રાજ્યસભા સચિવાલય
azadi ka amrit mahotsav

પ્રેસ રિલીઝ

પોસ્ટેડ ઓન: 06 OCT 2026 1:03PM by PIB Ahmedabad

રાજ્યસભાના માનનીય ઉપાધ્યક્ષ શ્રી હરિવંશના નેતૃત્વમાં એક ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળ હાલમાં અરુશા, તાંઝાનિયા ખાતે યોજાયેલી 153મી IPU એસેમ્બલી (ઇન્ટર-પારિઆમેન્ટરી યુનિયન) માં ભાગ લઈ રહ્યું છે. 05 ઓક્ટોબર 2026 ના રોજ, એસેમ્બલીના પ્રથમ દિવસે, પ્રતિનિધિમંડળના સભ્યોએ વિવિધ બેઠકો અને કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.

લોકસભાના સાંસદ અને IPU આરોગ્ય સમિતિના સભ્ય ડૉ. સંજય જયસ્વાલે IPU આરોગ્ય સમિતિના સત્રોમાં ભાગ લીધો હતો.

રાજ્યસભાના માનનીય ઉપાધ્યક્ષ અને પ્રતિનિધિમંડળના સભ્યોએ એશિયા-પેસિફિક જિયોપોલિટિકલ ગ્રૂપની બેઠકોમાં પણ ભાગ લીધો હતો. બેઠક દરમિયાન, લોકસભાના સાંસદ અને IPU એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય શ્રીમતી અપરાજીતા સારંગી દ્વારા IPU એક્ઝિક્યુટિવ કમિટી દ્વારા હાથ ધરવામાં આવેલી તાજેતરની પ્રવૃત્તિઓ અને પહેલો વિશે જૂથના સભ્યોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

દિવસ દરમિયાન વિમેન પાર્લામેન્ટરિયન્સ ફોરમ (મહિલા સંસદસભ્યોના મંચ) ના સત્રો પણ યોજાયા હતા. પ્રથમ સત્રમાં, લોકસભાના સાંસદ શ્રીમતી કમલજીત સેહરાવતે "સૌ માટે સમાવેશી સામાજિક વિકાસ: દિવ્યાંગ વ્યક્તિઓના અધિકારો અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટેની સંસદીય વ્યૂહરચનાઓ" વિષય પરની ચર્ચામાં ભાગ લીધો હતો અને ભારતનો દ્રષ્ટિકોણ રજૂ કર્યો હતો. લોકસભાના સાંસદ શ્રીમતી બિજુલી કલિતા મેધીએ "મહિલા નેતૃત્વ" થીમ પર ફોરમના બીજા સત્રમાં ભાગ લીધો હતો.

રાજ્યસભાના સાંસદ ડૉ. સસ્મિત પાત્રાએ એશિયન પાર્લામેન્ટરી એસેમ્બલીની બેઠકમાં હાજરી આપી હતી.

લોકસભાના સાંસદ અને આતંકવાદ તથા ઉગ્રવાદ સામે લડવા માટેના IPU હાઇ-લેવલ એડવાઇઝરી ગ્રૂપ (HLAG-CTVE) ના સભ્ય શ્રીમતી લતા વાનખેડેએ ગ્રૂપની બોર્ડ મીટિંગમાં હાજરી આપી હતી.

રાજ્યસભાના માનનીય ઉપાધ્યક્ષના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળના સભ્યોએ નીચેના અગ્રણીઓ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજી હતી અને પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી: I. મહામહિમ મિલ્ટન ડિક, સ્પીકર, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ, ઓસ્ટ્રેલિયા II. રાઇટ ઓનરેબલ મૂસા અઝાન ઝુંગુ, સંસદના સ્પીકર, યુનાઇટેડ રિપબ્લિક ઓફ તાંઝાનિયા

તાંઝાનિયાની સંસદે 153મી IPU એસેમ્બલીના ઔપચારિક ઉદ્ઘાટન સમારોહનું પણ આયોજન કર્યું હતું. આ સમારોહને યુનાઇટેડ રિપબ્લિક ઓફ તાંઝાનિયાના રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. સામિયા સુલુહુ હસન દ્વારા સંબોધિત કરવામાં આવ્યો હતો, જેમણે 153મી એસેમ્બલી ખુલ્લી મૂકવાની જાહેરાત કરી હતી.

રાજ્યસભાના માનનીય ઉપાધ્યક્ષ અને સંસદસભ્યો શ્રીમતી અપરાજીતા સારંગી, શ્રી અનુરાગ સિંહ ઠાકુર, શ્રી એન.કે. પ્રેમચંદ્રન અને ડૉ. સસ્મિત પાત્રાએ ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી અને તાંઝાનિયા સરકારના વિદેશ મંત્રી સહિતના વિવિધ મંત્રીઓ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો.

SM/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2319503) મુલાકાતી સંખ્યા : 14
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी