પ્રધાનમંત્રીનું કાર્યાલય
એશિયન પેરા ગેમ્સમાં સિલ્વર મેડલ જીતવા બદલ પ્રધાનમંત્રીએ મોહમ્મદ યાસીરને અભિનંદન પાઠવ્યા
પોસ્ટેડ ઓન:
21 OCT 2026 6:46PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની શૉટ પુટ F46 સ્પર્ધામાં સિઝનના શ્રેષ્ઠ થ્રો સાથે સિલ્વર મેડલ મેળવવા બદલ મોહમ્મદ યાસીરને અભિનંદન પાઠવ્યા છે.
ગત સંસ્કરણથી લઈને અત્યાર સુધીની તેમની આ સફર વર્ષોની નિષ્ઠા, સખત પરિશ્રમ અને સતત સુધારો કરવાના દ્રઢ સંકલ્પને દર્શાવે છે તેમ નોંધતા, શ્રી મોદીએ આ પ્રશંસનીય પ્રદર્શન બદલ મોહમ્મદ યાસીરની સરાહના કરી હતી અને આગામી પ્રયાસો માટે શુભકામનાઓ પાઠવી હતી.
X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:
"મોહમ્મદ યાસીરે એશિયન પેરા ગેમ્સમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે, તેમણે પુરુષોની શૉટ પુટ F46 સ્પર્ધામાં સિઝનના શ્રેષ્ઠ થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો છે. ગત સંસ્કરણથી લઈને અત્યાર સુધીની તેમની આ સફર વર્ષોની નિષ્ઠા, સખત પરિશ્રમ અને સતત સુધારો કરવાના દ્રઢ સંકલ્પને દર્શાવે છે. આ પ્રશંસનીય પ્રદર્શન બદલ મોહમ્મદ યાસીરને ખૂબ ખૂબ અભિનંદન અને આગામી પ્રયાસો માટે શુભકામનાઓ: PM @narendramodi"
SM/JD
(રીલીઝ આઈડી: 2326182)
મુલાકાતી સંખ્યા : 18