નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

ડીઆરઆઈ એ પાકિસ્તાની મૂળના 73,00,000 કિલોથી વધુ ગેરકાયદેસર સિંધવ મીઠાની આયાતનો પર્દાફાશ કર્યો; ચાર લોકોની ધરપકડ


'ઓપરેશન ડીપ મેનિફેસ્ટ' હેઠળ પાકિસ્તાની વસ્તુઓ પર ભારતના આયાત પ્રતિબંધને બાયપાસ કરવા માટેની ટ્રાન્સનેશનલ સ્મગલિંગ નેટવર્કની મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો

પોસ્ટેડ ઓન: 14 OCT 2026 4:09PM by PIB Ahmedabad

ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ પાકિસ્તાનમાં ઉત્પાદિત અથવા ત્યાંથી નિકાસ કરાયેલા માલની આયાત પર ભારતના પ્રતિબંધને બાયપાસ કરવાની એક મોટી યોજનાનો ફરી એકવાર પર્દાફાશ કર્યો છે. "ઓપરેશન ડીપ મેનિફેસ્ટ" હેઠળ.

DRIએ પાકિસ્તાન મૂળના ઔદ્યોગિક/હિમાલયન રોક સિંધવ મીઠાંના 7,311 મેટ્રિક ટન જથ્થા સાથેના 295 કન્ટેનરની આયાત પકડી પાડી છે, જેનું અંદાજિત બજાર મૂલ્ય લગભગ 30 કરોડ રૂપિયા છે. આ કન્સાાઇનમેન્ટ્સ કોલંબો પોર્ટ, શ્રીલંકા દ્વારા રૂટ કરવામાં આવ્યા હતા, અને યુએઈ સ્થિત સંસ્થાઓ દ્વારા જારી કરાયેલા નકલી સર્ટિફિકેટ ઓફ ઓરિજિન અને ઇનવોઇસનો ઉપયોગ કરીને તેમના મૂળ સ્થાનને ખોટું દર્શાવવામાં આવ્યું હતું.

ચોક્કસ ગુપ્ત માહિતી પર કામ કરતા, ડીઆરઆઈ એ 26 સપ્ટેમ્બર અને 11 ઓક્ટોબર 2026 વચ્ચે પંદર દિવસ લાંબુ સંકલિત ઓપરેશન શરૂ કર્યું હતું, જેમાં ગાંધીધામ, આદિપુર, વેરાવળ, પાણીપત, પુણે, પટિયાલા, દિલ્હી અને મુંબઈમાં જોડાયેલા પરિસરોમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

તપાસમાં જાણવા મળ્યું છે કે નવ આયાતકારોએ પ્રતિબંધનો ભંગ કરીને માર્ચ 2026 થી મુન્દ્રા અને કંડલા બંદરો દ્વારા 295 કન્ટેનર લાવ્યા હતા. ઝડપાયેલા કુલ 295 કન્ટેનરમાંથી, રૂ. 24.41 લાખની કિંમતનું 140 મેટ્રિક ટન ઇન્ડસ્ટ્રિયલ/હિમાલયન રોક સોલ્ટ ધરાવતા પાંચ કન્ટેનર કંડલા બંદર પર જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, આયાતકારોના બેંક ખાતાઓમાં રાખવામાં આવેલી રૂ. 20.96 લાખની વેચાણની રકમ જપ્ત કરવામાં આવી છે.

પ્રાથમિક તપાસમાં પાકિસ્તાની, યુએઈ (UAE), શ્રીલંકન અને ભારતીય નાગરિકોની માલિકીની સંસ્થાઓને સાંકળતા એક ટ્રાન્સનેશનલ નેટવર્કનો પર્દાફાશ થયો છે. આ નેટવર્કે માલના પાકિસ્તાની મૂળને છુપાવવા માટે શિપમેન્ટ અને સમર્થન આપતા દસ્તાવેજોનું સંકલન કર્યું હોવાનું સામે આવ્યું છે. ટ્રાન્ઝેક્શનને સમર્થન આપવા માટે દુબઈ સ્થિત ફર્મ્સ દ્વારા જારી કરાયેલા નકલી ઇનવોઇસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નોંધપાત્ર રીતે, શિપમેન્ટના પાકિસ્તાન-શ્રીલંકા લેગ સંબંધિત બિલ્સ ઓફ લેડિંગ અને શ્રીલંકા કસ્ટમ્સ પાસે દાખલ કરાયેલા કસ્ટમ ડિક્લેરેશનમાં મૂળ દેશ તરીકે પાકિસ્તાન અને અંતિમ ગંતવ્ય તરીકે ભારતનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આયાતકારો દ્વારા સબમિટ કરવામાં આવેલા સર્ટિફિકેટ ઓફ ઓરિજિન નકલી હોવાનું જણાયું હતું.

કસ્ટમ્સ એક્ટ, 1962 ની જોગવાઈઓ હેઠળ ચાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે: આયાતકાર પેઢીઓના બે માલિકો/ભાગીદારો, કસ્ટમ્સ બ્રોકરના જી-કાર્ડ ધારક, અને દુબઈ સ્થિત સપ્લાયરના માલિક જેમણે તેમના પિતાના નામે આયાતકાર પેઢી પણ સ્થાપી હતી અને ચલાવતા હતા.

ગયા મહિને આવી જ એક કાર્યવાહીમાં, ડીઆરઆઈ (DRI) એ સીએફએસ અંબાડ, નાસિક ખાતે મુંબઈ સ્થિત એક ફર્મ દ્વારા આયાત કરાયેલા 13 કન્ટેનરમાં પેક કરાયેલ પાકિસ્તાની મૂળના 362,000 કિલોથી વધુ સૂકા ખજૂર (ખારેક) જપ્ત કર્યા હતા.

આ કેસો ત્રીજા દેશ દ્વારા રૂટીંગ, ઓરિજિનના ખોટા ઘોષણાઓ, નકલી વેપાર દસ્તાવેજો અને અપારદર્શક નાણાકીય વ્યવસ્થાઓ દ્વારા પાકિસ્તાની મૂળના માલ પર ભારતના આયાત પ્રતિબંધને બાયપાસ કરવા માટે ટ્રાન્સનેશનલ નેટવર્ક દ્વારા ઉપયોગમાં લેવાતી નવી પદ્ધતિઓ પર પ્રકાશ પાડે છે. ડીઆરઆઈ (DRI) આવા નેટવર્ક્સને ઓળખવા અને તેનો પર્દાફાશ કરવા તથા ભારતની આર્થિક અને રાષ્ટ્રીય સુરક્ષાના હિતોનું રક્ષણ કરવા માટે કટિબદ્ધ છે.

એપ્રિલ 2025 માં પહેલગામ આતંકવાદી હુમલા પછી, ભારત સરકારે ડીજીએફટી (DGFT) નોટિફિકેશન નં. 06/2025-26 તારીખ 02.05.2025 દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર નીતિના હિતમાં પાકિસ્તાનમાં ઉત્પાદિત અથવા ત્યાંથી નિકાસ કરાયેલા તમામ માલની પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ આયાત કે ટ્રાન્ઝિટ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો હતો.

SM/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2323324) મુલાકાતી સંખ્યા : 27