પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ નવરાત્રીના પહેલા દિવસે માં શૈલપુત્રીની પૂજા-અર્ચના કરી
પોસ્ટેડ ઓન:
11 OCT 2026 9:47AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રીની શરૂઆતમાં શાંતિની દેવી માં શૈલપુત્રીની પ્રાર્થના કરી છે.
પ્રધાનમંત્રીએ પ્રાર્થના કરી કે તેમના દિવ્ય આશીર્વાદ બધાના હૃદયને પ્રકાશિત કરે અને બધા નાગરિકો સાથે રહે.
શ્રી મોદીએ આ પ્રસંગે દેવીને સમર્પિત એક ભક્તિ ગીત પણ શેર કર્યું.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું;
"નવરાત્રિના પ્રારંભે, હું શાંતિની દેવી માતા શૈલપુત્રીને નમન કરું છું. તેમની દૈવી કૃપા દરેકના હૃદયમાં ધીરજ અને આત્મવિશ્વાસનો પ્રકાશ પ્રજ્વલિત કરે. માતાના આશીર્વાદ હંમેશા આપણા દેશવાસીઓ પર રહે, એ મારી પ્રાર્થના છે."
SM/NK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2321876)
મુલાકાતી સંખ્યા : 15