મંત્રીમંડળ

મંત્રીમંડળે 2019-20 સુધી પ્રાદેશિક ગ્રામીણ બેંકોનાં પુનઃમૂડીકરણની યોજનાને લંબાવવા માટે મંજૂરી આપી

Posted On: 04 JUL 2018 2:29PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આગામી ત્રણ વર્ષ માટે એટલે કે વર્ષ 2019-2020 સુધી પ્રાદેશિક ગ્રામીણ બેંકો (આરઆરબી)નાં પુનઃમૂડીકરણની યોજનાને લંબાવવાની મંજૂરી આપવામાં આવી હતી. આ મંજૂરી આરઆરબીને કેપિટલ ટૂ રિસ્ક વેઇટેડ એસેટ્સ રેશિયો (સીઆરએઆર) લઘુતમ નિર્ધારિત 9 ટકા જાળવવા સક્ષમ બનાવશે.

અસર:

મૂડીનું મજબૂત માળખું અને સીઆરએઆરનું લઘુતમ આવશ્યક સ્તર આરઆરબીની નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરશે, જે તેમને નાણાકીય સર્વસમાવેશકતામાં વિસ્તૃત ભૂમિકા ભજવવામાં અને ગ્રામીણ વિસ્તારોની ધિરાણ સંબંધિત જરૂરિયાતો પૂર્ણ કરવા સક્ષમ બનાવશે.

વિગત:

દેશમાં 56 આરઆરબી કાર્યરત છે. 31 માર્ચ, 2017નાં રોજ (કામચલાઉ ધોરણે) આરઆરબી દ્વારા કુલ રૂ. 2,28,599 કરોડનું ધિરાણ આપવામાં આવ્યું હતું, જેમાં ધિરાણ નીચે મુજબ મુખ્ય કેટેગરીઓને ફાળવવામાં આવ્યું હતું : -

 

વિગત

ધિરાણની રકમ (કરોડમાં)

કુલ ધિરાણની ટકાવારી

પ્રાથમિક ક્ષેત્રે કુલ ધિરાણ(પીએસએલ)

2,05,122

 

89.73%

 

કૃષિ (પીએસએલ હેઠળ)

1,54,322

67.51%

નાનાં અને સીમાંત ખેડૂતો (કૃષિ હેઠળ)

1,02,791

 

44.97%

 

(સ્રોત: નાબાર્ડ)

 

નાણાકીય વર્ષ 2010-2011માં આરઆરબીની પુનઃમૂડીકરણની યોજના શરૂ થઈ હતી અને વર્ષ 2012-13 અને 2015-16માં તેને બે વખત લંબાવવામાં આવી હતી. છેલ્લે 31.03.2017નાં રોજ તેનુ વિસ્તરણ કરવામાં આવ્યું હતું. ભારત સરકારનાં ભાગના રૂ. 1450 કરોડમાંથી કુલ રૂ. 1107.20 કરોડની રકમ 31 માર્ચ, 2017નાં રોજ આરઆરબીને આપવામાં આવી છે. બાકીની રૂ. 342.80 કરોડની રકમનો ઉપયોગ આરઆરબીને પુનઃમૂડીકરણ માટે સાથ-સહકાર આપવા માટે થશે, જેમનો સીઆરએઆર વર્ષ 2017-18, 2018-19 અને 2019-20 દરમિયાન 9 ટકાથી ઓછો છે.

 

આરઆરબીની ઓળખ માટે પુનઃમૂડીકરણની જરૂર છે અને પ્રદાન કરવામાં આવેલી રકમનો નિર્ણય નાબાર્ડ સાથે ચર્ચા કરીને લેવામાં આવશે.

નાણાં મંત્રીએ નાણાકીય વર્ષ 2018-19 માટેનાં અંદાજપત્રીય ભાષણમાં નાણાકીય રીતે સદ્ધર આરઆરબીને ભારત સરકાર, રાજ્ય સરકાર અને પ્રાયોજિત બેંક સિવાય અન્ય સ્રોતોમાંથી મૂડીભંડોળ ઊભું કરવા સાથે આપેલી સંબંધિત મંજૂરી ઉપરાંતની સુવિધા છે.

પૃષ્ઠભૂમિ:

આરઆરબીની રચના ગ્રામીણ વિસ્તારોમાં ખેતી, વેપાર, વાણિજ્ય, ઉદ્યોગ અને અન્ય આનુષંગિક કામગીરીઓનાં વિકાસ માટે નાનાં અને સીમાંત ખેડૂતો, કૃષિ મજૂરો, કલાકારો અને નાનાં ઉદ્યોગસાહસિકોને ધિરાણ અને અન્ય સુવિધાઓ પ્રદાન કરવાનાં ઉદ્દેશ સાથે થઈ હતી. આરઆરબી ભારત સરકાર, સંબંધિત રાજ્ય સરકાર અને પ્રાયોજિત બેંકોની સંયુક્ત માલિકીની છે, જેમાં તેમનો ભાગ અનુક્રમે 50 ટકા, 15 ટકા અને 35 ટકા છે.

 

NP/J.Khunt/GP/RP



(Release ID: 1537657) Visitor Counter : 89