મંત્રીમંડળ

મંત્રીમંડળે બ્રિક્સ ઇન્ટર બેંક કો-ઓપરેશન મિકેનિજમ હેઠળ એક્ઝિમ બેંક દ્વારા ડિજિટલ અર્થતંત્રના વિકાસ સંદર્ભે ડિસ્ટ્રીબ્યુટેડ લેઝર અને બ્લોક ચેઈન ટેકનોલોજી પર સહયોગી સંશોધન માટે કરાયેલ સમજૂતી કરારને મંજૂરી આપી

Posted On: 12 SEP 2018 4:29PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક ઑફ ઇન્ડિયા (એક્ઝીમ બેંક) દ્વારા ડિજિટલ અર્થતંત્રના વિકાસનાં સંદર્ભમાં ડિસ્ટ્રીબ્યુટેડ લેઝર અને બ્લોક ચેઈન ટેકનોલોજીમાં સહયોગ માટે કરાયેલ સમજૂતી કરારને મંજૂરી આપી છે. જેમાં બ્રિક્સના ઇન્ટર બેંક કો-ઓપરેશન મિકેનિઝમ હેઠળ સામેલ થનારી સભ્ય બેંકોમાં - Banco Nacional de DesenvolvimentoEconomico e Social (બ્રાઝિલની BNDES), ચીન ડેવલપમેન્ટ બેંક (CDB), સ્ટેટ કોર્પોરેશન બેંક ફોર ડેવલપમેન્ટ એન્ડ ફોરેન ઈકોનોમિક એફેર્સ (રશિયાની Vnesheconom bank) અને ડેવલપમેન્ટ બેંક ઑફ સધર્ન આફ્રિકા (DBSA)નો સમાવેશ થશે.

મહત્વની અસર:

બ્રિક્સ રાષ્ટ્રો આર્થિક ક્ષેત્રોમાં જે વિવિધ પ્રકારના પડકારોનો સામનો કરી રહ્યા છે તેના સક્ષમ ઉપાયો માટે ડિસ્ટ્રીબ્યુટેડ લેઝર/બ્લોક ચેઈન ટેકનોલોજી મહત્વ ધરાવે છે. આ સમજૂતી કરારનો ઉદ્દેશ સંયુક્ત સંશોધનના પ્રયાસો દ્વારા સંબંધિત બિઝનેસ ઓપરેશનના ક્ષેત્રો નક્કી કરીને, સંશોધનની કાર્યક્ષમતા વધે તે રીતે તેના ઉપયોગની ક્ષમતા દ્વારા ડિસ્ટ્રીબ્યુટેડ લેઝર/બ્લોક ચેઈન ટેકનોલોજી અંગેની સમજણમાં વધારો કરવાનો છે.

પૂર્વભૂમિકા:

બ્રિક્સ દેશોના આગેવાનોએ ચીનમાં ડિજિટલ અર્થવ્યવસ્થા અંગે શ્યામેન ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરીને ડિજિટલ અર્થવ્યવસ્થાનાં મહત્વ અને બ્રિક્સ રાષ્ટ્રો કેવી રીતે તેનો લાભ લઈ શકે અને વૈશ્વિક આર્થિક વિકાસમાં ધમધમતી ડિજિટલ અર્થતંત્રની ગતિશીલતાનો લાભ લઈને વૈશ્વિક આર્થિક વિકાસને વેગ આપીને સૌને લાભદાયી બની શકે તેવો છે. આ મુજબ ડિસ્ટ્રીબ્યુટેડ લેઝર્સ અને બ્લોક ચેઈન ટેકનોલોજી અંગે ડિજિટલ અર્થતંત્રના વિકાસ અંગે સંયુક્ત સંશોધન માટે તમામ સભ્ય બેંકોએ કરાર કરવાનું સૂચન કર્યું હતું.

 

 

NP/J.KHUNT/GP/RP



(Release ID: 1545860) Visitor Counter : 172