વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
azadi ka amrit mahotsav

TDB એ YETI હેવી-લિફ્ટ સ્વાયત્ત એરિયલ લોજિસ્ટિક્સ વ્હીકલ વિકસાવવા માટે ₹151 કરોડના RDI સપોર્ટ માટે idea Forge સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા


TRL-9 તરફ આગળ વધવા માટે 200 કિગ્રા સુધીના પેલોડ વહન કરવા અને 200 કિમીની રેન્જ ધરાવતી સ્વદેશી VTOL પ્લેટફોર્મની રચના કરવામાં આવી

પોસ્ટેડ ઓન: 14 OCT 2026 12:50PM by PIB Ahmedabad

સ્વાયત્ત એરિયલ સિસ્ટમ્સ અને નેક્સ્ટ જનરેશન લોજિસ્ટિક્સમાં ભારતની ક્ષમતાઓને મજબૂત બનાવતા, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST), ભારત સરકારના ટેકનોલોજી ડેવલપમેન્ટ બોર્ડ (TDB) એ રિસર્ચ ડેવલપમેન્ટ એન્ડ ઇનોવેશન (RDI) ફંડ હેઠળ ₹151 કરોડના નાણાંકીય સહયોગ માટે આઇડિયાફોજ ટેકનોલોજી લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

₹302 કરોડના કુલ પ્રોજેક્ટ ખર્ચ ધરાવતો આ પ્રોજેક્ટ YETIના વિકાસ પર કેન્દ્રિત છે, જે એક હેવી-લિફ્ટ, લોંગ-રેન્જ સ્વાયત્ત એરિયલ લોજિસ્ટિક્સ વ્હીકલ છે, જેનો ઉદ્દેશ્ય ટેકનોલોજીને ટેકનોલોજી રેડીનેસ લેવલ (TRL)-4 થી TRL-9 સુધી આગળ ધપાવવાનો છે. આ નાણાંકીય સહાય ડેટ ફાઇનાન્સિંગ દ્વારા પૂરી પાડવામાં આવશે.

પડકારજનક કામગીરીના વાતાવરણ માટે ડિઝાઇન કરવામાં આવેલ YETI એ એક સ્વાયત્ત વર્ટિકલ ટેક-ઓફ અને લેન્ડિંગ, ફિક્સ્ડ-વિંગ હાઇબ્રિડ માનવરહિત એરિયલ વ્હીકલ (VTOL-FW UAV) છે જે લાંબા અંતર સુધી ભારે પેલોડ વહન કરવા માટે બનાવાયું છે. તેની પ્રસ્તાવિત ક્ષમતાઓનો ઉદ્દેશ્ય એવા વિસ્તારોમાં લોજિસ્ટિક્સ જરૂરિયાતોને પૂરી કરવાનો છે જ્યાં પરંપરાગત પરિવહન મુશ્કેલ, સમય માંગી લે તેવું અથવા કામગીરીની દ્રષ્ટિએ મર્યાદિત હોઈ શકે છે. આ પ્લેટફોર્મ 200 કિગ્રા સુધીનું પેલોડ વહન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેની લક્ષિત રેન્જ 200 કિમી સુધીની અને કામગીરીની ઊંચાઈ સરેરાશ દરિયાઈ સપાટીથી 6,500 મીટર સુધીની છે. તેની હવામાન-પ્રતિરોધી ડિઝાઇન ઊંચા પહાડી વિસ્તારો, રણ અને દરિયાઈ પરિસ્થિતિઓ સહિતના પડકારજનક વાતાવરણમાં કામગીરીને ટેકો આપવા માટે બનાવાઈ છે.

YETIની એક મુખ્ય વિશેષતા એ છે કે તે લાંબા અંતરની કામગીરી માટે ફિક્સ્ડ-વિંગ કન્ફિગરેશન જાળવી રાખીને વર્ટિકલ ટેક-ઓફ અને લેન્ડિંગ કરવાની ક્ષમતા ધરાવે છે. આ વ્હીકલ અંદાજે 15 મીટર × 15 મીટર માપ ધરાવતા પ્રમાણમાં નાના, અપ્રિપેર્ડ લેન્ડિંગ વિસ્તારોમાંથી કામ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે મર્યાદિત ગ્રાઉન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા સ્થળોએ પણ તૈનાતી સક્ષમ બનાવે છે. આ પ્લેટફોર્મ ફોલ્ટ ટોલરન્સ સુધારવા માટે ડિસ્ટ્રિબ્યુટેડ અને રિડન્ડન્ટ પ્રોપલ્શન તથા પાવર આર્કિટેક્ચરને આવરી લે છે. તેની પ્રસ્તાવિત ક્ષમતાઓમાં GNSS-ડેનાઇડ નેવિગેશન, 200 કિમી સુધીની કોમ્યુનિકેશન લિંક, સ્વાર્મ ઓપરેશન્સ અને ઝડપી તૈનાતી માટે કન્ટેનરાઇઝ્ડ ટ્રાન્સપોર્ટેશનનો પણ સમાવેશ થાય છે. આ ડિઝાઇનનો હેતુ વ્હીકલને ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈને સેટ અપ કરવાનો છે, જેથી ભૌગોલિક રીતે પડકારજનક સ્થળોએ લોજિસ્ટિક્સ મિશનને ટેકો આપી શકાય.

