પોસ્ટેડ ઓન:
14 NOV 2026 9:30PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આ દિવસને ભારતીય ક્રિકેટ માટે એક અસાધારણ દિવસ ગણાવ્યો હતો. તેમણે યુવા ક્રિકેટરોના શાનદાર પ્રદર્શન અને 'મેન્સ અંડર-19 એશિયા કપ 2026' જીતવા બદલ તેમના પ્રત્યે અત્યંત ગર્વ વ્યક્ત કર્યો હતો.
તેમની આ સફળતા અનેક યુવાનોને પ્રેરણા આપશે તેમ જણાવતા, પ્રધાનમંત્રીએ ટીમને તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ એક્સ (X) પર લખ્યું:
"ભારતીય ક્રિકેટ માટે એક અસાધારણ દિવસ!
આજના શાનદાર પ્રદર્શન અને 'મેન્સ અંડર-19 એશિયા કપ 2026' જીતવા બદલ આપણા યુવા ક્રિકેટરો પર ખૂબ જ ગર્વ છે. તેમની આ સફળતા અનેક યુવાનોને પ્રેરણા આપશે.
ટીમને તેમના ભવિષ્યના પ્રયાસો માટે ખૂબ ખૂબ શુભકામનાઓ."
SM/IJ/JD