મંત્રીમંડળ
મંત્રીમંડળે આરોગ્ય સુવિધાના ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા ભારત અને બહેરિન વચ્ચેની સમજૂતીને મંજૂરી આપી
Posted On:
27 JUN 2018 3:39PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી. તેમાં આરોગ્ય સુવિધાનાં ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા ભારત અને બહેરિન વચ્ચે થયેલા સમજૂતી કરાર (એમઓયુ)ને મંજૂરી આપવામાં આવી હતી.
સમજૂતી કરાર સહકારની નીચેની બાબતોને આવરી લે છેઃ
- પ્રકાશનો અને સંશોધનનાં પરિણામો સહિત માહિતીનું આદાન-પ્રદાન;
- સરકારી અધિકારીઓ, શૈક્ષણિક કર્મચારીઓ, શિક્ષકો, નિષ્ણાંતો અને વિદ્યાર્થીઓ દ્વારા મુલાકાતોનું આદાન-પ્રદાન;
- કાર્યશાળા અને તાલીમ અભ્યાસક્રમોમાં સહભાગીતા;
- ખાનગી-સરકારી અને શૈક્ષણિક એમ બંને સ્તરે સ્વાસ્થ્ય અને તબીબી સંશોધન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું; અને
- પરસ્પર નિર્ણય લીધા હોય એ મુજબ સહકારનાં અન્ય કોઈ પણ સરકારી સ્વરૂપો
કાર્યકારી જૂથ સહકારની વિસ્તૃત વિગતો આપશે અને આ સમજૂતી કરારનાં અમલ પર નજર રાખશે
NP/J.Khunt/RP
(Release ID: 1536792)
Visitor Counter : 106