મંત્રીમંડળ

મંત્રીમંડળે રાજ્યસભામાં પડતર નાલંદા વિશ્વિદ્યાલય (સુધારા) બીલ, 2013ને પાછું ખેચવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે

Posted On: 13 JUN 2018 6:11PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે રાજ્ય સભામાં પડતર નાલંદા વિશ્વવિદ્યાલય (સુધારા) બીલ, 2013ને પાછું ખેચવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

નાલંદા વિશ્વવિદ્યાલયની સ્થાપના ઓક્ટોબર, 2009માં થાઈલેન્ડમાં આયોજિત ચોથી પૂર્વ એશિયા શિખર બેઠકમાં જાહેર કરવામાં આવેલ સંયુક્ત પ્રેસ નિવેદનના આધાર પર કરવામાં આવી હતી. અખબારી યાદીમાં એક બિન સરકારી, બિન નફાકારી, બિન સાંપ્રદાયિક અને સ્વ-શાસન ધરાવતા આંતરરાષ્ટ્રીય સંસ્થાનની સ્થાપના કરવા માટે ટેકો આપવામાં આવ્યો હતો. ત્યારબાદ સંસદ દ્વારા નાલંદા વિશ્વવિદ્યાલય કાયદો, 2010 પસાર કરવામાં આવ્યો અને તે 25 નવેમ્બર, 2010થી અમલમાં મુકવામાં આવ્યો.

વર્તમાન પ્રસ્તાવ રાજ્ય સભામાં નાલંદા વિશ્વવિદ્યાલય (સંશોધન) 2013ને પાછો ખેંચવા માટેનો છે. 26 ઓગસ્ટ, 2013ના રોજ રાજ્ય સભામાં પ્રસ્તુત કરવામાં આવેલ આ બિલનો ઉદ્દેશ્ય નાલંદા વિશ્વવિદ્યાલય અધિનિયમ, 2010ની કેટલીક જોગવાઈઓમાં સંશોધન કરવાનો અને કેટલીક નવી જોગવાઈઓને તેમાં ઉમેરવાનો હતો.

નાલંદા વિશ્વવિદ્યાલય બીલ, 2010ના અનુચ્છેદ 7 અનુસાર નાલંદા વિશ્વવિદ્યાલયના સંચાલન બોર્ડની રચના કરવામાં આવી છે અને તે ભારતના આદરણીય રાષ્ટ્રપતિની મંજૂરીથી 21.11.2016થી અમલમાં મુકવામાં આવેલ છે. પ્રસ્તાવિત સુધારાઓ પર આગળ વધવા માટે કોઈપણ અંતિમ નિર્ણય લેતા પહેલા નાલંદા વિશ્વવિદ્યાલયના સંચાલન બોર્ડની સાથે સુધારા બિલ ઉપર ચર્ચા વિચારણા કરવાની જરૂર રહેશે. વર્તમાન સંચાલન બોર્ડ સંપૂર્ણ નાલંદા વિશ્વવિદ્યાલય બિલ, 2010 પર નવીન રીતે પણ વિચાર કરી શકે છે અને જ્યાં પણ જરૂર લાગે ત્યાં સુધારા અથવા ઉમેરો કરવા માટેના સૂચનો આપી શકે છે.

સપ્ટેમ્બર, 2014માં વિદેશ મંત્રી શ્રીમતી સુષ્મા સ્વરાજ દ્વારા વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ભારતના આદરણીય રાષ્ટ્રપતિ વિશ્વવિદ્યાલયના વિજિટર છે. ડૉ. વિજય ભાટકર વિશ્વવિદ્યાલયના ચાન્સેલર અને પ્રોફેસર સુનૈના સિંહ કુલપતિ છે. હાલમાં વિશ્વવિદ્યાલયના ત્રણ અભ્યાસ કેન્દ્રો સ્કુલ ઑફ હિસ્ટોરિકલ સ્ટડીઝ, સ્કુલ ઑફ ઇકોલોજી એન્ડ એન્વાયરમેન્ટ સ્ટડીઝ અને સ્કુલ ઑફ બૌદ્ધિસ્ટ સ્ટડીઝમાં કુલ 116 વિદ્યાર્થીઓ છે. તેમાં 21 દેશોના 35 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે.

NP/RP


(Release ID: 1535405)