મુશ્કેલ ભૂ-પ્રદેશ પર આવશ્યક ચીજવસ્તુઓની અવરજવરની જરૂરિયાત ધરાવતી એપ્લિકેશન્સ માટે હેવી-લિફ્ટ સ્વાયત્ત એરિયલ પ્લેટફોર્મ્સનો વિકાસ વધુ ને વધુ સુસંગત બની રહ્યો છે. વર્ટિકલ ટેક-ઓફ અને લેન્ડિંગને લાંબા અંતરની ઉડાન ક્ષમતા અને નોંધપાત્ર પેલોડ ક્ષમતા સાથે જોડીને, YETI માનવરહિત ઉડ્ડયન અને એરિયલ લોજિસ્ટિક્સ માર્કેટના એક અલગ ક્ષેત્રને સંબોધવા માટે વિકસાવવામાં આવી રહ્યું છે.

RDI-સમર્થિત આ કાર્યક્રમ લાગુ પડતી ટેકનિકલ, સલામતી અને નિયમનકારી જરૂરિયાતોને આધીન રહીને, પ્લેટફોર્મને TRL-9 તરફ આગળ વધારવા માટે જરૂરી વધુ ટેકનોલોજી વિકાસ, એન્જિનિયરિંગ, ઇન્ટિગ્રેશન, ટેસ્ટિંગ અને વેલિડેશનને સુગમ બનાવશે. આ પ્રોજેક્ટ ઇન્ટેલિજન્ટ સિસ્ટમ્સ અને રોબોટિક્સ સાથે સબ-સેક્ટર તરીકે ડીપ ટેકનોલોજી સેક્ટર હેઠળ આવે છે. તે એરોસ્પેસ એન્જિનિયરિંગ, પ્રોપલ્શન, નેવિગેશન, કોમ્યુનિકેશન્સ અને ઇન્ટેલિજન્ટ કંટ્રોલને સંકલિત કરતી સ્વદેશી સ્વાયત્ત પ્રણાલીઓના વધતા મહત્વને દર્શાવે છે.

TDBના સચિવ શ્રી રાજેશ કુમાર પાઠકે જણાવ્યું હતું કે, “અદ્યતન સ્વાયત્ત પ્રણાલીઓનો વિકાસ જટિલ કાર્યકારી અને લોજિસ્ટિકલ પડકારોને ઉકેલવા માટે નવી શક્યતાઓ ખોલી રહ્યો છે. સ્વદેશી હેવી-લિફ્ટ એરિયલ પ્લેટફોર્મ્સ દૂરના અને પહોંચવામાં મુશ્કેલ સ્થળો સુધી પહોંચ સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. RDI ફંડ દ્વારા, TDB એવા ટેકનોલોજી-સઘન પ્રોજેક્ટ્સને ટેકો આપી રહ્યું છે કે જેમને અદ્યતન વિકાસથી તૈનાતી તરફ આગળ વધવા માટે સતત રોકાણની જરૂર હોય છે. IdeaForge સાથેનો કરાર સ્વાયત્ત પ્રણાલીઓ, રોબોટિક્સ અને નેક્સ્ટ જનરેશન એરોસ્પેસ ટેકનોલોજીમાં ભારતની ક્ષમતાઓને મજબૂત કરવાની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે.”

આ વિકાસ વિશે વાત કરતા, IdeaForge ટેકનોલોજી લિમિટેડના સીઈઓ અને સહ-સ્થાપકે જણાવ્યું હતું કે, “ભારત સ્વાયત્ત રીતે શું ડિઝાઇન કરી શકે છે, બનાવી શકે છે અને ચલાવી શકે છે તેમાં YETI એક પેઢીગત હરણફાળ દર્શાવે છે. આપણા સશસ્ત્ર દળો અને આપણા લોજિસ્ટિક્સ નેટવર્ક્સ દરરોજ એવી વાસ્તવિકતાનો સામનો કરે છે જ્યાં રસ્તાઓ પૂરા થાય છે અને હવામાન સાથ આપતું નથી. YETI એ તે પડકારનો અમારો જવાબ છે, જે માત્ર ઉડવા માટે જ નહીં, પરંતુ સૌથી સખત કાર્યકારી વાતાવરણને વ્યાખ્યાયિત કરતી પરિસ્થિતિઓમાં વિશ્વસનીય અને પુનરાવર્તિત રીતે સેવા પહોંચાડવા માટે એન્જિનિયર કરવામાં આવ્યું છે. RDI ફ્રેમવર્ક દ્વારા આઇડિયાફોજમાં સરકારનો વિશ્વાસ એ વાતની પુનઃપુષ્ટિ છે કે ભારતીય ડીપટેક ખેલાડીઓ હવે રાષ્ટ્રીય ક્ષમતા નિર્માણનો બોજ ઉપાડવા માટે તૈયાર છે.”

 

SM/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2323165) મુલાકાતી સંખ્યા : 15
આ રીલીઝ વાંચો: Urdu , English , हिन्दी , Tamil , Telugu