ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
CCPAએ નિયંત્રિત અને જોખમી વિસ્ફોટક પદાર્થોની ઓનલાઇન લિસ્ટિંગ, હોસ્ટિંગ, જાહેરાત અને વેચાણને સુગમ બનાવવા સામે કાર્યવાહી કરી
સીસીપીએના હસ્તક્ષેપ પછી આ 7 ઓનલાઇન પ્લેટફોર્મ પરથી 3,940 વિક્રેતાઓને ડીલિસ્ટ કરવામાં આવ્યા
ઓનલાઇન પ્લેટફોર્મ પર વિસ્ફોટકોના વેચાણના કોઈપણ કિસ્સાની જાણ રાષ્ટ્રીય ઉપભોક્તા હેલ્પલાઇન નંબર 1915 પર કરી શકાય છે
પોસ્ટેડ ઓન:
19 OCT 2026 4:38PM by PIB Ahmedabad
સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)એ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ, 2019 અને કન્ઝ્યુમર પ્રોટેક્શન (ઈ-કોમર્સ) રૂલ્સ, 2020 ની જોગવાઈઓ હેઠળ, એક્સપ્લોસિવ્સ એક્ટ, 1884, એમોનિયમ નાઇટ્રેટ રૂલ્સ, 2012 અને અન્ય લાગુ પડતા નિયમો સાથે વાંચતા, ડિજિટલ પ્લેટફોર્મ્સ પર એમોનિયમ નાઇટ્રેટ, ગન પાવડર, પિક્રિક એસિડ અને પેન્ટાએરિથ્રિટોલ ટેટ્રાનાઇટ્રેટ (PETN) જેવા નિયંત્રિત અને જોખમી વિસ્ફોટક પદાર્થોની અનધિકૃત ઓનલાઇન સૂચિબદ્ધતા, હોસ્ટિંગ, જાહેરાત અને વેચાણને સુગમ બનાવવા સામે નિયમનકારી કાર્યવાહી શરૂ કરી છે. આ કાર્યવાહીનો ઉદ્દેશ્ય ઉપભોક્તા સુરક્ષા, જાહેર સુરક્ષા અને જવાબદાર ઈ-કોમર્સ પદ્ધતિઓને મજબૂત કરવાનો છે.
આ પદાર્થોને વિસ્ફોટકો તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે અને એક્સપ્લોસિવ્સ એક્ટ, 1884 અને તેના હેઠળ ઘડવામાં આવેલા નિયમો હેઠળ નિયંત્રિત કરવામાં આવ્યા છે. તેમના કાયદેસર વેચાણ અને ખરીદી માટે નિર્ધારિત લાયસન્સની જરૂર હોય છે, અને ઓનલાઇન પ્લેટફોર્મ્સ પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ સુનિશ્ચિત કરે કે વિક્રેતાઓના માન્ય પેસો (PESO - પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોસિવ્સ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન) લાયસન્સની વિગતો જાહેર કરવામાં આવે અને ખરીદી પહેલાં ખરીદદારોની ઓળખ તથા લાયસન્સ પ્રાપ્ત સ્થિતિની ચકાસણી કરવામાં આવે.
CCPAએ ઓનલાઇન પ્લેટફોર્મ્સ પર આવા પદાર્થોની ઓનલાઇન લિસ્ટિંગ અને વેચાણ અંગે કાર્યવાહી શરૂ કરી છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
- ઈન્ડિયામાર્ટ
- ટ્રેડઈન્ડિયા
- ડાયલ4ટ્રેડ
- જસ્ટડાયલ
- સિગ્મા-એલ્ડ્રિચ ઈન્ડિયા
- એક્સપોર્ટર્સઈન્ડિયા
- આઈબાયકેમિકલ્સ
આ પ્લેટફોર્મ્સે નીચે મુજબ કુલ 3,940 વિક્રેતાઓ અને લિસ્ટિંગ એન્ટ્રીઓની વિગતો પૂરી પાડી હતી. તમામ પ્લેટફોર્મ પરથી આ લિસ્ટિંગને ડીલિસ્ટ કરવામાં આવ્યા છે.
|
ક્રમ નં.
|
પ્લેટફોર્મ (સંસ્થા)
|
પદાર્થ
|
વિક્રેતાઓની સંખ્યા
|
|
1
|
ExportersIndia.com (Weblink.In Pvt. Ltd.)
|
એમોનિયમ નાઇટ્રેટ
PETN
પિક્રિક એસિડ
|
386
5
30
|
|
|
કુલ ExportersIndia.com
|
|
421
|
|
2
|
TradeIndia (Infocom Network Pvt. Ltd.)
|
પિક્રિક એસિડ અને PETN
|
166 (210 લિસ્ટિંગ એન્ટ્રીઓ)
|
|
3
|
Dial4Trade (Dial4Trade Technologies Pvt. Ltd.)
