વહાણવટા મંત્રાલય

‘સાગરમાલા’ની નકલી વેબસાઈટ

Posted On: 06 SEP 2018 11:48AM by PIB Ahmedabad

નવી દિલ્હી, 06 સપ્ટેમ્બર, 2018

 

શિપિંગ મંત્રાલયના ધ્યાનમાં આવ્યું છે કે યૂઆરએલ : http://sagarmala.org.in/ ની સાથે એક નકલી વેબસાઈટ લિંક રોજગારીની શોધ કરી રહેલા લોકોની સાથે-સાથે ‘સાગરમાલા’ કાર્યક્રમના અન્ય વાસ્તવિક હિતધારકોને પણ ઈ-મેઈલ દ્વારા મોકલવામાં આવી રહી છે. આ નકલી વેબસાઈટ સાગરમાલાની મૂળ વેબસાઈટ જેવી જ દેખાય છે અને તેમાં ઈજનેરી તાલીમાર્થી તેમજ ડિપ્લોમા તાલીમાર્થીની ભરતીની બાબતમાં એક ખોટી જાહેરાત અપાઈ છે.

આ પ્રેસ વિજ્ઞપ્તિના માધ્યમથી લોકોને આ રીતની ખોટી તેમજ ભ્રામક જાહેરાતો સામે સજાગ કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ રીતની છેતરપીંડી, ગેરવ્યાજબી, બનાવટી અને ખોટી માહિતી આપવી અથવા છેતરપીંડી કરવી ઇન્ફર્મેશન ટેક્નોલોજી એક્ટ અને ઇન્ડિયન પેનલ કોડ હેઠળ સ્પષ્ટ ઉલ્લંઘન છે, જેવું આ બાબતમાં જાણવા મળ્યું છે. આ રીતની છેતરપીંડી કરનારા સમસ્ત એકમો તેમજ સંસ્થાઓની સામે ઝડપી અને કડક ફોજદારી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

‘સાગરમાલા’ કાર્યક્રમના દરેક હિતધારકોને એ વાત ચોક્કસથી ધ્યાનમાં રાખવી જોઈએ કે સાગરમાલાની વેબસાઈટનું સત્તાવાર ડોમેન – http://www.sagarmala.gov.in/ છે.

 

J.Khunt/GP                                 



(Release ID: 1545155) Visitor Counter : 171