મંત્રીમંડળ

મંત્રીમંડળે ઇન્સ્ટીટ્યુટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઑફ ઇન્ડિયા (આઈસીએઆઈ) અને ઇન્સ્ટીટયુટ ઑફ સર્ટીફાઈડ પબ્લિક એકાઉન્ટસ ઑફ કેન્યા (આઈસીપીએકે) વચ્ચેના સમજૂતી કરારોને મંજૂરી આપી

Posted On: 26 SEP 2018 4:14PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય મંત્રી મંડળની બેઠકે ઇન્સ્ટીટ્યુટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઑફ ઇન્ડિયા (આઈસીએઆઈ) અને ઇન્સ્ટીટયુટ ઑફ સર્ટીફાઈડ પબ્લિક એકાઉન્ટસ ઑફ કેન્યા (આઈસીપીએકે) વચ્ચેના સમજૂતી કરારો પર હસ્તાક્ષર કરવા માટે મંજૂરી આપી દીધી છે. તેના વડે સંયુક્ત સંશોધન, ગુણવત્તાયુક્ત સહાય, ક્ષમતા અને સક્ષમતા નિર્માણ, તાલીમાર્થી એકાઉન્ટન્ટ આદાન-પ્રદાન કાર્યક્રમો અને સતત વ્યવસાયિક વિકાસ (સીપીડી) પાઠ્યક્રમ, કાર્યશાળા અને સંમેલનના આયોજન વડે પારસ્પરિક સહયોગ અને સંગઠન સ્થાપિત કરવા માટે સહાયતા મળશે.

વિગતો:

  • આઈસીએઆઈ અને આઈસીપીએકે પારસ્પરિક સંસ્થાના કર્મચારીઓને તેમના કાર્યક્રમ અનુસાર નક્કી કરવામાં આવેલ અનૌપચારિક કાર્ય સ્થળના માધ્યમ વડે તેમના જ્ઞાન અને અનુભવમાંથી શીખવાના અવસરો પૂરા પાડશે.
  • સમજૂતી કરારમાં નક્કી કરાયા મુજબ સભ્યો સાથેના સહયોગ અને આઈસીએઆઈએકેની વ્યૂહાત્મક ભાગીદારીનો પ્રચાર કરવા તેમજ જાગૃતિ ફેલાવવા માટેની પ્રવૃત્તિઓને સંયુક્ત રીતે પ્રોત્સાહન આપશે.
  • આઈસીએઆઈ અને આઈસીપીએકે મુખ્ય પહેલો અને તાલીમાર્થી એકાઉન્ટન્ટ આદાન-પ્રદાન કાર્યક્રમો પર સહયોગ સાધશે.

મુખ્ય અસરો:

ભારત, કેન્યાનો છઠ્ઠો સૌથી મોટો વેપારી ભાગીદાર છે અને કેન્યાને સૌથી વધુ નિકાસ કરતો દેશ છે. આફ્રિકન દેશો પરના એક અહેવાલ અનુસાર, સકલ ઘરેલું ઉત્પાદન (જીડીપી)ના વિકાસની દ્રષ્ટીએ કેન્યાનું અર્થતંત્ર 2017માં આફ્રિકામાં ટોચના પ્રદર્શનકર્તાઓમાનું એક રહ્યું હોવાની સંભાવના છે. કેન્યા પાસે મોટા પ્રમાણમાં વૈવિધ્યપૂર્ણ આર્થિક આધાર છે અને તે કેન્યામાં બનેલી વસ્તુઓ માટે ભારતીય બજારોમાં વધુમાં વધુ પહોંચ પ્રાપ્ત કરવાનું લક્ષ્ય ધરાવે છે જ્યારે ભારત કેન્યાનો ટોચનો વિદેશી વેપારી ભાગીદાર બનવાની સંભાવનાઓ શોધવામાં રસ ધરાવે છે.

કેન્યાનું અર્થતંત્ર એ આફ્રિકન દેશોની વચ્ચે ટોચના અર્થતંત્રોમાનું એક છે તે બાબતનો સ્વીકાર કરીને અને બંને દેશો દ્વારા તાજેતરના ભૂતકાળમાં હાથ ધરવામાં આવેલ રોકાણો અને વિશ્વાસને ધ્યાનમાં રાખીને ભારતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અગાઉથી જ દેશના આર્થિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવી રહ્યા છે; કેન્યામાં ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટે વ્યવસાયિક તકોની પુષ્કળ સંભાવનાઓ રહેલી છે.

 

 

NP/J.Khunt/GP/RP



(Release ID: 1547415) Visitor Counter : 249