રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારતીય રેલવે 31મી ઓક્ટોબર 2026ના રોજ સ્પેશિયલ કેમ્પેન 6ના સમાપન પહેલાં મુખ્ય લક્ષ્યાંકો પાર કર્યા


સ્વચ્છતા, મુસાફરોની સુવિધાઓ અને સેવા વિતરણ પર મુસાફરોના પ્રતિસાદ માટે 5,884 રેલવે સ્ટેશનો પર ‘રેલ જન સંવાદ’ યોજાયો

પોસ્ટેડ ઓન: 29 OCT 2026 5:33PM by PIB Ahmedabad

ભારતીય રેલવે 2 થી 31 ઓક્ટોબર 2026 દરમિયાન અમલમાં મુકાયેલા સ્પેશિયલ કેમ્પેન 6 (Special Campaign 6)માં સક્રિયપણે ભાગ લઈ રહી છે. જેમ જેમ આ ઝુંબેશ 31મી ઓક્ટોબરે તેના સમાપન તરફ વધી રહી છે, તેમ ભારતીય રેલવેએ તેના કેટલાક મુખ્ય લક્ષ્યાંકો પાર કરી દીધા છે, જેમાં સ્વચ્છતા, ભંગારનો નિકાલ, ઈ-કચરાનું સંચાલન, પેન્ડિંગ બાબતોનો નિકાલ અને પ્રક્રિયાનું સરળીકરણ મુખ્યત્વે સામેલ છે, જેણે પેન્ડિંગ બાબતોના નિકાલ માટેના વિશેષ કેમ્પેન (SCDPM-6) માં મોટો ફાળો આપ્યો છે.

એક મુખ્ય જન-કેન્દ્રિત પહેલ તરીકે, સ્વચ્છતા, મુસાફરોની સુવિધાઓ અને સેવા વિતરણ અંગે મુસાફરો સાથે સીધો સંવાદ સાધવા અને તેમના પ્રતિસાદ તથા સૂચનો મેળવવા માટે 22 ઓક્ટોબર 2026 ના રોજ દેશભરના 5,884 રેલવે સ્ટેશનો પર ‘રેલ જન સંવાદ’નું આયોજન કરવામાં આવ્યું હતું. રેલવે બોર્ડના ચેરમેન અને સીઈઓ શ્રી સતીશ કુમારે નવી દિલ્હી ખાતે હિતધારકો સાથે વાતચીત કરી હતી, જ્યારે DARPGના સચિવે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, મુંબઈ ખાતે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પહેલે સ્થાનિક મુદ્દાઓને ઓળખવાની અને મુસાફરોની સેવાઓમાં સુધારો કરવા માટે યોગ્ય અનુવર્તી કાર્યવાહી કરવાની તક પૂરી પાડી હતી.

31 ઓક્ટોબર 2026 ના રોજ સ્પેશિયલ કેમ્પેન 6 પૂર્ણ થવાનું છે, ત્યારે ભારતીય રેલવે સિદ્ધિઓને એકત્રિત કરવા અને સ્વચ્છતા, સંસાધનોના કાર્યક્ષમ સંચાલન, પેન્ડિંગ બાબતોના સમયસર નિકાલ અને સુધારેલી મુસાફર સેવાઓ પર ભાર મૂકીને ઝુંબેશ દરમિયાન અપનાવવામાં આવેલી શ્રેષ્ઠ પદ્ધતિઓને જાળવી રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખશે.

SM/NP/JD


(રીલીઝ આઈડી: 2330221) મુલાકાતી સંખ્યા : 8