ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને શ્રી ગુરુ નાનક દેવજીના પ્રકાશ પર્વ નિમિત્તે ગુરુદ્વારા રકાબ ગંજ સાહિબની મુલાકાત લીધી

પોસ્ટેડ ઓન: 24 NOV 2026 11:39AM by PIB Ahmedabad

શ્રી ગુરુ નાનક દેવજીના પ્રકાશ પર્વના પાવન અવસર પર, ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને આજે નવી દિલ્હી સ્થિત ગુરુદ્વારા રકાબ ગંજ સાહિબની મુલાકાત લીધી હતી અને પ્રાર્થના કરી હતી. તેમણે શ્રી ગુરુ ગ્રંથ સાહિબજી પ્રત્યે આદરના પ્રતીક રૂપે રૂમાલા સાહિબ પણ અર્પણ કર્યા હતા.

ઉપરાષ્ટ્રપતિએ આ શુભ અવસર પર સૌને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

પોતાના સંદેશમાં ઉપરાષ્ટ્રપતિએ કહ્યું:

“શ્રી ગુરુ નાનક દેવ જીના પ્રકાશ પર્વના પાવન અવસર પર, હું સૌને મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું.

શ્રી ગુરુ નાનક દેવજીના સત્ય, સમાનતા, કરુણા, નિઃસ્વાર્થ સેવા અને વિશ્વ બંધુત્વના શાશ્વત ઉપદેશો માનવતાને પ્રકાશિત કરતા રહે છે અને આપણને શાંતિ, સંવાદિતા અને પરસ્પર આદરમાં મૂળ ધરાવતા સમાજનું નિર્માણ કરવા માટે પ્રેરણા આપે છે.

તેમનો ‘કિરત કરો, વંડ છકો અને નામ જપો’નો સંદેશ આપણને સદાચાર, ગૌરવ અને માનવતાની સેવાના જીવન તરફ માર્ગદર્શન આપે.”

આ અવસર પર કેન્દ્રીય મંત્રી શ્રી હરદીપ સિંહ પુરી, દિલ્હીના ઉપરાજ્યપાલ શ્રી તરણજીત સિંહ સંધુ, દિલ્હીના મંત્રી શ્રી મનજિન્દર સિંહ સિરસા અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

 

SM/JY/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2340736) મુલાકાતી સંખ્યા : 7