|
એમોનિયમ નાઇટ્રેટ
|
11
|
|
4
|
Sigma-Aldrich Chemicals Pvt. Ltd. (Merck)
|
એમોનિયમ નાઇટ્રેટ અને PETN
|
તેમના પ્લેટફોર્મ પર પોતાના ઉત્પાદનો વેચે છે અને થર્ડ-પાર્ટી વિક્રેતાઓને હોસ્ટ કરતા નથી.
|
|
5
|
Ibuychemikals
|
પિક્રિક એસિડ
|
તેમના પ્લેટફોર્મ પર પોતાના ઉત્પાદનો વેચે છે અને થર્ડ-પાર્ટી વિક્રેતાઓને હોસ્ટ કરતા નથી.
|
|
6
|
IndiaMART InterMESH Ltd.
|
એમોનિયમ નાઇટ્રેટ
ગનપાવડર/PETN
પિક્રિક એસિડ
|
2,700
22
370
|
|
|
કુલ IndiaMART InterMESH Limited
|
|
3,092
|
|
7
|
Just Dial Limited
|
એમોનિયમ નાઇટ્રેટ
|
206
|
|
કુલ
|
|
|
3,940
|
સીસીપીએ (CCPA) એ અત્યાર સુધીમાં નીચેના કેસોમાં અંતિમ આદેશો આપ્યા છે:
- ડાયલ4ટ્રેડ (Dial4Trade): એમોનિયમ નાઇટ્રેટના વેચાણ માટે ₹10 લાખનો દંડ.
- એક્સપોર્ટર્સઈન્ડિયા (Weblink.In Pvt. Ltd.): એમોનિયમ નાઇટ્રેટ અને પેન્ટાએરિથ્રિટોલ ટેટ્રાનાઇટ્રેટ (PETN) ના વેચાણ માટે ₹10 લાખનો દંડ.
- એક્સપોર્ટર્સઈન્ડિયા (Weblink.In Pvt. Ltd.): પિક્રિક એસિડના વેચાણ માટે ₹10 લાખનો દંડ.
- ડાયલ4ટ્રેડ ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ
- સીસીપીએ દ્વારા કંપની પર ₹10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને કંપનીને તેના પ્લેટફોર્મ પર એમોનિયમ નાઇટ્રેટ અને અન્ય કોઈપણ વિસ્ફોટક પદાર્થના લિસ્ટિંગ અને વેચાણને સુગમ બનાવવાનું બંધ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
- કંપનીએ કાયદાની કલમ 24 હેઠળ નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રેડ્રેસલ કમિશન (NCDRC) સમક્ષ આ આદેશને પડકાર્યો હતો. 9 ઓક્ટોબર 2026 ના રોજ પક્ષકારોને સાંભળ્યા પછી, NCDRC એ અપીલ ફગાવી દીધી હતી.
- આદેશમાં, લિસ્ટિંગને કાયદાની કલમ 2(28) અને 2(47) હેઠળ ગેરમાર્ગે દોરનારી જાહેરાતો અને અયોગ્ય વેપાર પદ્ધતિઓ ગણાવવામાં આવી હતી અને કંપનીને તેના પ્લેટફોર્મ પર ઉક્ત પદાર્થોના લિસ્ટિંગ અને વેચાણને સુગમ બનાવવાનું બંધ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
- એક્સપોર્ટર્સઈન્ડિયા (વેબલિંક.ઈન પ્રાઇવેટ લિમિટેડ)
- એમોનિયમ નાઇટ્રેટ અને PETN જેવા વિસ્ફોટકો, જેનું વેચાણ એક્સપ્લોસિવ્સ એક્ટ, 1884 અને તેના હેઠળ ઘડવામાં આવેલા નિયમો હેઠળ નિયંત્રિત છે, તેની ઓનલાઇન લિસ્ટિંગ, હોસ્ટિંગ, જાહેરાત અને વેચાણને સુગમ બનાવવા માટે સીસીપીએ દ્વારા કંપની પર રૂ. 10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
- અન્ય એક કેસમાં, પિક્રિક એસિડ વિસ્ફોટક, જેનું વેચાણ એક્સપ્લોસિવ્સ એક્ટ, 1884 અને તેના હેઠળ ઘડવામાં આવેલા નિયમો હેઠળ નિયંત્રિત છે, તેની ઓનલાઇન લિસ્ટિંગ, હોસ્ટિંગ, જાહેરાત અને વેચાણને સુગમ બનાવવા માટે કંપની પર રૂ. 10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
- એક્સપોર્ટર્સઈન્ડિયાએ NCDRC સમક્ષ કાયદાની કલમ 24 હેઠળ અપીલ કરી છે, જે આગામી સમયગાળામાં સુનાવણી માટે સૂચિબદ્ધ થવાની શક્યતા છે.
