પણજીમાં ચાલી રહેલા 57મા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (IFFI)માં, મહોત્સવનો અનુભવ રૂપેરી પડદાથી ઘણો આગળ વિસ્તરી રહ્યો છે. IFFI કેમ્પસ સર્જનાત્મક સંસ્થાઓ, સાંસ્કૃતિક પહેલો, પ્રાદેશિક વાનગીઓ, સ્થાનિક ઉત્પાદનો, મર્ચેન્ડાઇઝ અને સુગમતા પહેલો માટે એક જીવંત મિલન સ્થળ તરીકે વિકસ્યું છે. આ વિવિધ રજૂઆતો સાથે મળીને પ્રતિનિધિઓ, ફિલ્મ નિર્માતાઓ, વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓને ભારતના સમૃદ્ધ સર્જનાત્મક અને સાંસ્કૃતિક પરિદ્રશ્યને જાણવાની અને તેની સાથે જોડાવાની તક પૂરી પાડે છે.

સુગમતા અને સમાવેશને આગળ ધપાવવો
કેમ્પસની એક મહત્વપૂર્ણ વિશેષતા સ્વયમ (Svayam) દ્વારા હાથ ધરવામાં આવેલી જાગૃતિ પહેલ છે, જે ઓછી ગતિશીલતા ધરાવતા વ્યક્તિઓના ગૌરવ અને સુગમતા માટે કાર્યરત સંસ્થા છે. IFFIમાં બીજી વખત ભાગ લઈ રહેલ સ્વયમ, સુગમ જાહેર સ્થળોની જરૂરિયાત અને સાંસ્કૃતિક તથા સામાજિક પ્રવૃત્તિઓમાં દિવ્યાંગજનોની ભાગીદારી તરફ ધ્યાન દોરી રહ્યું છે. આ પહેલ સમગ્ર મહોત્સવ સ્થળ પર સુગમતાની વ્યવસ્થાઓને પૂરક બનાવે છે, જે સાંસ્કૃતિક અનુભવોને સૌના માટે સુગમ અને આવકારદાયક બનાવવાના મહત્વને સુદ્દઢ કરે છે.
ભારતની સર્જનાત્મક અને શૈક્ષણિક ઇકોસિસ્ટમનું પ્રદર્શન
આ મહોત્સવ કેમ્પસ સર્જનાત્મક ટેકનોલોજી, સિનેમા, પર્ફોર્મિંગ આર્ટ્સ અને ડિઝાઇન ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ માટે તેમની પહેલો રજૂ કરવા અને મુલાકાતીઓ સાથે સંવાદ કરવા માટેના એક મંચ તરીકે પણ સેવા આપે છે.
એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ, કોમિક્સ અને એક્સટેન્ડેડ રિયાલિટી (AVGC-XR) માટે ભારતનું રાષ્ટ્રીય શ્રેષ્ઠતા કેન્દ્ર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેક્નોલોજીસ (IICT), મુંબઈ પણ એનિમેશન કેરેક્ટર-મેકિંગ સ્પર્ધા દ્વારા મુલાકાતીઓને જોડી રહ્યું છે. તેનું મર્ચેન્ડાઇઝ પ્રદર્શન મુલાકાતીઓને સર્જનાત્મક ટેકનોલોજી ક્ષેત્રની સંભાવનાઓ અને વધતી તકોથી વધુ પરિચિત કરાવે છે.

