પોસ્ટેડ ઓન:
04 NOV 2026 3:20PM by PIB Ahmedabad
રમતગમત વિભાગ, યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે આજે, 4 નવેમ્બર 2026 ના રોજ માય ભારત પોર્ટલ પર ‘ખેલો ભારત: ફ્રોમ મેન્યુફેક્ચરિંગ ટુ પોડિયમ ફિનિશ ક્વિઝ’ શરૂ કરી છે. આ ક્વિઝનો ઉદ્દેશ્ય દેશની સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમને મજબૂત કરવા, સ્થાનિક રમતગમતના સામાનના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને એશિયન ગેમ્સ 2026 તથા એશિયન પેરા ગેમ્સ 2026 માં ભારતની ભાગીદારી અને સિદ્ધિઓની ઉજવણી કરવા માટે ભારત સરકારની પહેલો વિશે જાહેર જાગૃતિ વધારવાનો છે.

આ ક્વિઝ 20 નવેમ્બર 2026 સુધી ખુલ્લી રહેશે. તેનો ઉદ્દેશ્ય નાગરિકો, વિદ્યાર્થીઓ, યુવાનો, વ્યાવસાયિકો અને રમતગમત પ્રેમીઓને ભારતની વિકસતી રમતગમત ઇકોસિસ્ટમ વિશે જાણકારી મેળવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે – જેમાં ઉત્પાદન અને નવીનતાથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે રમતગમતમાં શ્રેષ્ઠતા સુધીના વિવિધ પાસાઓનો સમાવેશ થાય છે.
આ ક્વિઝ ₹ 1,856.67 કરોડના પરિબ્યય સાથેની 'ખેલો ઇન્ડિયા સ્પોર્ટ્સ ગુડ્ઝ મેન્યુફેક્ચરિંગ સ્કીમ' પર પ્રકાશ પાડે છે, જેનો ઉદ્દેશ્ય ભારતના સ્થાનિક રમતગમતના સામાનના ઉત્પાદન ઇકોસિસ્ટમને મજબૂત કરવાનો છે. તેના બે ઘટકો – પ્રોત્સાહનો અને હસ્તક્ષેપો - રોકાણ સમર્થન, ઉત્પાદન ઝોન, વર્તમાન ક્લસ્ટરો, ઉત્પાદન પ્રોત્સાહનો, પ્રમાણપત્ર અને પરીક્ષણ, સંશોધન, કૌશલ્ય વિકાસ, સ્ટાર્ટ-અપ્સ, અને બ્રાન્ડિંગ તથા આઉટરીચને આવરી લે છે. આ પગલાં સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા, રોજગારીનું સર્જન કરવા, નિકાસ વધારવા અને ભારતીય રમતગમતના સામાનના ઉત્પાદકોની વૈશ્વિક સ્પર્ધાત્મકતાને મજબૂત કરવાનો પ્રયાસ કરે છે.
આ ક્વિઝ આઈચી-નાગોયા, જાપાન ખાતે યોજાયેલી 20મી એશિયન ગેમ્સ 2026 અને 5મી એશિયન પેરા ગેમ્સ 2026 માં ભારતની ભાગીદારીને પણ આવરી લે છે. ભારતે એશિયન ગેમ્સમાં 36 રમતો અને 255 સ્પર્ધાઓમાં 65 ખેલો ઇન્ડિયા એથ્લેટ્સ, 203 TOPS-સમર્થિત એથ્લેટ્સ અને 310 ડેબ્યુટન્ટ્સ સહિત કુલ 501 એથ્લેટ્સ ઉતાર્યા હતા. એશિયન પેરા ગેમ્સમાં, ભારતે 11 રમતો અને 177 સ્પર્ધાઓમાં 33 ખેલો ઇન્ડિયા એથ્લેટ્સ, 47 TOPS એથ્લેટ્સ, નેશનલ સેન્ટર્સ ઓફ એક્સેલન્સના છ એથ્લેટ્સ અને 61 ડેબ્યુટન્ટ્સ સહિત 168 એથ્લેટ્સ સાથે ભાગ લીધો હતો. આ ટુકડીઓએ એશિયન ગેમ્સમાં 31 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું અને એશિયન પેરા ગેમ્સમાં 25 નું પ્રતિનિધિત્વ કર્યું હતું.
