રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ
NHRC, ભારતે MyGovના સહયોગથી તેના 33મા સ્થાપના દિવસ પહેલા આયોજિત તેની ઓનલાઇન હ્યુમન રાઇટ્સ ક્વિઝ-2026 ના 10 વિજેતાઓની જાહેરાત કરી
ક્વિઝનો ઉદ્દેશ્ય માનવ અધિકારો, PHR એક્ટ અને NHRC ના કાર્યો વિશે જાગૃતિ લાવવાનો હતો
આ ક્વિઝમાં દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (UTs) માંથી 1,67,127 વ્યુઝ અને 26,459 સબમિશન્સ સાથે ભાગીદારી જોવા મળી
સૌથી વધુ સબમિશન્સ 18-24 વય જૂથમાં હતા
રાજ્યવાર ભાગીદારીમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને તામિલનાડુ ટોચ પર રહ્યા
પોસ્ટેડ ઓન:
19 OCT 2026 12:02PM by PIB Ahmedabad
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે તેની 33મા સ્થાપના દિવસ પહેલા MyGovના સહયોગથી 1 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર 2026 દરમિયાન આયોજિત તેની ઓનલાઇન 'હ્યુમન રાઇટ્સ ક્વિઝ-2026: સેલિબ્રેટિંગ લાઇફ, લિબર્ટી, ઇક્વાલિટી એન્ડ ડિગ્નિટિ' ના 10 વિજેતાઓની જાહેરાત કરી છે. ક્વિઝનો ઉદ્દેશ્ય દેશભરમાં માનવ અધિકારોને પ્રોત્સાહન આપવા અને તેનું રક્ષણ કરવામાં માનવ અધિકારો, માનવ અધિકાર સંરક્ષણ કાયદો (PHRA), 1993 અને NHRC ના કાર્યો, સત્તાઓ અને ફરજો વિશે શીખવામાં દરેકને સામેલ કરવાનો હતો.
રૂ. 15,000/- નું પ્રથમ ઇનામ સુશ્રી આરતી મહાજને જીત્યું છે. રૂ. 10,000/- નું બીજું ઇનામ સુશ્રી રિતિકાએ જીત્યું છે અને રૂ. 5,000/- નું ત્રીજું ઇનામ સુશ્રી તૂબા બેનઝીરને મળ્યું છે. પ્રત્યેક રૂ. 2,000/- ના સાત આશ્વાસન ઇનામો શ્રી આદિત્ય ગુપ્તા, શ્રી તરુણ, શ્રી રાણી મંડલ, શ્રી બસંત કુમાર મહાતો, શ્રી લિકિથ કુમાર એ અને સુશ્રી દીપિકા મડાસુને મળ્યા છે.
આ ક્વિઝમાં દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (UTs) માંથી ભાગીદારી જોવા મળી હતી. તેણે 26,459 સબમિશન્સ સાથે 1,67,127 વ્યુઝ આકર્ષ્યા હતા. તેમાંથી, સૌથી વધુ સબમિશન્સ 18-24 વય જૂથમાં હતા. રાજ્યવાર ભાગીદારીમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને તામિલનાડુ ટોચ પર રહ્યા હતા.
5,753 સ્પર્ધકોએ 15 માંથી 15 સ્કોર પ્રાપ્ત કર્યો હતો, જેમાંથી ક્વિઝના નિયમો અને શરતો અનુસાર MyGov ટીમ દ્વારા ડ્રો ઓફ લોટ્સ (ચિઠ્ઠી ઉપાડીને) દ્વારા 10 વિજેતાઓ નક્કી કરવામાં આવ્યા હતા. સ્પર્ધકોએ 300 સેકન્ડમાં વધુમાં વધુ 15 પ્રશ્નોના જવાબ આપવાના હતા.
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2325078)
મુલાકાતી સંખ્યા : 11