પ્રકાશન વિભાગ નિર્દેશાલય (DPD) તેની પ્રતિષ્ઠિત ગાંધીવાદી શ્રેણીની સાથે ભારતીય સિનેમા પરના પ્રકાશનોનો સંગ્રહ રજૂ કરી રહ્યું છે. પસંદગીના પુસ્તકો પર વિશેષ ડિસ્કાઉન્ટ આકર્ષણમાં વધારો કરી રહ્યું છે, જે મુલાકાતીઓને તેની સાહિત્યિક રજૂઆતો જોવા માટે પ્રોત્સાહિત કરે છે.
SA ફિલ્મ એકેડમી, ચેન્નાઈ; દાદા લક્ષ્મી ચંદ સ્ટેટ યુનિવર્સિટી ઓફ પર્ફોર્મિંગ એન્ડ વિઝ્યુઅલ આર્ટ્સ, રોહતક, હરિયાણા; અને JD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજીની ભાગીદારી ભારતના વિસ્તરતા મીડિયા, મનોરંજન અને સર્જનાત્મક ઉદ્યોગોમાં યોગદાન આપતી શૈક્ષણિક અને વ્યાવસાયિક વિદ્યાશાખાઓની વ્યાપકતાને વધુ પ્રતિબિંબિત કરે છે.
પ્રાદેશિક વિવિધતાનો સ્વાદ
ફૂડ સ્ટોલ્સ કેમ્પસના અનુભવમાં એક વધુ પરિમાણ ઉમેરે છે, જે પરંપરાગત નાગા વાનગીઓ અને બિરયાનીથી લઈને ઢોસા, કોફી અને બેકરી ઉત્પાદનો સુધીની વિવિધ પ્રાદેશિક અને લોકપ્રિય પસંદગીઓને એકસાથે લાવે છે. એક વિશિષ્ટ ગોવન સ્પર્શ ઉમેરતા, ગોવા ફોરેસ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ સ્થાનિક કાજુ પ્રદર્શિત કરી રહ્યું છે, જે પ્રદેશની સ્વદેશી પેદાશને ઉજાગર કરે છે.

મર્ચેન્ડાઇઝ આઉટલેટ્સ મુલાકાતીઓને મહોત્સવના સ્મૃતિચિહ્નો અને સર્જનાત્મક ઉત્પાદનોની શ્રેણી ઓફર કરે છે. ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (FTII), પુણે, કપડાં અને એસેસરીઝ પ્રદર્શિત કરી રહ્યું છે, જ્યારે એન્ટરટેઇનમેન્ટ સોસાયટી ઓફ ગોવા (ESG) પણ મર્ચેન્ડાઇઝનો પોતાનો સંગ્રહ રજૂ કરી રહી છે.
મોટા પડદાથી પરે મનોરંજન
મહોત્સવના અનુભવને ડિજિટલ અને બ્રોડકાસ્ટ ક્ષેત્રમાં વિસ્તારતા, પ્રાઇમ વીડિયો, સ્ટોરી ટીવી એપ અને BIG FM પણ તેમના સંબંધિત સ્ટોલ્સ દ્વારા ભાગ લઈ રહ્યા છે. તેમની હાજરી મુલાકાતીઓને વિકસતા મીડિયા અને મનોરંજન પરિદ્રશ્યમાં વિવિધ ફોર્મેટ્સ અને પ્લેટફોર્મ્સ સાથે જોડાવાની તક પૂરી પાડે છે.
સ્ટોલ સંચાલકોએ તેમની ભાગીદારીને સરળ બનાવવા બદલ માહિતી અને પ્રસારણ મંત્રાલય, એન્ટરટેઇનમેન્ટ સોસાયટી ઓફ ગોવા અને નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલા સમર્થનની પ્રશંસા કરી હતી.
સર્જનાત્મક સંસ્થાઓ, પ્રાદેશિક સ્વાદ, સ્થાનિક ઉત્પાદનો, મનોરંજન પ્લેટફોર્મ્સ અને સુગમતા પહેલોના મિશ્રણ સાથે, IFFI કેમ્પસ મુલાકાતીઓને ભારતના સાંસ્કૃતિક અને સર્જનાત્મક પરિદ્રશ્યના અનેક પાસાઓને જાણવા, સંવાદ કરવા અને તેની સાથે જોડાવા માટેનું સ્થાન પ્રદાન કરે છે.

અહીં IFFILOID વાંચો:
https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1®=48
SM/DK/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com