આ થીમ્સ દ્વારા, ક્વિઝ મજબૂત સ્થાનિક રમતગમત ઉત્પાદન ઇકોસિસ્ટમના વિકાસને આંતરરાષ્ટ્રીય રમતગમત સ્પર્ધાઓમાં ભારતની વધતી જતી ઉપસ્થિતિ સાથે જોડવાનો પ્રયાસ કરે છે. તે ગ્રાઉન્ડ લેવલ પર ભાગીદારીને પ્રોત્સાહન આપવા, રમતગમતની પ્રતિભાને ઓળખવા અને તેને પ્રોત્સાહિત કરવા, રમતગમતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા અને એથ્લેટ્સ માટે રમતગમતની શ્રેષ્ઠતા તરફ આગળ વધવાના માર્ગો ઊભા કરવામાં ખેલો ઇન્ડિયાની ભૂમિકા પર પણ પ્રકાશ પાડે છે.
આ ક્વિઝ ઉંમર, ચોક્કસ લિંગ, શૈક્ષણિક લાયકાત અથવા રાજ્ય આધારિત પાત્રતાના નિયંત્રણો વિના તમામ ભારતીય નાગરિકો માટે ખુલ્લી છે. સહભાગીઓ પાસે 20 પ્રશ્નોના જવાબ આપવા માટે 15 મિનિટનો સમય હશે. ક્વિઝ આપતા પહેલા સહભાગીઓને માય ભારત પોર્ટલ પર ઉપલબ્ધ સંદર્ભ સામગ્રી વાંચવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
ક્વિઝના પરિણામોના આધારે શ્રેષ્ઠ 100 સહભાગીઓને ફિટ ઇન્ડિયા મર્ચન્ડાઇઝ પ્રાપ્ત થશે. ટાઈ થવાના કિસ્સામાં, કમ્પ્યુટર આધારિત લોટરી સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. સહભાગીઓ ક્વિઝ પૂર્ણ કર્યા પછી સાચા જવાબો જોઈ શકશે.
આ ક્વિઝ માય ભારત પોર્ટલ પર આ લિંક પર ઉપલબ્ધ છે: https://mybharat.gov.in/quizzes/yuva/detail/F4bPGADIB1E_OFqlCIFJWA/
યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દેશભરના નાગરિકો, વિદ્યાર્થીઓ, યુવાનો અને રમતગમત પ્રેમીઓને આ ક્વિઝમાં ભાગ લેવા અને રમતગમતના ઉત્પાદનને મજબૂત કરવા, રમતગમતની પ્રતિભાને પ્રોત્સાહિત કરવા અને દેશની રમતગમતની આકાંક્ષાઓને આગળ વધારવા માટેની ભારતની પહેલો વિશેની તેમની સમજને વધુ ઊંડી બનાવવા માટે આમંત્રણ આપે છે.
ક્વિઝની વિગતો
- ક્વિઝનું શીર્ષક: ખેલો ભારત: ફ્રોમ મેન્યુફેક્ચરિંગ ટુ પોડિયમ ફિનિશ ક્વિઝ
- ક્વિઝનો સમયગાળો: 4 નવેમ્બરથી 20 નવેમ્બર 2026
- સમયગાળો: 15 મિનિટ
- પ્રશ્નોની સંખ્યા: 20
- પાત્રતા: ઉંમરના ભેદભાવ વિના તમામ ભારતીય નાગરિકો
- પુરસ્કારો: શ્રેષ્ઠ 100 સહભાગીઓ માટે ફિટ ઇન્ડિયા મર્ચન્ડાઇઝ
IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com