યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

ડૉ. મનસુખ માંડવિયાએ એશિયન ગેમ્સની સમીક્ષા બેઠકમાં રાષ્ટ્રીય રમતગમત મંડળોને ચેમ્પિયન્સની શ્રેણી મજબૂત કરવા જણાવ્યું

પોસ્ટેડ ઓન: 15 OCT 2026 6:15PM by PIB Ahmedabad

કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ગુરુવારે એશિયન ગેમ્સ 2026માં દેશના 4થા ક્રમે રહ્યા બાદ નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન્સને ભારતની રમતગમતની કામગીરી માટે વધુ જવાબદારી લેવા આહ્વાન કર્યું હતું. અનેક એનએસએફ વડાઓ સાથે વાર્તાલાપ કરતા, માનનીય મંત્રીશ્રીએ ભારતની રમતગમતની ઉત્કૃષ્ટતાને જાળવી રાખવા માટે વધુ તાલમેલ સાથે કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

ડૉ. માંડવિયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતને માત્ર મુઠ્ઠીભર મેડલ વિજેતાઓ પર આધાર રાખવાને બદલે ચેમ્પિયન્સની સતત શ્રેણીની જરૂર છે. “ક્યાં સુધી એકલી મીરાબાઈ ચાનુ આપણા માટે મેડલ જીતતી રહેશે? આપણે બીજી 10 મીરાબાઈ ચાનુ તૈયાર કરવાની જરૂર છે. દરેક ફેડરેશને આ જવાબદારી ગંભીરતાથી લેવી જોઈએ. આપણે પ્રતિભાની ઓળખ કરવી પડશે, યોગ્ય તાલીમ આપવી પડશે અને એવું વાતાવરણ ઊભું કરવું પડશે જેમાં ખેલાડીઓ સર્વોચ્ચ સ્તર સુધી પહોંચી શકે,” માનનીય રમતગમત મંત્રીએ રમતગમત ચક્ર દરમિયાન ભારતની મેડલ જીતવાની આકાંક્ષાઓને જાળવી શકે તેવા એથ્લેટ્સને ઓળખવા અને વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂકતા જણાવ્યું હતું.

ગુરુવારનું એનએસએફ કોન્કલેવ ભારતની એશિયન ગેમ્સ 2026 ની કામગીરીની સમીક્ષા અને લોસ એન્જલસ 2028 ઓલિમ્પિક્સ, 2030 કોમનવેલ્થ ગેમ્સ અને દોહામાં 2030 એશિયન ગેમ્સ માટેની તૈયારીઓનું મૂલ્યાંકન કરવા માટેના એક મંચ તરીકે કામ કરતું હતું. જેમાં શૂટિંગ, એથ્લેટિક્સ, બોક્સિંગ, તીરંદાજી, સ્ક્વોશ, વુશુ અને વધુ સહિત તમામ મુખ્ય એનએસએફના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

ડૉ. માંડવિયાએ મોટા આંતરરાષ્ટ્રીય મંચો પર સ્પર્ધા કરતી વખતે ખેલાડીઓ જે ધ્યાન ગુમાવે છે તેને ઘટાડવા માટે વધુ સ્પોર્ટ્સ સાયકોલોજિસ્ટ્સ, સ્પોર્ટ્સ સાયન્સ નિષ્ણાતો અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત માનસિક તાલીમ આપનારાઓની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. તેમણે દરેક એનએસએફને વધુ સ્પર્ધાઓ યોજવા, ખેલાડીઓની તૈયારીઓને મજબૂત કરવા, સમર્પિત કટિબદ્ધતા સાથે કામ કરવા તેમજ કામગીરી અને વહીવટમાં રહેલી ખામીઓનું પ્રમાણિક મૂલ્યાંકન કરવા વિનંતી કરી હતી.

