મંત્રીમંડળ

મંત્રીમંડળે એપ્લાઇડ સાયન્સ અને ઔદ્યોગિક ટેકનોલોજીમાં સહકાર વધારવા માટે ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે થયેલા એમઓયુને મંજૂરી આપી

Posted On: 26 SEP 2018 4:09PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળને એપ્લાઇડ સાયન્સ અને ઔદ્યોગિક ટેકનોલોજીમાં સહકાર સ્થાપિત કરવા ભારત અને સાઉથ કોરિયા વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ)ની જાણકારી આપવામાં આવી છે. એમઓયુ પર નવી દિલ્હીમાં 9 જુલાઈ, 2018નાં રોજ દક્ષિણ કોરિયાનાં રાષ્ટ્રપતિની ભારતની મુલાકાત દરમિયાન હસ્તાક્ષર થયાં  હતાં.

 

આ એમઓયુનો ઉદ્દેશ અને લક્ષ્યાંક એપ્લાઇડ સાયન્સ અને ઔદ્યોગિક ટેકનોલોજીનાં ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકારને પ્રોત્સાહન આપવાનો તેમજ સ્થાયી વિકાસ અને જીવનની ગુણવત્તા વધારવાનો છે.

 

 

NP/J.Khunt/GP/RP

 



(Release ID: 1547405) Visitor Counter : 102