પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ મનિલામાં આસિયાન શિખર સંમેલન દરમિયાન ફિલિપાઈન્સ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી


પોસ્ટેડ ઓન: 17 NOV 2026 4:29PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આસિયાન શિખર સંમેલન દરમિયાન મનિલામાં ફિલિપાઈન્સ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ફર્ડિનન્ડ આર. માર્કોસ જુનિયર સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રીએ આ વર્ષે આસિયાનની સફળ અધ્યક્ષતા કરવા બદલ ફિલિપાઈન્સને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે 2024 થી આસિયાનમાં ભારતના દેશ સંયોજક (country coordinator) તરીકે ફિલિપાઈન્સની ભૂમિકા અને આસિયાન-ભારત સંબંધોને મજબૂત કરવામાં તેના સતત સમર્થનની પ્રશંસા કરી હતી.

નેતાઓએ સપ્ટેમ્બર 2026 માં નવી દિલ્હીમાં BRICS શિખર સંમેલનની બાજુમાં તેમની તાજેતરની મુલાકાતને ઉષ્માભરી રીતે યાદ કરી હતી, જ્યાં રાષ્ટ્રપતિ માર્કોસ જુનિયરને પીએમ મોદીએ આસિયાન અધ્યક્ષ તરીકે આમંત્રણ આપ્યું હતું. તેમણે ઓગસ્ટ 2025માં રાષ્ટ્રપતિ માર્કોસ જુનિયરની રાજકીય મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે સ્થાપિત વ્યૂહાત્મક ભાગીદારી ના નેજા હેઠળ સંરક્ષણ અને સુરક્ષા, અવકાશ, રેલવે માળખાગત સુવિધાઓ, ફિનટેક તથા વેપાર અને રોકાણ જેવા વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગમાં વધતી ગતિની પ્રશંસા કરી હતી. નેતાઓએ પરસ્પર હિતના મુખ્ય પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું.

SM/BS/JD


(રીલીઝ આઈડી: 2337496) મુલાકાતી સંખ્યા : 27