કોન્કલેવમાં શ્રી વિનીલ કૃષ્ણા, જોઈન્ટ સેક્રેટરી (ખેલો ઈન્ડિયા) એ એનએસએફ  સાથે ખેલો ઈન્ડિયા સ્કીમના સંકલન પર ચર્ચા રજૂ કરી હતી, જ્યારે કર્નલ એન. એસ. જોહલ, સીઈઓ (TOPS) એ આઈચી-નાગોયા એશિયન ગેમ્સની કામગીરીની સમીક્ષા અને એલએ ઓલિમ્પિક્સ 2028 ની તૈયારીઓની સમીક્ષા આપી હતી. કોન્કલેવમાં નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન્સ સહાયની સુધારેલી માર્ગદર્શિકા પુસ્તિકાનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

યુવા બાબતો અને રમતગમત રાજ્ય મંત્રી શ્રીમતી રક્ષા ખડસેએ તમામ મંડળોને ખેલો ઈન્ડિયા મિશનના વિઝન સાથે તેમના કામને સુસંગત કરવા આહ્વાન કર્યું હતું. “દરેક એનએસએફએ સુનિશ્ચિત કરવું જોઈએ કે રાજ્ય અને જિલ્લા કક્ષાના મંડળો પણ કાર્યરત હોય અને અસરકારક રીતે કામ કરતા હોય. પ્રતિભાની ઓળખની સાથે આ કામ પૂર્ણ મનથી કરવાનું છે. પ્રતિભાની ઓળખ કરવી એ પ્રક્રિયાનો માત્ર એક ભાગ છે; ખેલાડીઓએ તેમની ક્ષમતા સુધી પહોંચવા માટે યોગ્ય તાલીમ અને સમર્થન પણ મેળવવું જોઈએ,” શ્રીમતી ખડસેએ જણાવ્યું હતું.

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે એનએસએફ એ પ્રતિભાને ઓળખવાની તેમની જવાબદારીની સાથે સાથે રાજ્ય અને જિલ્લા કક્ષાના મંડળો અસરકારક રીતે કામ કરી રહ્યા છે તે સુનિશ્ચિત કરવું જોઈએ. "સહિયારા પ્રયાસો દ્વારા જ આપણે ખેલાડીઓની તૈયારીઓને મજબૂત કરી શકીએ છીએ, પ્રતિભા માટે વધુ સારો માર્ગ બનાવી શકીએ છીએ અને ભારતની મેડલ સંખ્યા વધારી શકીએ છીએ," તેમણે ઉમેર્યું.

સચિવ (રમતગમત) શ્રી હરિ રંજન રાવે ઉલ્લેખ કર્યો હતો કે ભારતે દોહામાં 2030 ની એશિયન ગેમ્સમાં ટોચના ત્રણમાં સ્થાન મેળવવાનું લક્ષ્ય રાખવું જોઈએ, જ્યારે 2030 ની કોમનવેલ્થ ગેમ્સ, જેનું ભારત આયોજન કરવાનું છે, તેને એક મોટો રાષ્ટ્રીય પડકાર ગણવો જોઈએ. “આપણે દોહામાં એશિયન ગેમ્સમાં ત્રીજું સ્થાન મેળવવાનો પ્રયાસ કરવાનો છે. 2030 ની કોમનવેલ્થ ગેમ્સ માટે, આપણે 2010 ની કોમનવેલ્થ ગેમ્સનો આપણો જ રેકોર્ડ તોડવો પડશે અને ટોચના ત્રણમાં સ્થાન મેળવવું પડશે. આપણે ગેમ્સનું આયોજન કરી રહ્યા હોવાથી, દરેક એનએસએફ એ સ્પર્ધાને ગંભીરતાથી લેવી જોઈએ અને તે મુજબ તૈયારી કરવી જોઈએ. આપણે આને એક પડકાર તરીકે લેવો જોઈએ અને અત્યારથી જ તેના તરફ કામ કરવું જોઈએ,” તેમણે કહ્યું.

અગાઉ, શ્રી રાવે સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમને ચાર પૈડાંના વાહન તરીકે વર્ણવ્યું હતું જે ત્યારે જ આગળ વધી શકે જો તેના તમામ ઘટકો- ખેલાડીઓ, કોચ, એનએસએફ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા સાથે યુવા બાબતો અને રમતગમત મંત્રાલય મળીને કામ કરે.

SM/NP/JD


(રીલીઝ આઈડી: 2324141) મુલાકાતી સંખ્યા : 13
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Tamil