મંત્રીમંડળ

મંત્રીમંડળે સ્થળલક્ષી આયોજન, જળ વ્યવસ્થાપન અને મોબિલિટી વ્યવસ્થાપનના ક્ષેત્રમાં ભારત અને નેધરલેન્ડ વચ્ચે ટેકનિકલ સહકાર અંગેના સમજૂતિ કરારના વિસ્તરણને મંજૂરી આપી

Posted On: 06 JUN 2018 3:29PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલા મંત્રીમંડળને એપ્રિલ 2018માં ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે થયેલા સ્થળલક્ષી આયોજન, જળ વ્યવસ્થાપન અને મોબિલિટી વ્યવસ્થાપનના ક્ષેત્રમાં ટેકનિકલ સહકાર અંગેના સમજૂતિ કરાર અંગે માહિતી આપવામાં આવી હતી.

વિગતો:

આ સમજૂતિનો હેતુ સ્થળલક્ષી આયોજન, જળ વ્યવસ્થાપન અને સમાંતર ધોરણે મોબિલિટી વ્યવસ્થાપન, પરવડે તેવા આવાસ, સ્માર્ટ શહેરી વિકાસ, જળ પુરવઠા અને ગટર પ્રણાલી વ્યવસ્થા, જળ પુરવઠો અને રિસાઇકલ, ભૂજળ સ્તર પર કૃત્રિમ રિચાર્જ દ્વારા તાજા પાણીનું સંરક્ષણ, ભૌગોલિક માહિતી પ્રણાલી (જીઆઇએસ), ખરાબ જળ વ્યવસ્થાપન, ઘન કચરા વ્યવસ્થાપન અને પરસ્પર લાભના ક્ષેત્રમાં બંને પક્ષ વચ્ચેના સહકારને મજબૂત બનાવવા તથા વેગ આપવાનો છે. તેમાં બંને દેશની જરૂરિયાતોને ધ્યાનમાં લેવામાં આવશે.

અમલીકરણ વ્યૂહરચના:

આ સમજૂતિ હેઠળ કરારના માળખામાં રહીને વ્યૂહરચના ઘડવા તથા કાર્યક્રમના અમલીકરણ માટે એક સંયુક્ત કાર્યકારી જૂથ (JWG)ની રચના કરવામાં આવશે. આ સંયુક્ત કાર્યકારી જૂથ વર્ષમાં એક વાર ભારત અને નેધરલેન્ડમાં વારાફરથી મળશે.

મહત્વની અસરો:

આ સમજૂતિ બંને દેશ વચ્ચેના સ્થળલક્ષી આયોજન, જળ વ્યવસ્થાપન અને મોબિલિટી વ્યવસ્થાપનમાં દ્વિપક્ષીય સહકારને વેગ આપશે.

લાભ:

આ સમજૂતી કરાર દ્વારા સ્થળલક્ષી આયોજન, જળ વ્યવસ્થાપન અને મોબિલિટી વ્યવસ્થાપન, સ્માર્ટ શહેરી વિકાસ, પરવડે તેવા આવાસ, કચરા વ્યવસ્થાપન, શહેરી પર્યાવરણ અને વારસાની જાળવણીના ક્ષેત્રમાં નવી રોજગારીની સંભાવનાઓ છે.

 

NP/J.Khunt/RP



(Release ID: 1534749) Visitor Counter : 112