મંત્રીમંડળ
મંત્રીમંડળે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં સહયોગ સ્થાપિત કરવા માટે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે થયેલી સમજૂતીને મંજૂરી આપી
Posted On:
09 AUG 2018 5:00PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં વિજ્ઞાન અને ટેકનોલોજીમાં સહયોગ સ્થાપિત કરવા માટે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ)ને મંજૂરી આપવામાં આવી છે.
આ એમઓયુ પર મે, 2018માં નવી દિલ્હીમાં કેન્દ્રીય વિજ્ઞાન, ટેકનોલોજી અને પૃથ્વી વિજ્ઞાન મંત્રી ડૉ. હર્ષવર્ધને અને મે, 2018માં જાકાર્તામાં ઇન્ડોનેશિયા તરફથી ત્યાંનાં સંશોધન, ટેકનોલોજી અને ઉચ્ચ શૈક્ષણિક મંત્રી શ્રી મોહમ્મદ નાસિરે હસ્તાક્ષર કર્યા હતાં. આ એમઓયુ પર હસ્તાક્ષર થવાથી બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધ માટે એક નવા અધ્યાયની શરૂઆત થશે. તેનાથી બંને પક્ષોને વિજ્ઞાન અને ટેકનોલોજીનાં ક્ષેત્રમાં પારસ્પરિક હિતોને સાધવા માટે પૂરક બળ મળશે.
આ એમઓયુનો ઉદ્દેશ વિજ્ઞાન અને ટેકનોલોજીનાં ક્ષેત્રમાં સમાનતા અને પારસ્પરિક લાભનાં આધારે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે સહયોગ વધારવાનો છે. તેમાં હિતધારકોમાં ભારત અને ઇન્ડોનેશિયાની વિજ્ઞાન સંસ્થાઓનાં સંશોધકો, શિક્ષણ, આરએન્ડડી પ્રયોગશાળાઓ અને કંપનીઓ સામેલ છે. તાત્કાલિક સહયોગ સ્થાપિત કરવા માટે પસંદ કરવામાં આવેલા સંભવિત ક્ષેત્રોમાં ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેકનોલોજી (આઇસીટી), લાઇફ સાયન્સિસ (બાયો ટેકનોલોજી, કૃષિ અને જૈવ ચિકિત્સા વિજ્ઞાન), ઊર્જામાં સંશોધન, જળ ટેકનોલોજી, આપત્તિ વ્યવસ્થાપન, અંતરિક્ષ વિજ્ઞાન, ટેકનોલોજી અને એપ્લિકેશન, જિયોસ્પેશ્યલ ઇન્ફોર્મેશન એન્ડ વ્યવહારિક રસાયણ વિજ્ઞાન સામેલ છે.
(Release ID: 1542526)
Visitor Counter : 178