રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ગુરુ નાનક દેવજીના પ્રકાશ પર્વની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિની શુભેચ્છાઓ

પોસ્ટેડ ઓન: 23 NOV 2026 6:47PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ ગુરુ નાનક દેવજીના પ્રકાશ પર્વની પૂર્વસંધ્યાએ તેમના દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે.

એક સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું છે કે, “ગુરુ નાનક દેવજીના પ્રકાશ પર્વના અવસરે, હું ભારત અને વિદેશમાં રહેતા તમામ ભારતીયોને મારી હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું.

ગુરુ નાનક દેવજી દ્વારા આપવામાં આવેલ ‘ઇક ઓંકાર’નો સંદેશ, સારરૂપે, સમગ્ર માનવતાની એકતાનો સંદેશ છે. તેમણે જાતિગત ભેદભાવ, સામાજિક ઊંચનીચ અને અસમાનતાથી મુક્ત સમાજના નિર્માણની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે શીખવ્યું કે પ્રેમ, કરુણા અને માનવતાની સેવા આપણા જીવનનો પાયો હોવો જોઈએ.

તેમના ઉપદેશોમાં ‘નામ જપો, કિરત કરો અને વંડ છકો’ ના સિદ્ધાંતોનું વિશેષ સ્થાન છે. તેમણે લોકોને પરમાત્માનું સ્મરણ કરવા, પ્રામાણિકતા અને પરિશ્રમ દ્વારા આજીવિકા રળવા અને પોતાની કમાણી અન્ય લોકો સાથે વહેંચવા પ્રોત્સાહિત કર્યા. લંગરની પરંપરા દ્વારા તેમણે સામાજિક સમાનતા, બંધુત્વ અને નિઃસ્વાર્થ સેવાના મૂલ્યોને વ્યવહારમાં દર્શાવ્યા.

આ પવિત્ર અવસરે, ચાલો આપણે ગુરુ નાનક દેવજીના ઉપદેશોનું પાલન કરવાનો અને સેવા, સમાનતા તથા સંવાદિતાના મૂલ્યોનું જતન કરીને સમાજ અને રાષ્ટ્રના કલ્યાણમાં યોગદાન આપવાનો સંકલ્પ લઈએ”.

SM/JD

 


(રીલીઝ આઈડી: 2340585) મુલાકાતી સંખ્યા : 7