પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ શાસનને કલ્યાણકારી અભિગમથી સશક્તિકરણ તરફ લઈ જવા અંગેનો લેખ શેર કર્યો

પોસ્ટેડ ઓન: 14 OCT 2026 11:23AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા દ્વારા લખાયેલો એક લેખ શેર કર્યો છે.

આ લેખમાં જણાવવામાં આવ્યું છે કે કઈ રીતે ભારતના શાસનનો અભિગમ કલ્યાણથી આગળ વધીને સશક્તિકરણ તરફ વધી રહ્યો છે, જેનાથી નાગરિક વિકાસ પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લઈ શકે છે. તેમાં જણાવાયું છે કે સ્વચ્છતા, ગેસ કનેક્શન, સ્વાસ્થ્ય અને ધિરાણની પહોંચ જેવી પહેલોનો હેતુ છેલ્લી વ્યક્તિ સુધી સેવાઓ પહોંચાડવાનો અને લોકોના જીવનમાં સુધારો લાવવાની તકો ઊભી કરવાનો છે. આ અભિગમ 2047 સુધીમાં વિકસિત અને સશક્ત ભારતના વિઝન માટે કેન્દ્રમાં છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું;

"કેન્દ્રીય મંત્રી શ્રી @JM_Scindia એ લખ્યું છે કે શાસનના મામલે ભારતનો અભિગમ કલ્યાણથી સશક્તિકરણ તરફ આગળ વધી રહ્યો છે. જેનાથી નાગરિકો વિકાસ પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેવા સક્ષમ બની રહ્યાં છે.

સ્વચ્છતા અને ગેસ કનેક્શનથી લઈને આરોગ્ય સંભાળ અને લોનની પહોંચ સુધી, સરકારી સેવાઓ અને સુવિધાઓ જરૂરિયાતમંદ દરેક વ્યક્તિ સુધી પહોંચે અને લોકોને તેમના જીવનને સુધારવાની તકો પૂરી પાડે તે સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ અભિગમ 2047 સુધીમાં વિકસિત અને સશક્ત ભારતના વિઝન માટે મુખ્ય આધાર સમાન છે."

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2323103) મુલાકાતી સંખ્યા : 16