મંત્રીમંડળ

મંત્રીમંડળે ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા અને બહરિન ઇન્સ્ટિટ્યૂટ ઑફ બેંકિંગ એન્ડ ફાઇનાન્સ વચ્ચેની સમજૂતીને મંજૂરી આપી

Posted On: 18 JUL 2018 5:31PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી. તેમાં ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઑફ ઇન્ડિયા (આઇસીએઆઈ) અને બહરિન ઇન્સ્ટિટ્યૂટ ઑફ બેંકિંગ એન્ડ ફાઇનાન્સ (ડીઆઈડીએફ), બહરિન વચ્ચે બહરિનમાં એકાઉન્ટિંગ, ફાઇનાન્સ અને ઓડિટની ચકાસણીમાં જાણકારીનાં આધારને મજબૂત બનાવવામાં એક સાથે કામ કરવા થયેલી સમજૂતીને મંજૂરી આપવામાં આવી હતી.

મુખ્ય વિશેષતાઓઃ

1.            આઇસીએઆઈ એકાઉન્ટિંગ અને ફાઇનાન્સ સાથે સંબંધિત બીઆઈબીએફનાં એકઉન્ટિંગ અને ફાઇનાન્સ અભ્યાસક્રમની સમીક્ષા કરીને બીઆઇબીએફને ટેકનિકલ મદદ ઉપલબ્ધ કરાવશે.

2.            આઇસીએઆઈ પોતાનાં સીએ અભ્યાસક્રમને લાગુ કરવાની ભલામણ કરશે, જેથી બીઆઇબીએફનાં વિદ્યાર્થીઓને આઇસીએઆઈનું સભ્યપદ મેળવવાનાં ઉદ્દેશ સાથે આઇસીએઆઈની પરીક્ષામાં બેસવામાં મદદ મળશે.

3.            આઇસીએઆઈ યોગ્યતા ધરાવતાં બીઆઇબીએફ વિદ્યાર્થીઓ માટે આઇસીએઆઈની વ્યાવસાયિક પરીક્ષાનું આયોજન કરવા માટે ટેકનિકલ સહાયતા ઉપલબ્ધ કરાવશે.

આ સમજૂતી આઇસીએઆઈનાં સભ્યોની વ્યાવસાયિક કામગીરી વધારવાની તક પ્રદાન કરશે અને સાથે-સાથે આઇસીએઆઈ સ્થાનિક રાષ્ટ્રીય સંસ્થા બની જશે.

આ સમજૂતીનો ઉદ્દેશ એક સાથે કામ કરવાનો છે, જેથી સભ્યો, વિદ્યાર્થીઓ અને તેમની સંસ્થાઓનાં હિતમાં પારસ્પરિક લાભદાયક સંબંધિત વિકસિત થઈ શકે.

લાભાર્થીઃ

બહરિનમાં કોઈ સ્થાનિક વ્યાવસાયિક એકાઉન્ટિંગ સંસ્થા નથી. એટલે આઇસીએઆએ બીઆઇબીએફ સાથે સાથ-સહકાર સ્થાપિત કર્યો છે. તેનાથી બહરિનનાં બજારમાં કામ કરતાં ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પર સકારાત્મક અસર પડશે અને બહરિન જવા ઇચ્છતાં લોકોને પણ સરળતાપૂર્વક લાભ થશે. બહરિનને આઇસીએઆઈની શાખ અને યોગ્યતામાં વિશ્વાસ છે. બહરિન પોતાનાં નાગરિકોને એકાઉન્ટિંગ અને એકાઉન્ટિંગ પરીક્ષાનાં ક્ષેત્રમાં પ્રોત્સાહન આપવા માગે છે. તેનાથી સક્ષમ એકાઉન્ટિંગ વ્યાવસાયિકોનો આધાર ઊભો થશે, જેનાં પરિણામે એકાઉન્ટિંગનાં ક્ષેત્રમાં કૌશલ્ય વિકાસનો માર્ગ પ્રશસ્ત થશે.

પૃષ્ઠભૂમિઃ

ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઑફ ઇન્ડિયા (આઇસીએઆઈ) ભારતમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનાં વ્યવસાયનાં નિયમન માટે સંસદ દ્વારા પસાર કરેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ધારા, 1949 દ્વારા સ્થાપિત કાયદેસર સંસ્થા છે. બહરિન ઇન્સ્ટિટ્યૂટ ઑફ બેંકિંગ એન્ડ ફાઇનાન્સ (બીઆઇબીએફ)ની સ્થાપના બહરિન સામ્રાજ્યમાં માનવ મૂડીને તાલીમ આપવા અને વિકસિત કરવા માટે 1981માં થઈ હતી.

RP



(Release ID: 1539178) Visitor Counter : 125