- ઈન્ડિયામાર્ટ ઈન્ટરમેશ લિમિટેડ
- સીસીપીએ એ ઈન્ડિયામાર્ટ ઈન્ટરમેશ લિમિટેડને તેના પ્લેટફોર્મ પર એમોનિયમ નાઇટ્રેટ, PETN/ગનપાવડર, પિક્રિક એસિડ જેવા જોખમી પદાર્થોના ઓનલાઇન લિસ્ટિંગ, હોસ્ટિંગ, જાહેરાત વેચાણ/વેચાણને સુગમ બનાવવા અંગે નોટિસો જારી કરી હતી.
- ડિરેક્ટર જનરલ - ઇન્વેસ્ટિગેશને આ મામલે તેમની તપાસ પૂર્ણ કરી લીધી છે. ડીજી - ઇન્વેસ્ટિગેશનનો અહેવાલ કંપની સાથે શેર કરવામાં આવ્યો છે. ઈન્ડિયામાર્ટે તપાસ અહેવાલ પર તેનો જવાબ સબમિટ કર્યો છે.
- કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ, 2019 ની જોગવાઈઓના પાલનમાં, કંપનીને સુનાવણી માટે બહુવિધ તકો આપવામાં આવી છે, જે દરમિયાન તેણે પોતાની વ્યાપક રજૂઆતો કરી છે.
- કંપનીએ સીસીપીએ દ્વારા જારી કરાયેલી કારણ દર્શાવો નોટિસોને પડકારતી રિટ અરજી દ્વારા માનનીય દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે.
- જસ્ટડાયલ
- સીસીપીએ એ એમોનિયમ નાઇટ્રેટના ઓનલાઇન લિસ્ટિંગ, હોસ્ટિંગ, જાહેરાત વેચાણ/વેચાણને સુગમ બનાવવા અંગે જસ્ટ ડાયલ લિમિટેડને નોટિસો જારી કરી હતી.
- ડિરેક્ટર જનરલ - ઇન્વેસ્ટિગેશને આ મામલે તેમની તપાસ પૂર્ણ કરી લીધી છે. ડીજી - ઇન્વેસ્ટિગેશનનો અહેવાલ કંપની સાથે શેર કરવામાં આવ્યો છે. જસ્ટડાયલે તપાસ અહેવાલ પર તેનો જવાબ સબમિટ કર્યો છે.
- કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019 ની જોગવાઈઓ હેઠળ અંતિમ આદેશ પસાર કરતા પહેલા કંપનીને સુનાવણીની તક આપવી પડે છે. અત્યાર સુધીમાં કંપનીને સુનાવણીની ચાર તકો આપવામાં આવી હતી. દરેક વખતે કંપનીએ મુલતવી (મુદ્દત) રાખવાની માંગ કરી છે. આ મામલે આગામી અને અંતિમ સુનાવણી 23 ઓક્ટોબર 2026 ના રોજ યોજાનાર છે.
ડિરેક્ટર જનરલ - ઇન્વેસ્ટિગેશન દ્વારા તપાસ હેઠળના કેસો:
- એમોનિયમ નાઇટ્રેટ, PETN અને પિક્રિક એસિડના ઓનલાઇન લિસ્ટિંગ, હોસ્ટિંગ, જાહેરાત વેચાણ/વેચાણને સુગમ બનાવવા માટે સિગ્મા-એલ્ડ્રિચ કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ.
- પિક્રિક એસિડ અને PETN ના ઓનલાઇન લિસ્ટિંગ, હોસ્ટિંગ, જાહેરાત વેચાણ/વેચાણને સુગમ બનાવવા માટે ટ્રેડઈન્ડિયા (ઇન્ફોકોમ નેટવર્ક પ્રાઇવેટ લિમિટેડ).
- પિક્રિક એસિડના ઓનલાઇન લિસ્ટિંગ, હોસ્ટિંગ, જાહેરાત વેચાણ/વેચાણને સુગમ બનાવવા માટે આઈબાયકેમિકલ્સ (Ibuychemikals).
આ કાર્યવાહી સરકારની એ સુનિશ્ચિત કરવાની કટિબદ્ધતાને મજબૂત કરે છે કે ડિજિટલ માર્કેટપ્લેસ લાગુ પડતા કાયદાઓ અને ગ્રાહક સુરક્ષા ધોરણોનું ઉલ્લંઘન કરીને નિયંત્રિત અથવા ખતરનાક પદાર્થો સુધી અનધિકૃત પહોંચને સુગમ ન બનાવે.
સીસીપીએ (CCPA) ગ્રાહક અધિકારોનું રક્ષણ કરવા, સુરક્ષિત ડિજિટલ માર્કેટપ્લેસ સુનિશ્ચિત કરવા, અયોગ્ય વેપાર પદ્ધતિઓને રોકવા અને ઝડપથી વિકસતા ઈ-કોમર્સ ઇકોસિસ્ટમમાં ગ્રાહકોના વિશ્વાસને મજબૂત કરવા માટે કટિબદ્ધ રહે છે.
SM/DK/JD
(રીલીઝ આઈડી: 2325158)
મુલાકાતી સંખ્યા : 13