પ્રધાનમંત્રીનું કાર્યાલય
એશિયન પેરા ગેમ્સમાં સિલ્વર મેડલ જીતવા બદલ પ્રધાનમંત્રીએ મનજીતને અભિનંદન પાઠવ્યા
પોસ્ટેડ ઓન:
21 OCT 2026 6:59PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સ 2026 માં પુરુષોની જેવલિન થ્રો F12/F13 સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ મનજીતને અભિનંદન પાઠવ્યા છે.
અગાઉની એશિયન પેરા ગેમ્સમાં ચોથા સ્થાને રહ્યા પછી 2026 માં સિલ્વર મેડલ જીતવા સુધીની મનજીત માટે આ પ્રગતિની કેટલી અદ્ભુત સફર છે તેમ નોંધતા, શ્રી મોદીએ જણાવ્યું હતું કે તેમની આ સફળતા તેમના સખત પરિશ્રમ, મહત્વાકાંક્ષા અને સમર્પણની સાક્ષી પૂરે છે, અને આશા વ્યક્ત કરી હતી કે તેઓ આગામી સમયમાં પણ ભારતને ગૌરવન્વિત કરતા રહે.
X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:
"મનજીત માટે પ્રગતિની કેટલી અદ્ભુત સફર! અગાઉની એશિયન પેરા ગેમ્સમાં ચોથા સ્થાને રહ્યા પછી 2026 માં સિલ્વર મેડલ જીતવા સુધી, તેમણે પુરુષોની જેવલિન થ્રો F12/F13 સ્પર્ધામાં જબરદસ્ત પ્રગતિ કરી છે. તેમને ખૂબ ખૂબ અભિનંદન. તેમની આ સફળતા તેમના સખત પરિશ્રમ, મહત્વાકાંક્ષા અને સમર્પણની સાક્ષી પૂરે છે. તેઓ આગામી સમયમાં પણ ભારતને ગૌરવન્વિત કરતા રહે: PM @narendramodi"
SM/JD
(રીલીઝ આઈડી: 2326237)
મુલાકાતી સંખ્યા : 18