઈ જાય છે અને કમાંડ વિસ્તાર ધરાવે છે.
પંજાબ સરકારે એવો અહેવાલ આપ્યો હતો કે સરહિંદ અને રાજસ્થાન ફીડર, બંનેના લાઈનીંગમાં નુકસાન થવાના કારણે નોંધપાત્ર પ્રમાણમાં પાણી શોષાઈ જવાને કારણે આ બંને કેનાલોમાં પાણીનો પ્રવાહ ઘટે છે અને તેના કારણે નજીકના વિસ્તારોમાં પાણીના ભરાવાની સમસ્યા ઉભી થતી હોવાથી ખેતીને ભારે નુકશાન થઈ રહ્યું છે.
આ પ્રોજેક્ટથી બંને કેનાલોમાં પાણીના ભરાવાની સમસ્યા હલ થશે અને પાણીના પ્રવાહ/પાણીની ઉપલબ્ધિમાં વધારો થશે.
NP/J.Khunt/RP
(Release ID: 1547557)